________________
૨ ૨૪
પ્રવચન ક્રમાંક - ૯૧, ગાથા ક્રમાંક-૧૧૫-૧ બહારથી ઘસારો આપવાની જરૂર છે. એ જ્ઞાન સંપૂર્ણપણે પરિપૂર્ણ ખીલી શકે છે. તેના માટે શબ્દ આપ્યો છે કેવળજ્ઞાન અને બીજો શબ્દ છે અનંતજ્ઞાન. ચૌદ રાજલોકમાં જાણવા લાયક જે જે બધા પદાર્થો રહેલા છે, તે તમામ પદાર્થો જે જ્ઞાનમાં સહજ રીતે વિના મહેનતે વિના પ્રયાસે એક સમયમાં, એક સાથે જણાય એવું જ્ઞાન તે કેવળજ્ઞાન અથવા અનંતજ્ઞાન. જાણવાનો પ્રયત્ન કરવો ન પડે પણ જણાઈ જાય. એક અરીસો છે તેની સામે તમે જાઓ તો તમે દેખાઓ છો તમારે કે અરીસાને તેમાં મહેનત કરવી પડતી નથી. અરીસાનો સ્વભાવ છે કે જે વસ્તુ સામે આવે છે તેમાં ઝળકી ઊઠે. પથ્થર કે આરસમાં નહિ ઝળકે પણ અરીસામાં ઝળકશો. દર્પણનો સ્વભાવ છે કે તેની સામે તમે છૂપાં રહી શકતાં નથી. તેમ જ્ઞાનનો પણ સ્વભાવ છે કે કોઈપણ દ્રવ્ય કે પરમાણુ તેની સામે ઝળકયા વગર રહી શકતું નથી. એવું કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે, તે કયારે થતું હશે? જો તે વીતરાગ હોય તો, વીતરાગતા + અનંત જ્ઞાન, તેનો ટોટલ સરવાળો જેનામાં થયો છે તેવો સર્વજ્ઞ પુરુષ જે પ્રરૂપણા કરે તે શુદ્ધ પ્રરૂપણા હોય. એમને જોવાનું નથી કે વાર્તાઓ વાંચવાની નથી. આંખ વગર સત્ય જેવું છે તેવું જોઈ રહ્યાં છે. “બિના નયનકી બાત' અમે જે વાત કરવાના છીએ તે બિના નયનકી બાત છે. આવી શુદ્ધ પ્રરૂપણા કરનારથી અધ્યાત્મ, સત, સત્ય, સનાતન સત્ , છૂપું નથી, છાનું નથી. તેઓ સત્ય જેવું હશે તેવું જ કહેશે. આ એક વાત થઈ.
સર્વજ્ઞ પુરુષો દર વખતે હાજર હોય તેવું ન બને પરંતુ સાધના કરતાં કરતાં, સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં જેમણે આત્માનું ઘોલન કર્યું છે, જેમણે વીતરાગ પરમાત્માની આજ્ઞાનું અખંડપણે પાલન કરેલ છે, સર્વ પ્રકારનાં અવિરતિના પરિણામથી જેઓ વિરામ પામ્યા છે અને નિરંતર ધ્યાન સાધના કરીને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને આધીનતા જેમણે પ્રાપ્ત કરી છે એવી સમર્પિત ચેતનાઓ પોતાની મેળે નહિ પણ સર્વજ્ઞ ભગવાને જે કંઈ પણ કહ્યું છે તે રીતે યથાર્થપણે જાણીને, કોઈપણ જાતના આગ્રહ કે કદાગ્રહ વગર તેમનાં જ માધ્યમ બનીને, જે કંઈ વાત કરે તે બીજી પ્રરૂપણા થઈ. આ જગતમાં આવી પ્રરૂપણા કરનાર જો હોય તો ધર્મના નામે આટલાં મતભેદો ન હોય. ચાલો, એ આપણા હાથની વાત નથી. મતભેદો છે તે મતભેદો જગત ટાળી નહિ શકે, પણ વ્યકિત ટાળી શકશે. આપણે પોતે તે મતભેદો ટાળીએ તો ધર્મનો મર્મ જે છે તેને સમજી શકીએ. પરમકૃપાળુદેવ ધર્મના મર્મની વાત કરે છે.
આ ગાથાની મહત્ત્વની ત્રણ પ્રક્રિયાઓ જે છે તેને જોઈ જઈએ. પહેલો નિર્ણય – જાણે છે તે આત્મા. દ્રવ્ય ગુણ પર્યાય વિગેરે બીજી કંઈ પણ ખબર પડતી નથી. આટલી જ વાત, જાણે છે તે આત્મા’ અને નથી જાણતો તે દેહ. આનો અર્થ એવો થયો કે જાણનારો જે જાણે છે તે આત્મા, તે આત્મા, જે નથી જાણતો એવા દેહમાં રહે છે. ખૂબીની વાત તો એ છે કે જાણે છે તે આત્મા, નથી જાણતો તેવા દેહમાં વસ્યો છે. દેહ કંઈ જ જાણતો નથી. જાણનાર આત્મા અને નથી જાણતો તે જડ દેહ. એ બન્નેને જુદાં પાડવાં તેનું નામ સાધનાની પ્રક્રિયા. આના માટે શાસ્ત્રમાં પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે. જે બુદ્ધિ છે, જે ક્ષયોપશમ રૂપ જ્ઞાન છે તેનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org