________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૫૫ લાગી હોય, પ્રાણ કંઠે આવ્યા હોય, લાખો રૂપિયા મારી પાસે છે, તેવો ફાંકો હોય પરંતુ એક ઠંડા પાણીનો ગ્લાસ નહિ મળે તો લાખો રૂપિયા જશે અને મોતના મુખમાં પણ જવું પડશે, અહીં લાખો રૂપિયા કરતાં પાણીનો ગ્લાસ વધારે કિંમતી છે. એ સમયસર મળવો જોઈએ. માટી પડી છે પણ ચાકડો જોઈએ. દંડ, કુંભાર પણ જોઈએ તો ઘડો બને. તેમ આત્મા છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે ઉપાદાન કારણ છે પણ તે સફળ થયું નથી. કેમ ? તો નિમિત્ત કારણ મળ્યું નથી. નિમિત્ત કારણ મળ્યા સિવાય કાર્ય થયું નથી. પરાણે પરાણે નિશ્ચયનયમાં નિમિત્તનો સ્વીકાર કરવામાં આવે છે. નિમિત્ત હાજર હોય જ. વસ્તુ તત્ત્વ છે, તે અસર કર્યા વગર રહેતું નથી. દેવચંદ્રજી મહારાજે એક શબ્દ વાપર્યો. પુષ્ટાલંબન. પુષ્ટ એટલે મજબૂત અને આલંબન એટલે ટેકો આપનાર આધાર. અમે આત્મા છીએ તે ઉપાદાન કારણ છે. જ્ઞાન દર્શન ચારિત્ર અમારું સ્વરૂપ છે, અમારે બહારના કોઈ અવલંબન-સાધનની જરૂર નથી, એમ કહી નિમિત્ત કારણનો જો ત્યાગ કરે તો સિદ્ધપણાને પામી શકશે નહિ, ઘટના નહિ ઘટે, કાર્ય નહિ થાય, અવસ્થા પ્રાપ્ત નહિ થાય અને ભ્રાંતિમાં રહે, “પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત'. સિદ્ધત્વને પામી શકતો નથી અને ભ્રાંતિમાં જ સ્થિત થઈ જાય છે. આવી ભ્રાંતિ જેને થઈ છે તેને સમજાવવો ઘણો જ મુશ્કેલ છે. એક ભાઈ કહે કે મારા પેટમાં આંતરડા છે જ નહીં. કેટલા વર્ષથી આવું થયું છે ? વીશ વર્ષથી, ખાવ તો કેવી રીતે પચે ? એ જ ખૂબીની વાત છે. ડોકટરો કહે છે કે આંતરડા છે પણ હું માનતો નથી, આ ભ્રાંતિ. અજ્ઞાન દૂર થાય પણ ભ્રાંતિ દૂર ન થાય. અજ્ઞાન અણસમજણ છે, ભ્રાંતિ ભ્રમણા છે. એક વાણિયો બડાઈ કરતો હતો કે મને રાત્રે બાર વાગે પણ સ્મશાનમાં જવું હોય તો ડર ન લાગે. થોડા મિત્રો ભેગા મળ્યા અને તેમને કહ્યું કે તમે રાત્રે બાર વાગે જઈ એક ખીલો ખોડી આવો. અમે સવારે જઈને જોઈ આવશે તો તે કહે કે ભલે. ગયો તો ખરો ખીલો હથોડો લઈને પણ ખીલો ખોડવા ગયો ત્યારે ખીલા નીચે તેનું ધોતિયું આવી ગયું. જેવો ઊભો થયો કે પકડાઈ ગયો. ઊભો ન થઈ શકે. તેને થયું કે ભૂત લાગે છે. બૂમાબૂમ કરી મૂકી કે હું પકડાઈ ગયો છું, બચાવો. બહાર મિત્રો ઊભા હતા, તેમને થયું આ વાણિયો ડંફાસ મારે છે, આ ભૂતની ભ્રાંતિ છે. ભ્રમણા ભાંગ્યા વગર કામ નહિ થાય. સદ્ગુરુ મળે છે તે આપણી બધી ભ્રમણાઓ દૂર કરે છે. ભ્રમણાઓ વધારે તે સદ્ગુરુ નહિ. અસદ્ગુરુ ઉપાધિ વધારે છે. જૂની સો ભ્રમણાઓમાં પાંચનો ઉમરો કરે છે. અખાએ કહ્યું કે જ્ઞાન પાશેર હતું , બોલતો થયો એટલે અચ્છેર થયું, ગુરુ થયો એટલે પોણો શેર થયું, સદ્ગુરુ થયો એટલે બંધ થઈ ગયું – આ ભ્રમણા.
નિમિત્ત કારણ ઉપાદાન કારણમાં કારણત્વને જગાડીને ઉપાદાનમાં સિદ્ધત્વનું છે કારણ થવું જોઈએ તે કારણત્વમાં સહાયક બને છે. નિમિત્ત કારણનું આટલું જ કામ છે. પછી તે તમારી સાથે રહેતું નથી. જેમ ઘડો બન્યા પછી બજારમાં વેચવા મુકાયો અને તમે તેને ઘેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org