________________
૨ ૨૬
પ્રવચન ક્રમાંક - ૯૧, ગાથા ક્યાંક-૧૧૫-૧ શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. (૧૧૭) આ ગાથાની પ્રસ્તાવના ૧૧પમી ગાથામાં છે. સ્વલક્ષણ તે પોતાનું લક્ષણ. શાસ્ત્રોના અધ્યયન દ્વારા, સદ્ગુરુની કૃપા દ્વારા, સત્સંગ દ્વારા સાધક પોતે સ્વલક્ષણથી નિશ્ચય કરે છે. પછી તેનું અવલંબન કરે છે. જાણે છે, તે આત્માના અવલંબનથી દેહ અને આત્માની એકતા દૂર કરે છે. આજે પણ દેહ અને આત્મા જુદાં જ છે. દેહ અને આત્મા એક હોત તો મરતી વખતે આત્મા જુદો પડ્યો ન હોત. અત્યારે તમે બેઠા છો તે વખતે પણ દેહ અને આત્મા જુદા છે એમ વિચારી એકતા દૂર કરો અને આ એકતા દૂર થાય તો સર્વથી પોતે જુદો છે તેમ આત્માને અનુભવો. તમામ દ્રવ્યો અને જડ પદાર્થોથી આત્મા ભિન્ન છે એવો અનુભવ કરે તો અજ્ઞાનના કારણે જે રાગદ્વેષ થતા હતા, તે રાગદ્વેષ થાય નહિ. ઘણાં લોકો કહે છે કે રાગદ્વેષ કરવા નથી પણ થઈ જાય છે, પણ એવું નથી, ભ્રમ છે, અજ્ઞાન છે માટે થઈ જાય છે. સ્વલક્ષણ નક્કી થયું નથી માટે થાય છે. “નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છેની નિહારો' પ્રજ્ઞારૂપી છીણીથી બંનેને જુદા પાડો. સમયસારજીમાં કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે જ્યાં જડ અને ચેતનની સાંધ છે તે સાંધ ઉપર પ્રજ્ઞા છીણીને મૂકો. સાંધ માન્યતામાં છે, સાંધ બુદ્ધિમાં છે, એ માન્યતા ઉપર પ્રજ્ઞા છીણી મૂકો. મૂક્યાં પછી એ છીણી બે ભાગ પાડશે. તેમાંથી તારું સ્વલક્ષણ નક્કી કરી તું સમજી લે કે તું ચૈતન્યમૂર્તિ આત્મા છો. આવી પ્રક્રિયા દ્વારા તું તારો દેહાધ્યાસ ટાળ. બીજી રીતે નહિ ટળે. આ દેહાધ્યાસ છૂટે તો શું થાય?
જો અજ્ઞાન ગયું અને આ ઘટના ઘટી તો દેહ અને આત્મા વચ્ચેની એકતા દૂર થઈ. ભેદજ્ઞાન થયું અને અજ્ઞાન ગયું. અજ્ઞાન હતું માટે રાગદ્વેષ થતાં હતાં. રાગદ્વેષ હતા માટે કર્મો કરતો હતો. હવે અજ્ઞાન ગયું, રાગદ્વેષ પણ ગયાં અને “નહિ કર્તા તું કર્મ' હવે તું કર્મનો કર્તા બની શકીશ નહિ. તમે હશો પણ કર્મના કર્તા નહિ હો. બહુ અદ્ભુત વાત કરી. આ જ્ઞાનીની અવસ્થાદશા છે. જ્ઞાની દેહમાં છે, જીવંત છે અને કર્મ કરતા જગતને દેખાય પણ છે છતાં પણ જ્ઞાની કર્મ કરતો નથી, કારણ કે તેનામાં કર્તાભાવ નથી. કર્તાભાવ અજ્ઞાનના કારણે છે. અજ્ઞાન નથી તો કર્તાભાવ નથી અને તેથી રાગદ્વેષ નથી. તો “નહિ કર્તા તું કર્મ' તું કર્મનો કર્તા મટી જઇશ. | સર્વ કર્મનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય. સર્વ કર્મના ક્ષય માટે બીજી વાત કરી. એક બાજુ કર્મનું કારખાનું ચાલુ અને બીજી બાજુ સર્વકર્મના ક્ષયની વાત કરે તો મેળ કયાંથી પડે ? કારખાનું બંધ કરવું હોય, નવા કર્મોને આવતાં અટકાવવા હોય તો અજ્ઞાનને દૂર કરવું પડે. અજ્ઞાન દેહાધ્યાસ છૂટે ત્યારે દૂર થાય. અને “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ બહુ સરસ લીંક આપી છે. જેને સાધના કરવી છે તેના માટે દીવા જેવો માર્ગ બતાવ્યો છે. ધોળે દિવસે આંખ મીંચીને ચાલો તેવો રસ્તો છે. તારે એક વાત સમજવી પડશે. દેહાધ્યાસ છૂટયા પછી નવા કર્મોનો કર્તા થતો નથી પણ જૂના બાંધેલા કર્મોનું શું? એ પણ તારી સાથે છે. એ કર્મો ઉદયમાં આવવાનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org