________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩પ૭ તમે વીતરાગતાનો વિચાર કરશો તો તમને વીતરાગતા પ્રાપ્ત થશે. આવી જિનદશા અને સદ્ગુરુ આજ્ઞા બંને નિમિત્ત કારણોથી ઉપાદાન કારણમાં કારણતા પ્રગટ થાય છે.
૧૩૬મી ગાથાની પુનરાવૃત્તિ કરીને હવે ૧૩૭મી ગાથાની શરૂઆત કરીએ છીએ. કઠોરમાં કઠોર વાત જ્ઞાની પુરુષો મધુર ભાષામાં કહે છે, આપણા લમણે ફટકો માર્યો છે. તમે વ્યવહારમાં બોલો છો ને કે ઉઘડો લીધો. અહીં જ્ઞાની થઈને બેઠેલાનો ૧૩૭ મી ગાથામાં ઉધડો લીધો છે. માફ કરજો, અહીં ઘણા જ્ઞાનીઓ હશે ? અહીં એમ કહે છે કે જ્ઞાન આવીને કરે શું? ફકત ચર્ચા કરે ? હજારો માણસો ભેગાં થાય અને પોતે પ્રવચન આપે, ભાષણ કરે, બધા કહેશે વાહ વાહ ! ગુરુ મહારાજ કેવું સરસ બોલ્યા ? જે બોલ્યા તે, પણ તને શું ફાયદો થયો ? શાસ્ત્રો કહે છે, જ્ઞાન આવીને શું કાર્ય કરે છે, તે સમજી લો. સૂર્ય આવે તો અંધકાર દૂર થાય, બિલાડી આવે એટલે ઉંદરો પલાયન થાય, ભોરીંગ નાગ ચંદનના વૃક્ષને વળગી રહ્યા હોય પણ ગરૂડ આવે એટલે ચૂપચાપ ચાલ્યા જાય, જ્ઞાન આવીને કરે શું ?
જ્ઞાનકળા ઘટવાસી, જાકું જ્ઞાનકળા ઘટવાસી, તન ધન સ્નેહ રહ્યો નહિ વાકું, ક્ષણમાં ભયો રે ઉદાસી, હું અવિનાશી ભાવ જગતને, નિશ્ચય સબ હિ વિનાશી !
એસી ઘાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી, મેં મેરા એ મોહ જનિત જસ, એસી બુદ્ધિ પ્રકાશી, તે નિસંગ પગ મોહ સીસ દે, નિશે શિવપુર જાસિ,
જ્ઞાન કળા ઘટ ભાસી, જાકું જ્ઞાનકળા ઘટ વાસી. ચિદાનંદજી મહારાજ બોલ્યા છે. સૂર્યની હજાર કળા છે. તેમાંથી એક કળા પ્રગટ થાય તો ધરતી ઉપરથી અંધકાર દૂર થઈ જાય. તેવી રીતે જ્ઞાનની પણ હજારો કળા છે તેમાંથી એક કળા પણ પ્રગટ થાય તો જ્ઞાનીમાં મોહ કે અજ્ઞાન રહેતાં નથી. મોહ અને જ્ઞાન બન્ને સાથે રહી શકતાં નથી, બારમો ચંદ્રમા. વર કન્યાની કુંડળી મેળવે ત્યારે જ્યોતિષી કહેતો હોય છે કે મેળ નહિ પડે, બંનેને બારમે ચંદ્રમા છે. જ્ઞાન અને મોહને મેળ પડતો નથી. કાં તો જ્ઞાન હશે, કાં તો મોહ હશે. જ્ઞાન આવતાની સાથે જ એટલે કે જ્ઞાન આવ્યું નથી કે મોહ ગયો નથી. લોકો આશ્વાસન આપે છે કે તે ધીરે ધીરે જશે પરંતુ ધીરે ધીરે જાય તે જ્ઞાનનું કામ નથી. સમયસારજીમાં કહ્યું છે કે સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થયું તેનામાં એક પરમ વૈરાગ્યની શકિત અને બીજી સમ્યજ્ઞાનની પ્રચંડ શકિત છે. સંસાર સંબંધમાં કોઈ વિકલ્પ તેનામાં ન ઊઠે આ વૈરાગ્યની શક્તિ છે. જગતનાં પદાર્થો ખુલ્લી આંખે જોવા છતાં તેના પ્રત્યે આકર્ષણ ન થાય એ વૈરાગ્યની શકિત છે. દુઃખનાં ડુંગરા તૂટી પડ્યાં હોય છતાં મૂંઝાય નહિ એ વૈરાગ્યની શક્તિ છે. સુખની છોળો ઊછળતી હોય અને તેમાં ડૂબે નહિ તે વૈરાગ્યની શકિત છે. “રજકણ કે રૂદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.” આ તે કેવી ઘટના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org