________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વગર નહિ ચાલે.
આપો આપો ને મહારાજ, અમને શિવશુખ આપો.' એમ કહેવાથી મોક્ષ નહિ મળે. જો મળતો હોત તો, તમને મળી ગયો હોત.
કર્મનાં મુખ્ય વિભાજન આઠ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આત્માનો મુખ્ય ગુણ, પ્રધાન ગુણ, ચેતના અથવા જ્ઞાન. જગતના તમામ પદાર્થોથી આત્મા જે જુદો પડે છે તેનું કારણ ? તેનો સ્વતંત્ર સ્વભાવ છે જ્ઞાન. કોણ જાણનાર છે? જે જાણી શકે છે, જેનામાં જાણવાની શકિત છે તે આત્મા છે ને બધાં જ દ્રવ્યોથી તે જુદો છે. બીજા દ્રવ્યો જાણનાર નથી અને હાજર છે તેઓ પોતાને જાણી શકતાં નથી. પુદ્ગલ એટલે જડ પદાર્થો તે પોતાને જાણતા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તેમાંથી કોઈ પદાર્થ પોતાને કે બીજાને જાણી શકતા નથી. તમામ દ્રવ્યોને અને પોતાને જાણનાર આત્મા પોતે છે. સૂર્ય આકાશમાં ઊગ્યો છે અને તમે કોઈને કહો, જો ને ભઈલા ! સૂર્ય આકાશમાં ઊગ્યો છે ? દેખાય છે? તો એ કહે કે મને ફાનસ આપો તો જોઈ આવું. તમે શું કહો એને ? ભલા માણસ સૂર્ય સ્વયં પ્રકાશિત છે તેને જોવા માટે ફાનસની શી જરૂર? તેમ આત્માનું જ્ઞાન સ્વયં પ્રકાશિત છે પોતાને પણ જાણે છે અને જગતના પદાર્થોને પણ જાણે છે.
જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન માટે ત્રણ શબ્દો છે. (૧) ચેતના એક શબ્દ, જે ચેતે છે, ચિતિ શક્તિ. (૨) જાણે છે તે જ્ઞાન અને (૩) ઉપયોગ શબ્દ. જૈન પરંપરામાં સાંપ્રદાયિક શબ્દ છે. ઉપયોગ એટલે use નહિ પણ જાણવું, આત્માનું લક્ષણ છે ઉપયોગ -જાણવું. બીજું કંઈ ન થાય તો ઠીક છે પણ મરતાં પહેલાં તમે તમને જાણી લ્યો. શાસ્ત્રોમાં કહ્યું છે જ્ઞાન, ચેતના અને ઉપયોગ એ ત્રણ શબ્દો પર્યાયવાચી છે. અગ્નિ કહો, બળતણ કહો કે ફાયર કહો. વસ્તુ એક જ પણ શબ્દો અલગ અલગ. પાણી કહો, જલ કહો કે વોટર. ભાષાનો ફરક છે. “જે ગાયો તે સઘળે એક આ એક આત્માને જ ગાયો છે. આત્માના અનંત ગુણોમાં જ્ઞાન ગુણ મુખ્ય છે. જેમ ગાડી ચલાવનાર એક, પણ બેસનારા ઘણા હોય છે પણ બધો આધાર ગાડી ચલાવનાર ઉપર હોય છે. તેમ બધા ગુણોને જણાવનાર, જાણનાર તે જ્ઞાન. એક જ્ઞાન ગુણ સ્વતંત્ર અને શુદ્ધ જ્યારે હોય ત્યારે તેનું કાર્ય શુદ્ધ હોય, પણ જ્ઞાન ગુણમાં બીજું કંઈ ભળે તો એ કાર્ય અટકી જાય.
આઠે આઠ ગુણોમાં મુખ્ય ગુણ જ્ઞાન, બીજો ગુણ દર્શન, ત્રીજો ગુણ આનંદ ચોથો ગુણ વીર્ય, પાંચમો સુખ ગુણ. હવે તમે નક્કી કરી લો કે તમારે કોઈની પાસે સુખની ભીખ માંગવાની જરૂર નથી. જરા અલંકારિક ભાષામાં કહેવું હોય તો પુલ એમ કહે છે કે તમે ભૂલ કરો છો ભાઈ ! સુખ અમારી પાસે નથી. છતાં તમે અમારી પાસે માંગો છો ! દેવચંદ્રજી મહારાજે કહ્યું કે “જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત, કયું જાણું કર્યું બની આવશે.” જડ પાસે વર્ણ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે. સુખ નથી. પુદ્ગલ પાસે સુખ નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org