________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩પ૧ બજારમાંથી અત્યારે શાક લઈ આવો. ગયો એ શાક લેવા. આજ્ઞાંકિત, જરાપણ દલીલ કરી નહીં. જેવી તારી આજ્ઞા. સદ્ગુરુ સાથે આવો વ્યવહાર કરો છો ? ત્યાં તો કહો છો કે કરીએ છીએ, વિચારીએ છીએ, બીજાની સલાહ લઈએ છીએ. મોક્ષમાર્ગમાં આ વાત ન થાય. તમે રોજ ગાઓ તો છો કે “નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહી !” મને તો નવાઈ લાગે છે કે માત્ર ગાવાથી ફેર પડે ખરો ? સમજો તો ખરા કે તમે શું બોલો છો ? ગુરુદેવની આજ્ઞા હૃદયમાં અચળ કરીને ધારણ કરી નથી. આ સૂત્ર છે. આ સદ્ગુરુ આજ્ઞા એ મોટો બંધ છે. ઘસમસતું પાણી આવતું હોય અને મજબૂત બંધ બાંધ્યો હોય તો પાણી આગળ ન આવે. સંસાર ઘસમસતા વેગે આવતો હોય અને સદ્ગુરુની આજ્ઞામાં જો હોય તો સંસારનાં પાણી તેને ખેંચી ન શકે. વિકારો આવે છે. વાસનાઓ આવે છે. ઘસમસતા વેગે આવે છે. સદ્ગુરુની આજ્ઞા એ આડા બંધ જેવી છે. કંઈ ખ્યાલમાં આવે છે કે આજ્ઞા શું કામ કરે છે? તમારા પ્રયત્નોથી જે વૃત્તિ રોકાતી નથી તે સદ્ગુરુની આજ્ઞાથી શાંત થાય. એવું સામર્થ્ય છે તેમનામાં . નર્મદાના બંધ તૂટશે પણ સદ્ગુરુની આજ્ઞાનો બંધ કદી તૂટશે નહિ. ઘસમસતા વેગે વિચારો આવે અને ચડાઇઓ આવે, કયારેક ક્રોધની, કયારેક વાસનાની, કયારેક લોભ કે કયારેક અહંકારની આવે પણ સદ્ગુરુની આજ્ઞા તેને રોકે છે.
એક અર્થમાં એમ કહો કે સદ્ગુરુની આજ્ઞાનું પાલન પ્રેમના બળથી જ થાય. બીજા બળથી ન થાય. જેમ બાળક છે તે માનું કહ્યું કરે પણ બાપને ના પાડે છે. એક છોકરો અમેરિકા ગયો, ત્યાં કોઈની સાથે સબંધ થયો. અને નક્કી કર્યું કે લગ્ન કરવાં. બાપને ખબર પડી ત્યાં પહોંચ્યો અને કહ્યું કે તારા મનમાં શું સમજે છે ? આ લગ્ન નહિ થાય. છોકરો કહે, કરીશ તો ત્યાં જ લગ્ન કરીશ. બાપે કહ્યું, જો કરીશ તો મારી મિલકતમાંથી એક પૈસો નહિ આપું. મારે નથી જોઈતો ? થયું ? પાછો આવ્યો. પત્નીને વાત કરી. પત્ની કહે મને જવા દો, હું સમજાવીશ. તું શું કરવાની હતી ? હું આટલો મોટો ઉદ્યોગપતિ, આવું મારું વ્યક્તિત્વ અને પ્રતિભા! મેં કહ્યું કે તને કાંઈ મિલ્કત મળશે નહિ, તો તે કહે ચાલશે. અને હવે તારું માનશે? પત્ની કહે કે જવા તો દો. મા ગઈ, ત્યાં જઈને કહ્યું કે બેટા! તારા સુખમાં અમારું સુખ છે. હું તો તને આશીર્વાદ આપવા આવી છું. તું સુખી થજે. પરંતુ તું જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ કે જેટલું કલેજું અમારું બળશે, તેટલું બીજાનું નહિ બળે. તું સમજીને કરે તો સારું. છોકરો કહે, મા ! તારી શું ઇચ્છા છે ? માએ કહ્યું કે હું કહીશ ત્યાં લગ્ન કરીશ ? હા મા ! તું કહીશ ત્યાં કરીશ. આ માનું વાત્સલ્ય છે. માના વાત્સલ્ય કરતા વધારે સદ્ગુરુનું વાત્સલ્ય છે. એમના પ્રત્યેના પ્રેમથી પાલન થાય, બળથી ન થાય. સદ્ગુરુ પ્રત્યેના પ્રેમથી સદ્ગુરુ આજ્ઞાનું પાલન થાય. આ કંઈ સમજાય છે ?
સદ્ગુરુ આજ્ઞા એક નિમિત્ત. અનંતકાળમાં આ નિમિત્ત મળ્યું નથી. બીજું નિમિત્ત જિનદશા, જે થવું છે તે. શું થયું ? વીતરાગ થવું છે. વીતરાગનો બીજો અર્થ જિન. જિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org