________________
૧૦૦
પ્રવચન ક્રમાંક – ૭૬, ગાથા ક્રમાંક-૧૦૨-૨ કે તમને આ દુઃખ આવ્યું, તેના કરતાં મને આવ્યું હોત તો સારું હતું. પણ યાદ રાખજો, લખી રાખજો કે જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી બોલશે. પણ જો નિયમ થઈ જાય પછી કોઈ બોલે ખરું? કર્યતંત્રની વ્યવસ્થા અતિગૂઢ છે, ચોક્કસ છે અને નિયત છે.
જૈનદર્શનની ઉદ્ઘોષણા, મહાવીર પ્રભુની ઉદ્ઘોષણા, તત્ત્વજ્ઞાનીની ઉદ્ઘોષણા એમ છે કે આત્મા ભાવ કરવામાં સ્વતંત્ર છે, કર્મબંધ કરવામાં સ્વતંત્ર છે. ભાવ ન કરો તો કર્મબંધ ન થાય, બંધ ન થાય તો ભોગવવાનું ન હોય, ભોગવવાનું ન હોય તો શરીર ન જોઈએ. અને શરીર ન જોઈએ તો જન્મ લેવો ન પડે. લીંક આવીને ? ભાવ કરવામાં સ્વતંત્ર, અને કેવા ભાવ કરવા તેમાં પણ સ્વતંત્ર. એક માણસે ગાળ આપી અને તેને તમે કહો કે આપો. તમારી પાસે જે હશે તે આપશો, અમે પી જશું. એ જ માણસે બીજાને ગાળ આપી. તે બીજો માણસ સામે દશ ગાળો આપે તો નવું ખાતું ખોલ્યું. સામે એકશન લેવામાં તમારી સ્વતંત્રતા છે માટે જ્ઞાની પુરુષો જાગીને જીવવાનું કહે છે. ક્ષણે ક્ષણે જાગીને જીવો. કદાચ બદલો લેવાનો ભાવ થાય, પણ ત્યાં તમે ચેતી ગયા તો કાર્ય નહિ થાય, ભાવ થયો અને ગુસ્સો કર્યો અને એમ થયું કે સામું ચોડી દઉં એને બરાબર, પરંતુ પાછું એમ થયું કે હમણાં જ પ્રવચન સાંભળીને આવ્યો છું તો ગુસ્સા સામે ગુસ્સો ન કરાય પણ પ્રેમથી વ્યવહાર રાખવાનો છે. ભાવ થયો તો ભાવ પૂરતા જવાબદાર અને એકશન કંઈ ન લો તો વધારે જવાબદાર નહિ. પરંતુ એકશન લીધું તો પૂરેપૂરા જવાબદાર.
કર્મના ઉદય પછી તેને ભોગવવા કર્મને આધીન થઈને રહેવું પડે છે કોઈ આમાં હતાશા, લાચારી, નિરાશા નથી. પરંતુ નિયમ તો નિયમ પ્રમાણે જ કામ કરશે. કર્મ કર્યા પહેલાં તમારી સ્વતંત્રતા છે, પણ કર્મ કર્યા પછી તમારી સ્વતંત્રતા નથી. ભોગવવાં જ પડે. એક સરસ મઝાનું ઉદાહરણ છે. વૃક્ષ ઉપર ચડવા માટે તમે સ્વતંત્ર છો, અને વૃક્ષ ઉપર ચડી જાઓ છો. પણ જો પછી પગ લપસ્યો તો નીચે ન પડવું તે તમારા હાથની વાત રહેતી નથી. કયાં પડશો, કેવું ફ્રેકચર થશે? ચડવામાં તમારી સ્વતંત્રતા. પડતી વખતે તમારી સ્વતંત્રતા નહીં. આનો અર્થ એ થયો કે તમે આજે પણ સ્વતંત્ર છો અને જે બને તે માટે તમે પોતે જ જવાબદાર છો. હવે તમે કોઈને એમ ન કહેશો કે તમે સુખ આપો અને એમ પણ ન કહેશો કે તમારા કારણે અમે દુઃખી દુઃખી થઈ ગયા. તમે છો એટલે દુઃખના દહાડા છે. અલ્યા, તે ન હોત તો ય દુઃખના દહાડા આવત. તું પોતે જવાબદાર છો. આવી જવાબદારી સ્વીકારવી અને જાગીને જીવવું તે કર્મતંત્રના સિદ્ધાંતને સમજ્યા પછી જીવનમાં કરવાની સાધના છે. આ જાણીને શું કરશો ? આ સમજીને, સાંભળીને શું કરશો ? જીવન જીવવાની શૈલી બદલવી પડશે. કારણ કે તમને સ્વતંત્રતા મળી છે. હવે ખબર પડી કે તમે સ્વતંત્ર છો. એટલા માટે યશોવિજયજી મહારાજ કહેતા હતા કે “આપ હી બાંધે, આપ હી છોડે, નિજમતિ શકિત વિકાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી'. પોતે જ બાંધે છે, પોતે જ છોડે છે. તે માટે તું અભ્યાસી છો, તું સમજ. આ સમજીને સાધક જીવનની યાત્રાનો પ્રારંભ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org