________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૪૯ પીસ્તા રહેવા દો પણ દાળ આટો જોઇશે.
સિદ્ધત્વ પ્રાપ્ત કરવું હોય તો કમસે કમ બે કારણ જોઇશે. સદ્ગુરુ આજ્ઞા અને જિનદશા. મૌલિક વાત છે. સદ્ગુરુ આજ્ઞાનો એ અર્થ થાય છે કે સિદ્ધત્વ અંદરમાં તિરોભૂત છે, એની સત્તા છે. આ સમજણ પ્રાપ્ત કર્યા પછી એ સત્તાને પ્રગટ કરવાની પ્રક્રિયામાં સાધક જ્યારે ઢળે, કામ લાગે ત્યારે તેને મદદરૂપ પહેલું કારણ સદ્ગુરુ હોવા જોઈએ. હું વારે વારે કહું છું કે અસદ્ગુરુ નહિ, કુગુરુ નહિ, સંપ્રદાય ગુરુ નહિ, માનેલા કે પરંપરાના ગુરુ નહિ પણ સદ્ગુરુ જ જોઈએ. સદ્ગુરુ મળે જ અને હોય જ. મગજમાંથી ભ્રમણા કાઢી નાખો કે સદ્ગુરુ છે જ નહિ. જેમ આ ધરતી ચંદ્ર વગર ન હોય, સૂર્ય વગર ન હોય, આકાશ વગર કે હવા વગર ન હોય તેમ આ ધરતી સદ્ગુરુ વગર પણ ન હોય. કોઈ દિવસ એવો આવવાનો છે કે આકાશ નહિ હોય ? આકાશમાં સૂર્ય નહીં હોય ? કોઈ દિવસ એવો આવશે કે સદ્ગુરુ નહિ હોય? ના, સદ્ગુરુ હોય જ, હશે જ, શોધવા જોઈએ. અથવા સદ્ગુરુ તમને પકડી લે તેવી તૈયારી હોવી જોઈએ. મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે, અને મહાત્મા મુમુક્ષુને ઓળખી લે છે. દાદુ રાજસ્થાનના નાનકડા ગામમાં ક્ષત્રિયના ઘેર ગયા. ત્યાં સાત વર્ષની ઉંમરના બાળક હતો. તેનું નામ સુંદર. દાદુએ તેને જોતાવેત જ તેની માને કહ્યું કે યે હમકો દે દો ! યે હમારા હૈ ! તેની માએ કહ્યું, યે તુમ્હારા કેસે ? મેં ઉસકી મા હું. દાદુએ કહ્યું કે યે હમારે લિયે આયા હૈ. દાદુએ કહ્યું કે સુંદર ચલો ! અને સુંદર તેની પાછળ ચાલ્યો અને ભવિષ્યમાં તે સુંદરદાસ બની ગયો. બીજી વાત, ધંધુકામાં દેવેન્દ્રસૂરિ મહારાજ ગયા ત્યાં પાંચ વર્ષનો ચાંગદેવ પાહિની માતા સાથે ઉપાશ્રયે ગયો. દેવેન્દ્રસૂરિએ તેની માને કહ્યું કે આ બાળક મને સોપી દે. તેમણે તે બાળકમાં હેમચંદ્ર આચાર્ય જોયા, સત્તા છે હેમચંદ્રજીની. બાઈએ કહ્યું કે મારા પતિ હાજર નથી અને વૈષ્ણવ છે, તેઓ જાણશે કે આ બાળક મેં તમને સોપ્યો છે તો ઘણું બૂરું થશે. કંઈ નહિ થાય. મને આપી દે. માએ બાળકને આપી દીધો. એ મહત્ત્વની ઘટના બની ગઈ. જૈનશાસનને હેમચંદ્ર આચાર્ય પ્રાપ્ત થયા. ખોટા બહાના કદી પણ ન કાઢશો. આ બિનજરૂરી ચર્ચા છે, સદ્ગુરુ છે. ને તેઓ આજ્ઞા આપે છે.
પ્રોસેસ જરા ખ્યાલથી સમજજો. પહેલી વાત એ કે મુમુક્ષુતા તૈયાર થવી જોઈએ. જીજ્ઞાસુની અવસ્થા આવવી જોઈએ અને મુમુક્ષુતા થાય પછી સદ્ગુરુનો વિરહ થવો જોઈએ, ત્યારે તમને ખબર પડશે કે સદ્ગુરુની જરૂર છે. મુમુક્ષુની આંખમાંથી આંસુ વહ્યા જાય, રાહ જોવે, પ્રતીક્ષા કરે. મીરાં કહેતી હતી કે હું રડી છું, ઝરૂખામાં ઊભી ઊભી રાહ જોતી હતી કે મારા સદ્ગુરુ આવશે. મારી આંખમાં આંસુ આવતાં હતાં અને જાતાં જાતાં સદ્ગુરુ માર્ગમાં મળ્યાં. સદ્ગુરુના વિરહની વ્યથા થાય. પરમકૃપાળુદેવે કહ્યું કે, હે પરમાત્મા! તું ન મળે તો ચાલશે પણ સદ્ગુરુ અમારે જોઈએ. અમે આવું કહીએ તો તારે માઠું ન લગાડવું, કારણ કે તમે પણ સીધા મળતા નથી. એમના દ્વારા મળો છો. બહુ મઝાની વાત કરી, આ અવસ્થા છે, તેમાં વિરહ થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org