________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૯૯ ન કરત ! કર્યું ને ? શું થાય ?
કર્મ કર્તા કા અનુગમન કરતા હૈ. કર્મ છે, તે કર્તાની પાછળ જાય છે. આ સિદ્ધાંત છે. જે કર્તા હશે તેની પાછળ કર્મો જાય છે. મહાભારતમાં એક નાનકડો શ્લોક છે. હજારો ગાયો હોય પણ વાછરડું તેની મા પાછળ જ જાય છે. વાછરડામાં એટલી અક્કલ છે કે તે પોતાની માને ઓળખી શકે છે. ભૂલતું નથી. હજારો ગાયોમાં જેમ વાછરડું તેની મા પાછળ જાય છે, તેમ કર્મો કરનારની પાછળ જાય છે. એવું નથી થતું કે પાડોશીની કે બીજા કોઈની પાછળ જાય, આટલી બધી ચોક્કસ વ્યવસ્થા છે. જે કર્તા છે તેની પાછળ જ કર્મ જાય. કવિ ગંગે આ વાતને જુદી ભાષામાં કરી છે.
ચંચળ નારીના નેણ છૂપે નહિ, ચાંદ છૂપે નહિ બાદલ છાયા,
રાડ પડે તો રજપૂત છૂપે નહિ, કર્મ છૂપે નહિ ભભૂત લગાયા. રાડ પડે રજપૂત છુપે નહિ, તેમ રખીયાં લગાડવાથી કર્મો છુપાતાં નથી. કપડાં બદલો તોપણ કર્મ છુપાઈ જતાં નથી, રંગ બદલાવો તેથી કાંઈ કર્મ છુપાઈ જતાં નથી. તમે નામ બદલો કે કોઈ ખૂણામાં ભરાઈને બેસો તો પણ કર્મ છૂપાઈ જતાં નથી.
દુઃખ ભોગવવા પડે તેવા કર્મો બાંધતી વખતે તમે પોતે ભાવ કર્યા છે માટે જાગો ! અને બંધ પડયો હતો ત્યારે આજુબાજુમાં જે હાજર હતાં તે અત્યારે નથી. સ્પષ્ટ થાય છે આ વાત ? આ તો આજે આવ્યાં, નવા જનમમાં, પણ તે વખતે હાજર ન હતાં. ગજસુકુમારનો જીવ એક વખત જેઠાણીનો જીવ હતો અને સોમિલનો જીવ એક વખત બાળકનો જીવ હતો. જેઠાણીને બાળક નહિ અને દેરાણીને બાળક હતું. વ્યવહાર છે, જેને બાળક હોય તેનું મૂલ્ય વધારે હોય, તેનું મહત્ત્વ વધારે હોય. ઘરમાં દીકરો છે, સુંદર છે, રૂપાળો છે. આ દેરાણીને બાળક છે માટે તેનું માન છે, મારું માન નથી. એક દિવસ જેઠાણીને ભયંકર વિચાર આવ્યો. બાળક ઘોડિયામાં હતું. રોટલો કર્યો બાજરીનો અને ગરમ ગરમ રોટલો બાળકનાં માથા ઉપર બાંધી દીધો. નાનું બાળક સોમિલ થયો અને જેઠાણી મરીને ગજસુકુમાર થઈ. પછી ગજસુકુમારે દીક્ષા લીધી ને તેમના માથા ઉપર ખેરના અંગાર મૂકયા એ ઘટના ઘટી. આ બધો તાળો મળી ગયો ને ? જ્યારે બંધ પડ્યો ત્યારે કર્મના પરિણામ ભોગવવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ.
તમે જ્યારે ભાવ કરો છો તે તમને જ ખબર છે, તમે એકલા હો છો અને અત્યારે તમારી સાથે જે છે તે, તે જ વખતે હાજર હોતાં નથી. સંયોગો પછી થાય છે. દુઃખ ભોગવતી વખતે તેઓ તમારી આજુબાજુ હોવા છતાં ભાગીદાર બને શકે નહિ, આ લોજીક, આ તર્ક, સમજાયું? આ કઈ રીતે ગોઠવણ થાય છે, ખ્યાલ આવ્યો ? તેનો અર્થ એ થયો કે તમે જે કંઈ ભાવ કરશો તે માટે સંપૂર્ણ રીતે તમે જ જવાબદાર. ભાવ પ્રમાણે તમે જે કર્મ કરશો તે માટે સંપૂર્ણ તમે જવાબદાર અને તમારી આજુબાજુમાં સ્વજનો, મિત્રો, વેવાઈ, સાથીઓ આ બધું ઝુમખું મોટું હશે, તે તમારા દુઃખમાં ભાગીદાર બની નહિ શકે, કારણ ? જેણે આ કર્મો કર્યા છે, જેણે ભાવ કર્યો છે તેને કર્મ બંધાણું છે અને તેને જ આ કર્મ ભોગવવાનું છે. કહેશે ખરાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org