________________
૩૫૪
પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭
પ્રવચન ક્રમાંક - ૧૦૮
ગાથા ક્રમાંક - ૧૩૭ જ્ઞાનથી છૂટે મોહ
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ દ્ર(૧૩૭) ટીકા - મુખથી નિશ્ચયમુખ્ય વચનો કહે છે, પણ અંતરથી પોતાને જ મોહ છૂટયો નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. (૧૩૭).
ઉપસંહારની ગાથાઓમાં પરમકૃપાળુદેવે જૈનદર્શનના માર્મિક સિદ્ધાંતો અલોકિક રીતે મૂકયા છે. આ સિદ્ધાંતો સમજ્યા વગર, સમ્યક્ પ્રકારની સાધના થઈ શકશે નહિ.
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો,
અબ કયોં ન બિચારત છે મનસે, કછુ ઓર રહા ઉન સાઘનસે; આથી જબરી શિખામણ બીજી કોઇ હોઈ શકે નહિ. તમે કંઈ કર્યું નથી તેમ નથી પણ જે કંઈ પણ કર્યું છે તેનું પરિણામ હાથ લાગ્યું નથી. ચાલ્યા ખરા પણ ગામ ન આવ્યું ! દળ્યું ખરું પણ લોટ ન મળ્યો. કારણ કે “આંધળી દળે અને વાછરડું ચાટે' આપણી પણ હાલત એવી કંઈક થઈ છે. અનંતકાળના પરિભ્રમણમાં તપ, જપ, અનુષ્ઠાન, નવ તત્ત્વોનો અભ્યાસ, આચાર્યપણું વગેરે કર્યું. સાહેબ ! ઓછું નથી કર્યું, પણ પરિણામ નથી આવ્યું. કંઈક બાકી રહી જાય છે. તેના તરફ કૃપાળુદેવ ધ્યાન દોરે છે. ધ્યાન આપો તો ધ્યાન દોરે, પણ ધ્યાન આપો તો ને ?
મૌલિક સૂત્રો સમજી લેવા જેવા છે. આગળની ગાથાની પુનરાવૃત્તિ કરી લઈએ. અંબાલાલ ભાઇએ સંક્ષિપ્ત ટીકા લખી છે અને આ ટીકા પરમકૃપાળુદેવની નજર તળે નીકળી ગઈ છે, એટલે સત્ય જ ગણાય. સદ્ગુરુ આજ્ઞા, જિનદશા, છ આવશ્યક, તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, જિનબિંબ, જિનાગમ આ બધા આત્મસાધનાના નિમિત્ત કારણ છે. લાકડામાં અગ્નિ છે, તો લાકડાને સામે રાખી જોયા જ કરો તો લાખ વર્ષે પણ અગ્નિ પ્રગટ નહિ થાય. ત્યાં ઘસારો જોઇશે. ઘસારો આપશો તો લાકડામાંથી છૂપાયેલો અગ્નિ પ્રગટ થશે. આ અગ્નિનું હોવું તે ઉપાદાન કારણ અને ઘસારો આપવો તે નિમિત્ત કારણ. બીજ પડ્યું છે પણ ખીલ્યું નથી કારણ કે ખેતરમાં વાવ્યું નથી. ઉપાદાન કારણ છે બીજ અને ખેતર, ખેડૂત, પાણી તે નિમિત્ત કારણો છે. નિમિત્ત કારણ અનુકૂળ મળવું જોઈએ તે મહત્ત્વની વાત છે. બીજને ખીલવવા તમે ગ્રેનાઈટ વાપરશો તો તેના ઉપર નહિ ખીલે. લાખો રૂપિયા હોય અને રણમાં ભૂલા પડ્યા હો, તરસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org