________________
૨૮૦
પ્રવચન ક્રમાંક - ૯૮, ગાથા ક્યાંક-૧૨૩-૧૨૪ તેમને કંઈ લેવાનું નથી. એક માત્ર પરમ કરુણાના કારણે બોલે છે અને બીજું એ કે તેઓ જે કંઈ બોલે છે તે આત્માનું હિત કરનાર બોલે છે. તો જેમણે આપણા આત્માનું હિત બતાવ્યું તેવા સદ્ગુરુ છે. તો ઘટના શું ઘટી ?
જુઓ, સદ્ગુરુનાં વચનો શ્રવણ કરતાં કરતાં આત્માની નિર્મળતા થઈ. સમજાય છે ? આપણે સાંભળીએ છીએ તેના કરતાં શ્રવણની ગુણવત્તા વધારે છે. અહીં એમ કહે છે કે સાંભળતાં સાંભળતાં આત્માની નિર્મળતા થઈ, વિકલ્પો શાંત થયા. બહારમાંથી મને અંદર આવ્યું. બાહ્ય પ્રવૃત્તિમાંથી અંદર ગયો. આરંભ પરિગ્રહ તેનાં ઘટ્યાં. સદ્ગુરુ સાથે તેની એકાગ્રતા થઈ અને તેમના શબ્દો સાંભળતાં સાંભળતાં શ્રવણ કરતાં કરતાં નિર્મળતા આવી, આ એક વાત થઈ.
અમારો આત્મા જેને અમારે મેળવવાનો છે, જેને શાસ્ત્રોએ ગાયો છે, જેને મેળવવા યોગીઓ ધ્યાન કરે છે અને ગૃહસ્થો, સંસારનો ત્યાગ કરી સંન્યાસી અને સાધુ બને છે, એવો આત્મા ખૂબ ખોળવા છતાં અમને ખ્યાલમાં ન હતો આવ્યો તેવો આત્મા ખોળવાનો માર્ગ સદ્ગુરુએ આપ્યો તેથી અમારા ઉપર મોટો ઉપકાર થયો અને એ કારણે સમક્તિનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો છે. આ છ પદની વાત સાંભળતાં સાંભળતાં શિષ્યમાં ત્રણ ઘટના ઘટી
(૧) આત્મામાં નિર્મળતા થઈ. (૨) સમક્તિનો અપૂર્વ લાભ થયો. (૩) અનંત જ્ઞાનમય આત્માનું ભાન થયું.
એ લાભ થયા પછી સદ્ગુરુનું સ્વરૂપ કેવું અદ્દભુત હશે, એ વિચારતાં તેને ભાન થયું. જો એમની વાણી સાંભળીને આટલી શાંતિ અમને થઇ, આવી સમાધિ અમને પ્રાપ્ત થઈ , આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ તો સરુની પોતાની અવસ્થા કેવી હશે ? સમજાય છે કે તેમની આંતરિક અવસ્થા કેવી હશે? સગુરુને ઓળખો. તેમને ઓળખવા માટે તેમનાં વ્યાખ્યાનો સાંભળવા તે જ માત્ર ઉપાય નથી પણ અંદરમાં વિચારવું પડે કે આટલી વાત સાંભળી અમારા મનના કલેશો ગયા. અમારી ભ્રમણાઓ તૂટી, અમારી મૂંઝવણ ગઈ અને અમને અપૂર્વ આનંદ થયો, અમારા હાથમાં આટલો મોટો ખજાનો આવ્યો તો જેમની પાસે આનાથી પણ મોટો ખજાનો ભર્યો છે તેમની આંતરિક અવસ્થા કેવી હશે? અહો ! આ અહો શબ્દને સમજી લો. જેમ સડક ઉપર પસાર થતા હોઈએ અને ઠંડો પવન હોય તો શાંતિ થાય. વૈશાખ જેઠ મહિનાના બળબળતા તાપમાં સરોવર તરફથી ઠંડો પવન આવે તો શાંતિ વળે, તેના ઉપરથી ખ્યાલ આવે કે સરોવર કેવું ઠંડુ હશે? એ રીતે સદ્ગનાં વચનોથી અંદરમાં અપૂર્વ શાંતિ થઈ, આત્મા જાગૃત થયો, એના ઉપરથી ખ્યાલ આવે કે સદ્ગુરુને કેવી અનંત શાંતિની સંપદા મળી હશે ? તેઓ કેવા ગંભીર અને જ્ઞાની હશે ? તેની દશા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. માટે શિષ્ય કહે છે “અહો ! અહો ! શ્રી સદગુરુ' કહી બે વાત કરી. એક બાબત તો શિષ્યને અણધારી વસ્તુ મળી, ઘટના ઘટી અને શાંતિ થઈ તેનું આશ્ચર્ય છે, પરમ પૂજ્ય ભાવ પણ થયો અને બીજી વાત એ કે આ પામર ઉપર પ્રભુ ! આપે આશ્ચર્યજનક ઉપકાર કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org