________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૯ કરીએ તો પાંચ પ્રકારનાં જ્ઞાન છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. આના બે વિભાગ - એક વિભાગ છદ્ભસ્થ જ્ઞાન અને બીજો વિભાગ કેવળજ્ઞાન. છદ્મ એટલે દોષ. હજી પણ દોષ રહ્યા છે એટલે જ્ઞાન છે પણ સાથે દોષ રહ્યા છે, તેથી તે છર્મસ્થજ્ઞાન. અને જ્ઞાન છે પણ દોષ નથી રહ્યા, માત્ર જ્ઞાન એટલે કેવળજ્ઞાન. જેમાં બીજા કોઈ પણ દોષ નથી તે સર્વજ્ઞ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન એ ચાર છદ્ભસ્થ અવસ્થાના જ્ઞાન છે. એ અંતિમ અવસ્થા નથી, તેમાં દોષ રહ્યા છે. આવા જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી પોતાનો વ્યકિતગત અભિપ્રાય પરમાર્થ માટે બંધાય તેને કહેવાય છે મત.
આ જગતમાં પરમાર્થ માર્ગની પ્રાપ્તિમાં વધારેમાં વધારે અવરોધ, જો હોય તો બે અવરોધ છે. એક બહારનો અવરોધ તે પોતાનો મત અને બીજો અંદરનો અવરોધ કષાય. “કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.' અહીં બે શબ્દો મૂકયા, બહારથી પણ નિગ્રંથ અને અંદરથી પણ નિગ્રંથ. બહારથી પણ છૂટવું જોઈએ અને અંદરથી પણ છૂટવું જોઈએ. પરંતુ ભૂલ કયાં થઈ ? બહારથી છૂટવું જોઇએ એટલે સંસાર છૂટવો જોઈએ, કુટુંબ પરિવાર વિ. છૂટવું જોઈએ પરંતુ અહીં એમ કહે છે કે બહારથી છૂટવું એટલે મત છૂટી જવો, મતનો આગ્રહ છૂટી જવો, તે બહારથી છૂટવું. મતનો આગ્રહ એટલે પોતાની માન્યતાનો આગ્રહ. આ શબ્દ ફરીથી સમજો. ખંડ ખંડ જ્ઞાન તે અખંડ નહિ. જે વસ્તુને સંપૂર્ણપણે જોનારા છે, જેમણે સમગ્રતામાં સંપૂર્ણતામાં જોયું, તેમના જ્ઞાનમાં અભિપ્રાય નથી, તે પરમ સત્ય છે. તે જ્ઞાનાન્ન મુક્તિ: પરમજ્ઞાન, સત્યજ્ઞાન, પારમાર્થિક જ્ઞાન, તે વગર મુકિત નથી. પારમાર્થિક જ્ઞાન, સત્યજ્ઞાન એટલે અસ્તિત્વ જેવું છે તેવું પૂરેપૂરું જ્ઞાનમાં ઝળકવું. જેમ કે એકસ-રે મશીન આંતરડામાં કયા ઠેકાણે, ફેફસામાં કયા ઠેકાણે ડાઘ પડ્યો છે તે બતાવે છે, તેમ સર્વજ્ઞ અવસ્થા એ સમગ્ર વિશ્વનું મશીન છે. એ જ્ઞાનમાં કંઈ પણ છૂપું રહેતું નથી, તેને કહેવાય અખંડ જ્ઞાન. અખંડ જ્ઞાનમાં જે જોયું અને વર્ણવ્યું તે સત્ય. ખંડ જ્ઞાનમાં જે જોયું અને માન્યું આને કહેવાય છે મત. આ મતનો આગ્રહ.
બીજું છે દર્શન. મત અને દર્શન બન્ને શબ્દો જુદા જુદા છે. દર્શન એટલે વિશેષ પ્રકારના પુરુષોએ કરેલો વિચાર, સર્વાગી નહિ પણ એકાંતિક. આત્મા નિત્ય જ છે તેમ વેદાંત કહે છે. આત્મા જ નથી તેમ ચાર્વાક કહે છે. આત્મા અનિત્ય છે તેમ બોદ્ધ કહે છે. આત્મા એક જ છે તેમ વેદાંત કહે છે. આત્મા અનેક છે તેમ તૈયાયિક વૈશેષિક કહે છે, આનું નામ દર્શન. દર્શનનો આગ્રહ, મતનો આગ્રહ છોડીને સાધકે સાધના કરવાની છે. પહેલાં છોડવાની વાત કરી. દર્શન અને મતનો આગ્રહ છોડવાનો છે. સૌથી મોટી મુશ્કેલી જો કોઇપણ હોય તો આગ્રહ છોડવાની મુશ્કેલી છે.
મેં એક વખત કહ્યું હતું. ઓટીપુર ગામમાં આખું મહાજને એક વ્યકિતને ઘેર ગયું. તે માણસે રોડ ઉપર એક ખીલો ખોડેલ હતો અને બળદ ત્યાં બાંધતો હતો. તેના કારણે બધાને હેરાન થવું પડતું હતું. માણસ બહુ જબરો એટલે આખું મહાજન કહેવા આવ્યું. તેણે સ્વાગત કર્યું, બધાને બેસાડ્યા. પોતે નીચે બેઠો અને પાઘડી ઉતારી પૂછ્યું કે કેમ પધારવું થયું ? મહાજને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org