________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૨૫ એ પરમતત્વને ઘૂંટતા ઘૂંટતાં એ જ્ઞાનમાં પરમ તત્ત્વ પ્રગટ થઈ જાય, જણાય. પતંજલિએ કહ્યું કે “જ્ઞાતિમાહ્ય” પ્રજ્ઞાના મહેલ ઉપર ઊભા રહીને અમે પરમતત્ત્વના સાક્ષાત્ દર્શન કરીએ છીએ. જેમ દૂધ ઘૂંટાતુ ઘૂંટાતું બાસુંદી થઈ જાય તેમ બુદ્ધિ શ્રદ્ધાપૂર્વક અભ્યાસપૂર્વક સદ્ગુરુની આજ્ઞાપૂર્વક, તાપૂર્વક, ચિંતન, મનન અને મંથનપૂર્વક અનુપ્રેક્ષાપૂર્વક ઘૂંટાતી ઘૂંટાતી પ્રજ્ઞા બને છે. એ પ્રજ્ઞા આત્માને અનુભવી શકે છે. આંખો મીંચો પણ આત્મા દેખાશે નહિ. અંધારુ દેખાશે. આત્મા દેખાય છે તેમ કહો તો તે ભ્રમ છે. બધા ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. આ ગાથામાં પરમકૃપાળુદેવે જ શબ્દ વાપર્યો છે અમારો અભિપ્રાય અમે કદી પણ હઠપૂર્વક, આગ્રહપૂર્વક, કદાગ્રહપૂર્વક કહ્યો નથી. આ અમારી માન્યતા છે, અમે માનીએ છીએ એ રીતે અમે કંઈ કીધું નથી કે બોલ્યા નથી પરંતુ આ અમે જે કહીએ છીએ તે પારમાર્થિક સત્ય છે, માટે અમે જ શબ્દ વાપરીએ છીએ. સમજવા કોશિશ કરજો અને આ લક્ષણ હંમેશા વિચારવું કે જે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ. સીધી જ વાત છે.
નિશ્ચય લક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેની નિહારો, તસ છેની મધ્યપાતી દુવિધા, કરે જડ ચેતન ફારો તસ છેની કર ગહીએ જો ધન, સો તુમ સોહં ધારો, સોહં જાણી દટો તુમ મોહં, વે હૈ સમકો વારો
ચેતન ઐસા જ્ઞાન વિચારો. બે જ કડીઓ છે પણ તેમાં આખી પદ્ધતિ છે. તમે ઘણી વખત પૂછો છો કે અમારે શું કરવું? લો, આ કરવું. ઘણા કહે છે કે અમે નક્કી નથી કર્યું પણ પૂછી રાખીએ. આપણે નિર્ણય કરી શકતા નથી, એ આપણી ખામી છે. ચેતન ઐસા જ્ઞાન વિચારો ! સોહં સોહ સોહં સોહ, સોહં અણુ ન બિયાસારો. જાતજાતના વિચારો કરીએ છીએ. આ અણુ છે, પરમાણુ છે તેમાંથી એટમબોમ્બ થાય. તેમ આ બીજ છે, તેમાંથી વૃક્ષ થાય. તો ચારેબાજુથી સાધક નિશ્ચય કરે. બુદ્ધિ, શ્રદ્ધા, સત્સંગ, સશાસ્ત્ર, સદ્ગુરુ, શ્રવણ, ચિંતન, મનન, અનુપ્રેક્ષા આટલાં બધાં પરિબળો દ્વારા સાધક સમ્યક પ્રકારે તત્ત્વનો નિશ્ચય કરે. તમારે નિશ્ચય કરવાનો કે જાણે છે તે આત્મા અને નથી જાણતો તે દેહ. બે શબ્દો જડ અને ચેતન બને જુદાં છે. આ નિશ્ચય આપી દીધો અને તેમાંથી સ્વ લક્ષણ જાણી જુદો તારવી લેવાનો. સો બેગો એરપોર્ટ ઉપર આવી હોય. પાટા ઉપર ફરતી હોય તેમાંથી તમારી બેગ તારવી લ્યો છો ને ? તેમ સ્વ લક્ષણ જાણી લ્યો. કારણ ખબર છે. કોઇએ લાલ રીબન, કોઇએ પીળી રીબન બાંધી હોય તે સ્વ લક્ષણ. આ આટલી નાનકડી ઘટના માટે આટલા બધા શાસ્ત્રો છે. સ્વલક્ષણ નક્કી કરી તેનું અવલંબન લેવાનું. હું જાણનાર, હું જાણનાર, જાણે છે તે આત્મા, જાણે છે તે આત્મા. એ અવલંબન અને એમાં નક્કી થાય કે હું ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. આગળ ગાથા આવવાની છે કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org