________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૫૩ ઉપાદાનમાં ઘટના ઘટે ત્યારે, તો સાર શું આવ્યો ? ઉપાદાનનું નામ લઈ, નિશ્ચયનની વાત કરી, આત્મા, આત્મા, આત્મા એમ વાત કરી આ પુષ્ટ નિમિત્તોની જરૂર નથી એમ કહીને તેનો અનાદર કરે એ સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકે નહિ અને ખોટી માન્યતા કે ભાંતિમાં સ્થિર થાય. મિથ્યાત્વમાં સ્થિર થાય.
ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ;
ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.” પરમાત્માની ભક્તિ એ ઉપાદાન કારણમાં કારણતાને પ્રગટ કરનારી છે. ઉપાદાન કારણમાં રહેલી કારણતાને પ્રગટ કરવાનું કામ વીતરાગની ભકિત કરે છે. સદ્ગુરુની આજ્ઞા માને છે, તે પ્રમાણે કરે છે, સત્સંગ કરે છે. જિનઆગમો, સર્વજ્ઞ પરમાત્માના શાસ્ત્રોના સ્વાધ્યાય પણ કરે છે. આત્માની-દ્રવ્યની વાત કરી નિમિત્તનો ઉપયોગ કરે નહિ તો એ ન કરવાના પરિણામે તેને હાનિ થાય. એક શ્લોક યાદ કરી લઈએ.
જ્ઞાનદશા પામે નહિ, સાધન દશા ન કાંઈ'. જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનો પણ છૂટી ગયાં.નીચે ઊતર્યો નથી અને નૌકા છોડી દીધી તો દરિયામાં જ જાય ને ? બીજે કયાં જાય ? જ્ઞાનદશા પામ્યો નથી અને સાધનો છોડી દીધા.આવાનો સંગ પામે તો ભવજળમાં ડૂબી જવાય. એટલા માટે પરમકૃપાળુદેવે સ્થળે સ્થળે ચેતવણી આપી છે. કોને ? તો કહે જે પોતાને જ્ઞાની મનાવે. પોતાની ભૂલ થાય તો તેને કહેતાં શરમ આવે. ઊંધે રસ્તે ચડી ગયો હોય તેને સાચે માર્ગે લઈ આવવો તે મહા મહેનતનું કામ છે. અજ્ઞાનીને ગમે તેમ સમજાવીને સાચા રસ્તા ઉપર લાવી શકાય પણ આવાં અર્ધજ્ઞાનીને સાચે રસ્તે લાવવા મુશ્કેલ થઈ પડે છે. તો ....
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત,
પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. આ અદ્ભુત સિદ્ધાંત આપણે ૧૩૬ મી ગાથામાં જોયો. આવતીકાલે આગળની ૧૩૭મી ગાથાનો પ્રારંભ કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org