________________
૭૬
પ્રવચન ક્રમાંક - ૭૪, ગાથા ક્રમાંક-૧૦૨
ગાથા ક્રમાંક - ૧૦૨
પ્રવચન ક્રમાંક - ૭૪
કર્મોનો રાજા મોહ
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) કર્મ અનંત પ્રકારનાં છે; પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીયકર્મ છે. તે મોહનીયકર્મ હણાય તેનો પાઠ કહું છું. (૧૨)
આત્માના અનંત ગુણો છે. સાકર તમે હાથમાં લો. જેટલી તમારી સમજણ તેટલું વર્ણન કરશો. ગળપણ છે. રંગે સફેદ છે, ખરબચડી છે, વજનમાં આટલી છે, ગોળ આકાર છે. વર્ણન પૂરું થયું. આ સાકરના પણ અનંતગુણો છે. સાકર તો કટકો અથવા સ્કંધ છે, તમે તેનું વિભાજન કરો, અને વિભાજન કરતા કરતા અંતિમ વિશેષ-પરમાણુ છે અને તે પરમાણુના પણ અનંત ગુણો છે. આપણી મર્યાદા છે, આપણે જોઈ શકતા નથી. કેવળજ્ઞાનના વિરાટ દર્શનમાં આખે આખું દ્રવ્ય દેખાય છે. દર્પણની સામે તમે ઊભા હો તો તમે પૂરેપૂરા દેખાશો. તમારું એક એક અંગ દર્પણમાં ઝળકે છે.
સમગ્ર વિશ્વ કેવળજ્ઞાનમાં ઝળકે છે. કેવળજ્ઞાની જાણવાની કોશિશ કરતા નથી, જાણવા માટે એ રાહ જોતા નથી, પણ જણાઈ જાય છે. જાણવું તે આપણી અવસ્થા છે અને જણાઈ જવું તે શેયની અવસ્થા છે. એમ કહેવાય છે કે કેવળજ્ઞાનમાં સમગ્ર વિશ્વ ઝળકે છે. પરંતુ એ ઝળક્યું અને તેમાં જણાઈ જવાની શક્તિ હતી ત્યારે જ્ઞાને તેને જોયું. ઓહો ! આત્મામાં આવી અનંત શક્તિઓ છે. પુદ્ગલમાં પણ અનંતી શક્તિ છે. પુદ્ગલનો અંતિમ ભાગ પરમાણુ, તેમાં પણ અનંતી શકિત છે. દરેક પરમાણુ સ્વયં સ્વતંત્ર છે, સ્વાવલંબી છે, સ્વાધીન છે, તેને કોઈની અપેક્ષા નથી.
આત્માના “અનંત’ ગુણો છે, બધા જ ગુણોને કર્મ આવરણ કરે છે. એક પીપમાં સો જુદી જુદી વસ્તુઓ મૂકી હોય, ઉપર ઢાંકણું ઢાંકી દો. તો કેટલી વસ્તુ ઢંકાણી? સો એ સો, કેમ કે તે બધી વસ્તુઓ સાથે મૂકી છે, તેમ આત્માના અનંત ગુણો આત્મામાં સાથે રહેલા છે, તેથી તે આત્માના અનંતગુણો ઉપર કર્મોનું આવરણ આવે છે. અંદરમાં જે પ્રકારે આપણો ભાવ થાય છે તે પ્રકારે કર્મનો બંધ થાય છે અને ભાવના ભેદ પણ અનંત છે. અસંખ્ય પ્રકારનો ક્રોધ, પણ શાસ્ત્રમાં આમ વિભાજન છે – અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજવલન ક્રોધ. સંજવલન જે ક્રોધ છે તે સો વ્યકિતઓ કરતી હોય, પણ તેમાં અલગ અલગ પ્રકારનો ક્રોધ છે. એક સરખો નથી. ભાવના અનંત પ્રકારો છે, અનંત પ્રકારના ભાવ હોવાના કારણે જે કર્મનો બંધ થાય છે તે કર્મના પ્રકાર પણ અનંત છે. મોક્ષ મેળવવા તમારે આ સમજવું જ પડશે. મોક્ષ મેળવવો હોય, કર્મોથી છૂટવું હોય તો આ બધું જાણ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org