________________
૧૫૦
પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્રમાંક-૧૦૮ પતિની ચરણ સેવા કરે છે તે વખતે શ્રીપાળ રાજા મયણા સુંદરીને કહે છે કે મારી સાથે તું પરણીને શું કરીશ ? કોઈ સુંદર યુવાન રાજકુમારને શોધી, તું તેની સાથે પરણી જા. આવી ઘટના ઘટી હોવા છતાં મયણા સુંદરી અશાંત ન બન્યા. શું સાધના કરવી એટલે ભારેખમ મોઢું રાખીને વાંચવું કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, સાક્ષી છે, આમ બોલ્યા જ કરવું ? તે સાધના નથી. તે તો પોપટવાણી થઈ. પોપટ પણ બોલશે કે હું સાક્ષી છું, સાક્ષી છું. અશાંત બનવાના કારણે આપણે ઘણું બધું ખોઇએ છીએ. આપણી સાધનામાં બાધા ઉત્પન્ન ન થાય માટે પરમકૃપાળુદેવે કહ્યું કે કષાયો ઉપશાંત થવા જોઈએ એટલે કે કષાયનું જોર તમારા કરતાં વધવું ન જોઇએ. આ ગણિત સમજી લો. અહીં આપણું જોર ચાલતું નથી પણ કષાયોનું જોર ચાલે છે, માટે એવી અવસ્થા સૌથી પહેલાં પ્રાપ્ત કરવી કે કષાયોનું જોર આપણા ઉપર ન ચાલે. કષાયો થાય ખરા, તરંગો ઊઠે ખરા પણ તેનું જોર આપણા ઉપર ચાલવું ન જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજર્ષિ ઈન્દ્ર મહારાજાને કહે છે,
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जओ जिणे ।
अगं जिणिज्ज अप्पाणं, ओस से परमो जओ ॥ (९/३४) યુદ્ધનાં મેદાનમાં હજારો સૈનિકો સામે ઊભા રહીને યુદ્ધ કરવું, અને હજારો સૈનિકોને જીતી લેવા સહેલા છે પણ અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ આમાંથી કોઈપણ વૃત્તિ ઊઠે, તે વૃત્તિને આધીન ન થવું અને તટસ્થ રહેવું, એ કઠિનમાં કઠિન કામ છે. એ કાર્ય કરવા માટે હું નીકળ્યો છું.
પરમકૃપાળુદેવે એક મહત્ત્વની વાત કરી છે કે સગુનો બોધ તો જ પરિણમે, શબ્દ વાપર્યો છે “સુહાય' - સદ્ગુરુનો બોધ પરિણમે-તેનામાં ઉતરે, તેનામાં કામ કરે, કયારે ? જો શાંત સ્વભાવ હોય, અંદર કષાયોનું જોર ન હોય ત્યારે. શાસ્ત્રો અનેકવાર સાંભળ્યાં, પણ બોધ પરિણમ્યો નહિ. મીઠાઈ ખૂબ ખાધી પણ લોહી ન થયું, ઝેર થયું. સંત પુરુષ મળ્યા પણ જ્ઞાન પરિણમ્યું નહિ, અંદર પરિવર્તન થયું નહિ, ઘટના ઘટી નહીં. જ્ઞાન અંદરમાં ઊતરે તે માટે સાધકે પૂર્વ તૈયારી કરવી પડે. સદ્ગુરુ પ્રાપ્ત થાય અને સદ્ગુરુ બોધ આપવાનો પ્રારંભ કરે એનાં પહેલાં સાધકે કેવાં તૈયાર થઈને સદ્ગુરુ પાસે જવું, તેનું વર્ણન આ ૧૦૮મી ગાથામાં છે. છ મહિના પછી દીકરીનાં લગ્ન હોય તો છ મહિના પૂર્વે તૈયારી ચાલતી હોય. મિત્રો પૂછે છે કે કેમ હમણા દેખાતા નથી ? ખબર નથી? લગ્ન છે. તમને ખબર છે કે વ્યવહારમાં શું તૈયારી કરવી પડે ? એક આ વાતની ખબર નથી કે સદ્ગનો બોધ પૂરેપૂરો અંદરમાં ઊતરે તે માટે શું તૈયારી કરવી ? પૂર્વ તૈયારી વગર તમે જશો તો પ્રાપ્ત નહિ થાય. સદ્ગુરુ મળ્યા પણ બોધ નિષ્ફળ ગયો. સદ્ગુરુએ બોધ આપ્યો, અંદર ન પરિણમ્યો. કારણ? પૂર્વ તૈયારી વગર આપણે તેમની પાસે ગયા. પૂર્વ તૈયારીમાં પહેલું લક્ષણ શાંત સ્વભાવ. શાંત સ્વભાવનો અર્થ ઉપશાંત અવસ્થા. ઉપશાંતનો અર્થ કષાય મોળા પડે. એમાં બહુ જોશ ન હોય, બહુ રોષ ન હોય. જેમ દાળમાં મીઠું ઓછું હોય અથવા ન હોય તો મોળું લાગે, મરચું ન હોય તો શાક મોળું લાગે, એમ કષાયો મોળા પડે. જેના કષાયોમાં બળ ન હોય, જોર ન હોય તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org