________________
૩પ૬
પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્રમાંક-૧૩૭ લઈ આવ્યા તો કુંભાર સાથે આવે ? દંડ અને ચાકડો ભેગો આવે ? ના, ઘડો બનતો હોય ત્યારે તે બધાની હાજરી જરૂરી છે, પછી તેઓ સાથે આવતાં નથી. ઉપાદાન કારણમાં (આત્મામાં) કાર્ય થઈ જાય પછી સદ્ગુરુ સાથે આવતા નથી. કોઈ બાહ્ય કારણો પણ સાથે આવતાં નથી, પણ જ્યારે કાર્ય થાય ત્યારે તેમની હાજરી અનિવાર્ય છે. સાચા નિમિત્તનો નિષેધ કરવા માટે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રોમાં કહી નથી. ઉપાદાન કારણ અજાગૃત છે. તે હોવા છતાં કામ થતું નથી, વિકાસ થતો નથી અને બનાવ બનતો નથી, સિદ્ધત્વ પ્રગટ થતું નથી. કેમ કે કોઈ નિમિત્ત મળ્યું નથી અને નહિ મળે ત્યાં સુધી કામ નહિ થાય. સાચું નિમિત્ત મળ્યા પછી નિમિત્તને અવલંબીને ઉપાદાનને સન્મુખ થવું અને પુરુષાર્થ કરવો, એ કરવાથી સિદ્ધત્વ પ્રગટ થાય. તમને થશે કે શું કરવા આ કહો છો, સરળ રસ્તો બતાવો ને ? સો માળા ગણી લે તો કામ થઈ જશે. આ જે પંડિગ રાખ્યું ને તેનું આ પરિણામ આવ્યું. સિદ્ધાંતને જાણ્યા વગર સાધના નહિ થાય. સિદ્ધાંતો જાણવા પડશે, તો ઉપાદાન કારણ આત્મામાં કાર્ય થાય છે. સિદ્ધત્વ આત્મામાં છે. સિદ્ધત્વનું કાર્ય થાય તેના પહેલા આત્મા છે અને કાર્ય થઈ ગયા પછી પણ આત્મા છે. નિમિત્ત કારણ અહીંયા છે. અનંત સિદ્ધો સિદ્ધશીલા પર ગયા છે, ત્યાં જિનબિંબ છે? સદ્ગુરુ છે ? તપ જપ વ્રત અનુષ્ઠાન છે? ના. એ બધાં ગયાં. કારણો અહીં છે પણ તે કારણો વગર કામ ન થાત. એ કામ થયું એટલે ગયાં. કામ થયા પહેલાં તમે ના પાડો કે અમારે જરૂર નથી તો કામ નહિ થાય. લાકડામાં અગ્નિ છે. ઘસારો આપો, તેમાં પેટ્રોલ નાખો, દીવાસળીથી સળગાવો તો અગ્નિ પ્રગટ થશે. પહેલાં આ બધાની ના પાડો તો કાષ્ટમાં અગ્નિ પ્રગટશે નહિ. પુરુષાર્થ રહિત ન થવું અને અનુકૂળ નિમિત્ત પ્રાપ્ત કરીને ઉપાદાન કારણમાં રહેલી કારણતા પ્રગટ કરવી અને કારણતા પ્રગટ કરીને, ઉપાદાનમાં રહેલ મૂળભૂત શક્તિઓનો આવિર્ભાવ કરવો એ કામ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને સાથે મળે ત્યારે થાય. સાધનો સાધનોની જગ્યાએ મહત્ત્વનાં છે.
કોઇપણ ડોકટર એમ.એસ. સર્જન હોય, દુનિયામાં પ્રખ્યાત હોય, તેની બધે નામના હોય તે એમ કહેશે કે મારે સાધનોની જરૂર નથી ? ઓપરેશન માટે જે પ્રકારનાં સાધનો જોઈએ તે તો જોઈએ જ. કોઈ ચપ્પ કે છરી કામ ન લાગે. નિષ્ણાત ડટર હોવા છતાં તેને ઓપરેશન કરવા અમુક પ્રકારનાં જ સાધનો જોઈએ. ઓપરેશન કર્યા પછી સાધનો તેની જગ્યાએ અને દર્દી તેની જગ્યાએ. ડોકટર તે બધાં સાધનો ભેગા કરી ખોળે બંધાવતા નથી કે આ સાધનો પણ લેતા જાવ. સર્જન ડોકટરમાં ઓપરેશન કરવાની ક્ષમતા છે તેમ આત્મામાં સિદ્ધત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા છે પણ તે પ્રાપ્ત કરવા બે અનુકૂળ કારણો મુખ્યત્વે કહ્યા, સદ્ગુરુ આજ્ઞા અને જિનદશા. બધા કારણો આમાં સમાઈ જાય છે. વીતરાગ દશાનો વારંવાર વિચાર કરવાથી વીતરાગ દશા પ્રાપ્ત થાય છે.
“જો નર નિશદિન જાય વિચારત, વો નર હોવે વહી સ્વરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org