________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ અવલંબન વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો.
(પૂ. દેવચંદ્રજી મહારાજ) અમારા ભારતના સંતો ભલે ભણ્યા નથી પણ તેમણે બહુ સારી ભાષામાં એમ કહ્યું કે, અનેક જુગ વિત્યા રે એણે પંથે ચાલતા જી, તોયે ન આવ્યો મારગડાનો અંત. દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો’
આવું હોય ત્યાં ઘટના ઘટે. વાતોમાં નહિ, શબ્દોમાં નહિ, શાસ્ત્રોમાં અને પ્રવચનોમાં નહિ, ઉપદેશોમાં નહિ પરંતુ દર્શનમોહ જાય તો ઘટના ઘટે છે. તમે કોઇનાં બેસણામાં જાવ ત્યાં ડાહ્યા થઈને કહેશો, ભાઈ ! શરીર તો ગયું પણ તેનો આત્મા તો નિત્ય છે. આપણને એમ થાય કે ઊઠીને પગે પડવા જેવું છે. આ મહાપુરુષ લાગે છે. તેના ઘરમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે ખબર પડે કે કેટલી વીસે સો થાય છે ?
મોહનીય કર્મને મદિરાની ઉપમા આપવામાં આવે છે. મોહરૂપી મદિરાનો નશો સૌથી વધારે. જગતમાં જેટલા દારુ છે તેના કરતાં આનો નશો વધારે. કારણ દારુનો નશો કલાક, બે કલાક કે ચાર કલાકે ચોક્કસ ઊતરશે પરંતુ મોહરૂપી દારૂનો નશો તો ચડેલો જ રહે છે. અહીં પ્રવચન કે સત્સંગમાં પણ તમે નશામાં જ આવો છો. સમેતશિખર પણ નશામાં જ જાઓ છો. મોહરૂપી મદિરાનું પાન કરી મનુષ્ય ઉન્મત્ત બને છે. દારુ પીધેલ માણસને કેફ ચડે છે. કેફ શબ્દ ગુજરાતી છે. કેફ ચડે છે ત્યારે ભાન ભૂલી જાય છે. આપણા આશ્રમ પાસેથી એક ગટર જાય છે તેમાં પાટણ કોર્ટના વકીલ, કાળો કોટ પહેરેલો, ગટરમાં પડ્યા હતા. હવે બનવા જોગ હું ત્યાંથી નીકળ્યો. મને ઓળખતા હતા. મને કહે ગુરુજી ! માફ કરજો મને, મારે ન પીવો જોઈએ. ભાન ન રહ્યું. દારુ ભાન ભૂલાવે છે, તેમ મોહ પણ ભાન ભૂલાવે છે અને લોક વિરુદ્ધ કાર્ય થાય છે. •
તમે અને હિંસા કરો, તમે અને જુઠું બોલો, એ ન બને ! તમે અને ચોરી એ ન બને. તમે કોઈ સ્ત્રી જોઈ આંખ મેલી કરો ! એ ન બને. પણ મોહ અંદર બેઠો છે તે બધું કરાવે છે.
મોહ મહમદ છાકથી, હું છકીયો હો નાંહી શુદ્ધ લગાર;
| ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ. ચિદાનંદજી મહારાજ ભગવાનને ઠપકો આપે છે. પ્રભુ ! જ્યારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબીજનો કામ ન લાગે તો તેમને શું કરવાના? ભગવાન ! અમે ભયંકર આફતમાં છીએ. અમે તારા છીએ અને તે કામમાં ન આવે તો તને કરવાનો શું ? ચિદાનંદજી મહારાજ કહે છે, મોહરૂપી મદિરાનું પાન કરી અમે છકી ગયા છીએ. જરા પણ શુદ્ધ નથી. આ ટાઈમે અમારી સાર સંભાળ લેવા જેવી છે.
દીકરો બાપને કહેશે કે અમારી અત્યારે સંભાળ લેવા જેવી છે. આ ઉચિત અવસર છે, મારી ખબર તો લો. મોહન વિજયજી મહારાજ કહે છે, ભગવાન ! અમે મોક્ષ માગવા નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org