________________
૩૫૨
પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા ક્રમાંક-૧૩૬ એટલે વીતરાગ. રાગદ્વેષ જેણે જીત્યાં તે જિન અથવા વીતરાગ.આ સમગ્ર દર્શનનો અર્ક વિતરાગતા છે. એક નાનકડી શીશી અત્તરની ગજવામાં પડી હોય તો સુગંધ આવે અને કાનમાં અત્તર છાંટેલ પુમડું ભરાવ્યું હોય તો ચારેકોર અત્તરની સુગંધ આવે. એક નાનકડી શીશીમાં હજાર ગુલાબના ફૂલોનો અર્ક છે, તેમ વીતરાગતા જૈન દર્શનનો અર્ક છે. આ વીતરાગતા આપણું લક્ષ છે. જેમ આર્કીટેકટ પ્લાન બનાવી સમજાવે છે કે આ તમારો બેડરૂમ, આ ડ્રોઇંગરૂમ, આ રસોઈ ઘર તેમ વીતરાગતા એ આર્કીટેક્ટનો પ્લાન છે. એનો વિચાર, જિન દશાનો વિચાર, વીતરાગ દશાનો વિચાર. આ જિન દશા છે. - સદ્ગુરુની આજ્ઞા અને જિનદશાનો વિચાર આ બન્ને નિમિત્ત કારણ છે. શાસ્ત્ર વાંચીને કહે હું આત્મા છું, મારામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે, તેમ માનીને સદ્ગુરુ કે શાસ્ત્રનું અવલંબન છોડી દે તો સિદ્ધત્વની પ્રાપ્તિ થાય નહિ. “ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત,” સમજાયું ? “ઉપાદાન હું છું. ઉપાદાન કારણતા મારામાં છે. મારે કોની જરૂર ? સરુની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર નથી. હું મારું ફોડી લઈશ.” અરે, શું કરીશ તું? જો આવું જ હોત તો અત્યાર સુધી થયું ન હોત ? તું કયાં બદલાયો છે ? તો ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજે, સદ્ગુરુની આજ્ઞાએ વર્તે નહિ, જિનદશાનો વિચાર ન કરે, તેને આત્માનું ભાન થાય નહિ, તે પામે નહિ સિદ્ધત્વને'. અરે સમક્તિ પણ ન પામે, મિથ્યાત્વમાં જ રહે અને રહે ભ્રાંતિમાં સ્થિત.” પુસ્તકો વાંચીને આત્મા આત્મા કરે, મારે કોઈની જરૂર નથી. ગુરુ, શાસ્ત્રો કે ભગવાનની મૂર્તિની જરૂર નથી. એમ કહે તે નિમિત્તકારણનો અપલાપ કરે છે.
સદૈવ, સશાસ્ત્ર, અને સરુની ભક્તિ, તેના પ્રત્યે શ્રદ્ધા, તેના પ્રત્યે બહુમાન હોય તેને વ્યવહાર સમ્યગ્દર્શન કર્યું છે. “રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ
સ્વછંદ મત આગ્રહ ત્યજી, વર્તે સગુરુ લક્ષ,
સમક્તિ તેને ભાખીયું, કારણ ગણી પ્રત્યક્ષ. આટલું ચોખ્ખું પરમકૃપાળુદેવે કહ્યું તો પણ સમજણમાં લોચા? સ્વછંદ મત આગ્રહ ત્યજી, સદ્ગના લક્ષે વર્તે તેને સમક્તિ થાય. આ નિશ્ચય સમ્યગ્રદર્શનમાં કારણ છે. સદૈવ, સદ્ગુરુ, સદ્ધર્મ એના પ્રત્યેની શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહ્યું. અને આ નિમિત્ત કારણ “વિષમ કાળ જિન બિંબ જિનાગમ, ભવિયણકું આધારો'. આ વિષમકાળમાં જિનબિંબ અને જિનાગમ ભવ્યજીવોને આધાર છે. જીવને જો આ નિમિત્ત મળ્યું ન હોય તો સંસારમાં કયાંય ને કયાંય અટવાયેલો રહે છે. સંસારમાં રહેશે, તેને આત્મામાં રુચિ નહિ થાય. અને પાછું કહેશે કે ઉપાદાન તૈયાર છે ને? નિમિત્ત નિમિત્તે શું કરો છો ? છોડો બધું, ઉપાદાન જાગૃત કરો ? કયાંથી કરશો ? ઉપાદાન જાગૃત કરનાર પરિબળો તો આ છે. બીજને બાહ્ય સહાયક પરિબળ મળ્યા વગર ઝાડ ઊગે નહિ તેમ બાહ્ય અનુકૂળ પરિબળ વગર ઉપાદાન જાગૃત થાય નહિ. ઉપાદાનમાં કારણતા પ્રગટાવવાનું કાર્ય નિમિત્ત કારણ કરે છે. નિમિત્ત કારણ કયારે કહેવાય ? જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org