________________
૮૦
પ્રવચન ક્રમાંક - ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨ આવ્યા, અમને મુક્તિ કયારે મળશે તેમ પૂછવા નથી આવ્યા, અમારું કયારે કલ્યાણ થશે તેમ પૂછવા નથી આવ્યા. અમે તો એટલું જ કહેવા આવ્યા છીએ કે અમારામાં મોહ છે, તમારી તાકાત હોય તો તમે તેને દૂર કરો, તો તમે ખરા ! વાહ, વાહ ! ભારે અદ્ભુત વાત કરી. ભક્તો પણ ખરા છે. અમારો મોહ દૂર કરો ત્યારે તમે ખરા કહેવાઓ. એમને અધિકાર છે ને! એ પ્રેમનો અધિકાર છે. મમ્મીને દીકરો બોલે છે ને ? બાળક બોલે છે અને મમ્મી રાજી થાય છે. કારણ? મા છે. ભક્તોને પણ આવો જ અધિકાર છે. અમારો મોહ દૂર કરો, અમે ઘણા ઉપાયો કર્યા પણ મોહ દૂર થયો નથી.
આ દર્શનમોહનીય છે, તેનું એક જ કામ છે, વિપરીત માન્યતાઓ કરાવવી. વિપરીત માન્યતા એટલે ઊંધી માન્યતા. એક ઇંટ ખોટી પહેલેથી મૂકાય તો આખું મકાન ખોટું બને. ઇંટ વ્યવસ્થિત મૂકાવી જોઈએ. સરવાળામાં પહેલાં ભૂલ થાય તો એ ભૂલ છેક સુધી ચાલી જ આવશે. વિપરીત માન્યતાઓને દઢ કરાવવી તે દર્શનમોહનું કામ છે. દા.ત. “શરીર તે જ હું છું, વિષયો અને ભોગોમાં સુખ છે, હિંસાથી ઘર્મ થાય છે', આ દર્શનમોહ છે. અંદર વૃત્તિઓ ઊઠશે તેને દબાવશો નહિ, તેને મુક્તપણે પસાર થવા દો, એવું માનવું તે દર્શનમોહ છે. મનુસ્મૃતિમાં મનુએ કહ્યું છે કે સાહેબ ! અગ્નિમાં કેટલું ઘી નાખવાથી અગ્નિ ઓલવાશે ? દુનિયાભરનું ઘી નાખશો તો પણ અગ્નિ નહિ ઓલવાય, અગ્નિ વધારે પ્રજ્વલિત થશે. જેમ જેમ વૃત્તિ પોષશો, તેમ તેમ પ્રજવલિત થશે. જોર કરીને વૃત્તિઓ જીતવી પડે, બળવો કરવો પડે. આ વાત તમને નહિ ગમે. તમને વૃત્તિ પોષવાની વાત ગમશે. રાતના બાર વાગ્યે ભજીયા ખાવાનું મન થાય તો ઘરવાળીને ઉઠાડે, કહે કે ભજીયાં બનાવ. આ વૃત્તિ ઊઠી છે તો પૂરી કર, પછી મન ન થાય. અમે પૂછ્યું કે વૃત્તિ શાંત થઈ ? બે દિવસ પછી પાછી ઊઠશે, અને વૃત્તિમાંથી વૃત્તિ આવશે. વૃત્તિ પોષવાથી વૃત્તિ શાંત થાય, તે વિપરીત માન્યતા છે. અત્યારે સદ્ગુરુ હોય જ નહિ, એમ કહેવુ તે વિપરીત માન્યતા. આમ વિપરીત માન્યતાઓ ઘણી છે અને તેથી તે કષાય સહિત વર્તે છે.
- વાઇરસ ઇન્સેકશન થાય એટલે તાવ આવે, માથું દુઃખે, પગ દુઃખે, ખાવાનું ન ભાવે. ઘણું બધું થાય. દર્શનમોહ પણ જબરું વાઇરસ ઇન્ફકશન છે. તેનાથી ઘણું બધું થાય. કષાયો સહિત વર્તવાનું થાય અને કષાયો આવ્યા એટલે કર્મોને આવવાના દરવાજા ખૂલી ગયા. કર્મજ ગ્રહણ થાય છે અને તે આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. સાત કર્મો ભાગ લેનારાં છે અને આઠમું મોહનીય કર્મ કરનારું છે. મોહનીયકર્મ ઉત્પાદક છે, તે કમાણી કરે છે. બાકી બધા કર્મ ભાગ લે છે. આ કંપની ખરી છે, બીજા સ્લીપીંગ પાર્ટનર. વર્કીગ પાર્ટનર તો એક જ છે અને તે મોહ. મોહ સાતે જણાને કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું તમને બોલાવી લઇશ. પરમકૃપાળુદેવે સમજીને કહ્યું હશે કે તેમાં મુખ્ય મોહનીય', આ મોહનીયકર્મ તે આઠે કર્મનું મૂળ છે. કંઈ મર્મ સમજાણો ?
બીજો ભાગ ચારિત્ર મોહનો છે. તમે આત્માને જાણ્યો, અને જગતના પદાર્થો મિથ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org