________________
૩૫૦
પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા ક્રમાંક-૧૩૬ વ્યથા થાય. જેને વ્યથા થઈ છે તેને સદ્ગુરુ મળ્યાં જ છે. મળે એટલે ઓળખાણ થાય. એમ કહેવાય છે કે કોઈ પુરુષ લંપટ હોય તો તેને સ્ત્રી ઓળખી લે છે કે આ માણસ બરાબર નથી, એ તેનાથી બચે છે. અને આ માણસ સજ્જન છે, આ બરાબર છે તેમ જાણે છે, તેમ સદ્ગુરુની ઓળખાણ પણ થાય જ અને તેના માટે બહુમાન પણ થાય અને બહુમાન થાય એટલે પ્રેમ પ્રગટ થાય. આ પ્રોસેસ છે. એવો પ્રેમ પ્રગટ થાય કે જેમ પતિ વગર પત્ની આવી ન શકે તેમ સદ્ગુરુનો પણ વિરહ થાય છે. તે સદ્ગુરુ વગર રહી શકતો નથી. સદ્ગુરુ સામેથી આવે છે.
છાપામાં મોટાં મોટાં હેડીંગો આવે, પધારો ! અમારી જાહેર સભા છે. અહીં તો અંદરમાં તીવ્ર તાલાવેલી થાય, બહુમાન થાય, પ્રેમ પ્રગટ થાય. બાળક વગર મા જીવી ન શકે અને મા વગર બાળક જીવી ન શકે એ સામાન્ય ઘટના છે તેમ સદ્ગુરુ વગર સાધક રહી ન શકે તે આધ્યાત્મિક ઘટના છે અને આવો પ્રેમ પ્રગટ થાય ત્યારે પોતે મટી જાય અને પોતાની જાત સદ્ગુરુને હાથમાં આપે, લો, અમને ઘડો. આરસપહાણનો પથ્થર શીલ્પી પાસે જાય છે ત્યારે પથ્થર મૌનમાં કહે છે કે ઉઠાવો તમારું ટાંકણું અને હથોડો, અમને ઘડો. આરસપહાણ વચમાં આવતો નથી. સદ્ગુરુ મળ્યા પછી શિષ્ય વચમાં આવવું ન જોઈએ. આ તો ગુરુ કરતાં શિષ્ય ડાહ્યો થાય, પણ ડીસ્ટરબન્સ-આવો અવરોધ ન જોઈએ. શિષ્ય પોતાની જાત સદ્ગુરુના હાથમાં મૂકી દે અને આ ઘટના ઘટયા પછી સદ્ગુરુ એને જે શબ્દો કહે તેને કહેવાય છે આજ્ઞા.
અત્યારે તો એવું પૂછે છે કે મારે નવી દુકાન ખોલવી છે તો કેટલા વાગે ખોલું ? દીકરાનું સગપણ કરવું છે, કોની સાથે કરું ? અરે, આ તો ગોરમહારાજનું કામ છે. શેર બજારના ભાવ વધશે કે ઘટશે ? અમેરિકા જવું હોય તો ગુરુની આજ્ઞા લઈને જાય. સદ્ગુરુની આજ્ઞા તો વીતરાગતા પ્રાપ્ત કરાવનારી હોય. અને એવી આજ્ઞા હોય કે જેનાથી રાગ દ્વેષ તૂટતા જાય, તૂટતા જાય. અને એક દિવસ એવો આવે કે રાગ દ્વેષ હોય જ નહિ. આ વાત સમજી લો. સદ્ગને એવું પૂછશો નહિ કે દુકાન કયારે ઉઘાડું? શેનો ધંધો કરું ? આવું પાછું તમારે કરવાનું છે. તમે જાણો. એમાં સદ્ગુરુને શું પૂછવાનું ? અને પાછો માને કે હું ભકિતવાળો સદ્ગુરુને પૂછયા વગર કંઈ કરતો જ નથી. અલ્યા ! રાગ દ્વેષ કરે છે ત્યારે પૂછે છે? તો બરાબર. ક્રોધ કરવો છે, પૂછી લઉં કે ગુરુ મહારાજ ! ક્રોધ કરું? તો પણ ક્રોધ બંધ થઈ જાય. આજ્ઞાનો અર્થ એ થાય છે કે જેનાથી વીતરાગતા પ્રાપ્ત થાય, વીતરાગતા પ્રાપ્ત થાય એવા શબ્દો જેનાથી પ્રાપ્ત થાય તેને કહેવાય છે સદ્ગ. વીતરાગતા તરફ લઈ જનારી પદ્ધતિ તેને કહેવાય છે આજ્ઞા.
કલિકાલ સર્વશે એક નાનકડી ગાથા કહી છે કે મારવો સર્વથા હેર, ૩૫ાયણ સંવા: આ આજ્ઞા. આસ્રવ હંમેશા ત્યાગ કરવા જેવો હોય છે અને સંવર હંમેશા ઉપાદેય છે, આવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આવી સદ્ગુરુની આજ્ઞા હોય. તમે કોની કોની આજ્ઞામાં રહો છો તે તમને ખબર છે. સ્વાધ્યાયમાં જવા તૈયાર થયા, અને ઘરવાળી કહેશે આજે રહેવા દો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org