________________
૯૮
પ્રવચન ક્રમાંક – ૭૬, ગાથા માંક-૧૦૨-૨ થાય છે. પ્રત્યેક ભાવ સ્વતંત્ર છે. એનું કર્યતંત્ર અને કર્મચના જુદી છે. હું પુનરાવૃત્તિ કરીને કહું છું કે એક ભાવ ને તેની કમરચના જુદી છે. બીજો ભાવ જુદો, તેની કર્મરચના પણ જુદી અને બધા માટે જવાબદાર આપણે એકલા. સમજાયું ? જેટલા ભાવ તેટલાં કર્મો, તેટલી જ કર્મરચના અને જેટલી કર્મરચના તેટલાં તેના ફળ અને તે ભોગવવાનાં કોને? આપણે એકલાયે. ત્યાં કુમકુમ પત્રિકા ન લખાય કે અમારે કર્મ ભોગવવાનાં છે તો તમે પણ આવજો.
આ ભાવ અંદર જે થાય છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. શુભ ભાવ. અશુભભાવ અને શુદ્ધ ભાવ. જેનાથી પોતાને અશાંતિ થાય અને અશાતા થાય, અને જે ભાવથી બીજાને પીડા અને દુઃખ થાય તે અશુભભાવો. આ સામાન્ય બાબત છે. પરંતુ આ અશુભ ભાવના ઘણા પ્રકાર છે. અશુભભાવ એટલે હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, ઈર્ષ્યા, અવર્ણવાદ. આપણે બીજું કંઈ પણ ન કહીએ પણ એટલું જ બોલીએ કે આ હમણાં હમણાં બહુ ચગી ગયો છે. ભગવાન એને ઠેકાણે પાડે તો સારું ! ઘણા લોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આને ઠેકાણે પાડ. આવું કામ તમે કોઈ બીજાને કહો તે ઠીક છે પણ આ બીજાને ઠેકાણે પાડવાનું કામ ભગવાનને કહો છો ? આ તમારો ભાવ થયો. તમે ભાવ કર્યો કે તરત રચના થઈ અને રચના થાય એટલે પરિણામ ભોગવવું પડે અને બીજી વાત, પરિણામ ભોગવતાં ન આવડે તો નવા ભાવ અને નવા ભાવથી નવા કર્મની રચના થાય. વળી તે ભોગવવા પડે. અનંતકાળ આમ ચાલ્યો ગયો. પ્રવચનમાં તમે કલાકથી વધારે ટાઈમ થાય તો ઘડિયાળ જોયા કરો કે પ્રવચન કયારે પૂરું થશે. અહીં પ્રવચનમાં તો હજુ ટાઈમ જાય પણ ધ્યાનમાં કેમ ટાઇમ જાય ?
શાસ્ત્રો એમ કહે છે કે કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે તેને ભોગવવાની એક વિધિ છે, પદ્ધતિ છે. બધા માટે આ અગત્યનું સૂત્ર છે. જ્ઞાતિ, મિત્ર વર્ગ, પુત્ર અથવા બાંધવ કોઈપણ સ્વજન તેનું દુઃખ લઈ શકતા નથી. સાટુ, સાળો કે જમાઈ, કોઈ તેનું દુઃખ લઈ શકતા નથી. કોઈ બીજાના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી. પોતે એકલાએ જ દુઃખનો અનુભવ કરવો પડે છે. બધી અનુકૂળતા હોય, તમારી પાસે પચાસ માણસો બેઠા હોય, ડોકટરની પેનલ હોય, પલંગ, ગાદલાં સરસ, દવા ટાઈમસર, પૈસો છે, બધી જ વ્યવસ્થા છે, પણ જે પીડા થાય છે, દુઃખ થાય છે તેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. દુઃખમાં આદાન પ્રદાન થઈ શકતું નથી, અને જો દુઃખમાં આદાન પ્રદાન થઈ શકતું હોત તો તુરત જ તમે પ્રાર્થના કરશો કે આ પદ્ધતિ બંધ કરવા જેવી છે. કોઇનું દુઃખ કોઈ લઈ શકતું નથી અને દુઃખ ટ્રાન્સફર કરી શકાતું હોત તો આ જબરા માણસો, પૈસાવાળા, રાજકારણીઓ, સત્તાધીશો ટ્રાન્સફર જ કરત. તેઓ ભોગવત જ નહિ. પરંતુ એવું નથી બનતું. દુઃખ ભોગવતી વખતે તમે એકલા જ છો. ધ્યાન રાખજો. એ પીડા અસહ્ય છે. અને ઘણીવખત દુઃખ ભોગવતી વખતે આજુબાજુના લોકો સહાનુભૂતિ ન બતાવે, તમારી સેવા ન કરે, તમને અનુકૂળ ન બને તો તમને તેના માટે દ્વેષ થાય છે. તમે કહો છો કે આખી જીંદગી આને માટે ઢસરડા કર્યા, ખબર હોત ને તો આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org