________________
૩૫૮
પ્રવચન ક્રમાંક - ૧૦૮, ગાથા ક્યાંક-૧૩૭ કે એક બાજુ માટીનું ઢેકું પડ્યું હોય અને બીજી બાજું સાડા સાત કરોડ પાઉન્ડનો કોહીનુર હીરો પડ્યો હોય, જોનારને બન્નેમાં ફેર લાગે, પણ જેનામાં વૈરાગ્યની શકિત છે તેને બે સરખાં દેખાય છે. હું વારે વારે કહું છું કે ચડેલું મોં રાખવું તે વૈરાગ્ય નથી. ઘણા લોકોનું મોં ચડેલું હોય છે. પૂછીએ કે શું થયું? તો કહે વૈરાગ્ય આવી ગયો છે. ભોગ લાગ્યા, આ વેરાગ્ય? વૈરાગ્ય તો જીવનમાં પ્રસન્નતા લાવે, આનંદ લાવે, ગીત પ્રગટે, પગમાં ઝાંઝર બાંધી એ નૃત્ય કરે, ખીલેલા ફૂલ જેવો હોય, પૂર્ણિમાના ચંદ્ર જેવો હોય, વૈરાગ્ય થયો છે ને? જગતના પદાર્થો સામે હોવા છતાં નજર જતી નથી. આંધળો નથી એ, પણ તેનું તેને મૂલ્ય કે મહત્ત્વ નથી. છ ખંડની સંપત્તિ પ્રાપ્ત થવા છતાં જેને આકર્ષણ થતું નથી. સાહેબ ! મશીનગનની તાકાત કરતાં આની તાકાત વધારે છે. એના કારણે જગતના પદાર્થોનો વિકલ્પ તૂટી જાય છે. વસ્તુનો વિલ્પ રહેતો નથી, વૈરાગ્ય આ કામ કરે છે. જ્ઞાન જે છે તે સ્વરૂપને છોડીને કયાંય બહાર જતું નથી. જ્ઞાન પોતાના સ્વરૂપમાં જ રહે છે. સ્વરૂપમાં જ ઠરે છે.
નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહીએ આપ સુહાવો,
ચેતન શુદ્ધાતમકુ ધ્યાવો. આવી અવસ્થા પ્રાપ્ત થઈ જાય માટે જ્ઞાનીઓનો ઉધડો આ ૧૩૭મી ગાથામાં લીધો છે જે તમે ને હું ન લઈ શકીએ, પરમકૃપાળુદેવ જ લઈ શકે. તમે કોઈને કહો કે તમારા જેવું કોઈ જ્ઞાની નથી તો તેને ગમશે, પણ એમ કહો કે બોલો છો ઘણું પણ ઠેકાણું નથી તો ગમશે એને ? ન ગમે, સત્ય હંમેશા કડવું જ લાગે. ખલીલ જીબ્રાન કહેતા હતા કે સાચું બોલશો તો લોકો ભેગા થઈ ફાંસીએ ચડાવશે.
“મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટયો ન મોહ.' મોઢેથી તો જ્ઞાનની વાતો કરે છે. નિશ્ચયનયના વચનો જ બોલે છે. કોણ બંધાણું છે? અને કોણ બાંધે છે? આત્મા તો અસંગ છે, નિર્લેપ છે. એ જ્ઞાતા અને દ્રષ્ટા છે, કર્તા નથી, ભોકતા નથી. કોણ ભોગવે છે ? એમ બોલે પણ ભોગવે બધું. નિશ્ચયનયની દૃષ્ટિએ વાત સાચી છે પણ પોતાનામાં શું છે તે તો વિચાર ? ઘણા લોકો કહેતા હોય છે કે બરોડા બેંકમાં આટલું ફંડ છે, સ્ટેટ બેંકમાં આટલું ફંડ છે. તે બધું ગણે છે પણ તારા ગજવામાં કેટલું છે, તે વિચારને ? તારું ગજવું તો ખાલી છે.
જ્ઞાનીની અવસ્થા જુદી હોય. ત્યાં મોહ ન હોય એટલે કષાયો અને વિષયો ન હોય. વિકારો, વાસનાઓ, વિલ્પો કે વૃત્તિઓ ન હોય. અશુદ્ધ અને અશુભ વિચારો ન હોય, દોષ ન હોય. આખા સંસારનું મૂળ મોહ છે. આ મોટું ઝાડ છે. હજારો પાંદડાઓ, ફૂલો, ડાળીઓ છે. આ બધું મૂળમાંથી આવ્યું છે. મૂળ જો બળી જાય તો ઝાડને પાણીથી નહીં પણ ઘીથી સીંચો ને તો પણ ખીલશે નહિ. જે વૃક્ષનું મૂળિયું જ બળી ગયું છે તે વૃક્ષને અમૃતથી સિંચશો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org