________________
૭૮
પ્રવચન ક્રમાંક – ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ છતાં માગો છો તેનું નામ મિથ્યાત્વ. મિથ્યાત્વની અનેક વ્યાખ્યાઓ છે. જેની પાસે જે નથી, જે જેનો સ્વભાવ નથી, તેની પાસે તે માગવું તે મિથ્યાત્વ છે. રસોડામાં બે ડબ્બા પડ્યા હતા. એક સોડાનો, એક ખાંડનો. બન્ને સફેદ. આંખો મીંચી ચામાં સોડા નાખી દીધા તો ચાની શું હાલત થાય? અહીં સફેદ હોય તે ખાંડ એ વ્યાખ્યા ખોટી પડે. ગળી હોય તે ખાંડ. ગળપણ સાકરમાં જ છે. ચૈતન્ય આત્મામાં જ છે.આનંદ આત્માનો ગુણ છે. વીર્ય પણ આત્માનો ગુણ છે. (૬) અગુરુ લઘુ એ મહત્ત્વનો શબ્દ છે. અગુરુ લઘુ એટલે વસ્તુ જેવી છે તેવી ને તેવી કાયમ ટકાવી રાખનાર પરિબળ તે અગુરુ લઘુ. મિશ્રણ ન થવા દે અને પરિવર્તિત ન થાય (૭) આત્મા અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એનામાં નથી. (૮) આપણે અવિનાશી છીએ, દેહ સાથે જોડાયા છીએ એટલે આપણામાં ઉત્પત્તિ અને નાશ એમ બે દેખાય છે પરંતુ આપણે દેહથી જુદા છીએ અને અવિનાશી છીએ. આપણી આ અક્ષય સ્થિતિ છે. આપણા આ આઠ ગુણોને જેઓ ઢાંકે તે આઠ કર્મો છે.
અહીં એમ કહેવું છે કે કર્મો અનંત છે પરંતુ તેમાં મુખ્ય આઠ કર્મો છે અને તેમાં પણ મુખ્ય મોહનીય છે. કેમ મોહનીય ? બાકી બધા કર્મો છે, પણ તે કર્મો કરાવતાં નથી. સાહેબ! ધીરજથી સમજવાનું છે. મોહનીય કર્મ, કર્મ કરાવવા પ્રેરે છે. બીજા કર્મ કરાવનાર મોહનીય કર્મ છે. ચોરી પાપ, હિંસા તે પાપ, દુરાચાર તે પાપ, પરિગ્રહ તે પાપ. પ્રતિક્રમણમાં બોલો છો ને કે પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, ....સત્તરમે માયા મૃષાવાદ અને અઢારમે મિથ્યાત્વશલ્ય. આ સત્તર પાપોને કરાવનાર અઢારમું મિથ્યાદર્શન છે. મુંબઈમાં પોલીસ ચોકી ઘણી, પણ પોલીસનો વડો તો એક જ. હુકમ ત્યાંથી થાય. ફાઈનલ કરવું કે ન કરવું તે પોલીસ નક્કી ન કરી શકે પણ વડો પોલીસ નિર્ણય કરે તેમ થાય. તેમ અહીં પાપ અસંખ્ય પ્રકારનાં પણ કરાવનાર પરિબળ એક જ અને તે મિથ્યાત્વ. મિથ્યાત્વ અસંખ્ય પાપો કરાવે છે. બરાબર ખ્યાલમાં રાખજો. માટે મિથ્યાત્વ પરં પાપં, મિથ્યાત્વ પરં તમ:, મિથ્યાત્વે પરં વિષા મિથ્યાત્વ જેવું પાપ નથી. મિથ્યાત્વ જેવો અંધકાર નથી, મિથ્યાત્વ જેવું ઝેર નથી. મિથ્યાત્વ જેવો અધર્મ નથી. મિથ્યાત્વનું બીજું નામ દર્શનમોહ. તેની ચર્ચા અહીં કરીશું. આ દર્શનમોહ જ જબરો છે.
આઠ કર્મોની પેટા પ્રકૃતિ એકસો અઠ્ઠાવન. આઠે કર્મો જુદા જુદા હોવા છતાં તેમાં મુખ્ય મોહનીય અને મોહનીયમાં પણ દર્શનમોહ. દર્શનમોહનું સ્વરૂપ જાણ્યા વગર ઠેકાણું નહિ પડે. દર્શનમોહ ગયા સિવાય તમારી સાધના, તમારું કરેલું સફળ નહિ થાય. તમારું વાવેલું નહિ ઊગે, માન્ય નહિ થાય. ડ્રાફટીંગ તો થયું પણ સાહેબ સીક્કો ન મારે અને સહી ન કરે ત્યાં સુધી માન્યતા ન મળે. વાંચતાં પણ ન આવડે તેવી આડી અવળી સહીઓ કરે છે પરંતુ સાહેબની સહી થઈ ગઈ એટલે મંજૂરી મળી ગઈ. દર્શનમોહ નહિ જાય ત્યાં સુધી આપણા સાધનોને માન્યતા નહિ મળે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org