________________
૧ ૫૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા મન ઓછું વિક્ષિપ્ત થાય, ઓછું ડોળાયમાન થાય અને એવું મન તત્ત્વવિચાર કરી શકે. તત્ત્વવિચાર માટે ઉશ્કેરાયેલું મન કામમાં નહિ આવે. આપણી પાસે શાંત મન હોવું જોઈએ. આપણને ઉશ્કેરાતાં વાર લાગતી નથી. નિમિત્ત મળ્યું નથી કે અંદર ભડકો થયો નથી.
ભગવદ્ગીતામાં એક સરસ સૂત્ર આપ્યું કે મોદ્રવં વાં, યઃ સહતે તે સુતી ની: બહુ માર્મિક વાત કરવી છે. અર્જુને પૂછ્યું હશે કે નહિ તે ખબર નથી પણ ભગવાન કૃષ્ણ કહ્યું કે તે સુખી માણસ છે કે જે કામવાસના અને ક્રોધ એ બંનેમાંથી આવતા પ્રચંડ વેગને રોકી શકે છે, ખાળી શકે છે. આપણે તેને સુખી માણસ કહીએ છીએ કે જેની પાસે વિપુલ સંપત્તિ છે, ભોગનાં સાધનો છે, મોટો બંગલો છે. અહીં એમ કહે છે કે જે કામ ક્રોધના વેગને રોકી શકે છે, તેને આધીન થતો નથી, તે સુખી માણસ છે. આને કહેવાય ઉપશાંત અવસ્થા. કષાયો મોળા પડવા, કષાયોનું બળ અને સામર્થ્ય તૂટવું, એની શકિત તૂટવી તે મહત્ત્વનું છે. અત્યારે આપણા કષાયો જોરમાં છે, અને તેમાં સામર્થ્ય છે. કષાયો શાંત થાય, તેમાં તણાઈ ન જાઓ, બેબાકળા ન થાઓ, તમને કષાયો તાણી ન જાય, ખેંચી ન જાય, તમે શાંત રહી શકો, ઉદાર અને નમ્ર બની શકો, તમે ખમી શકો, હાથ જોડી શકો, સરળ અને સંતુષ્ટ રહી શકો. આવું થતું હોય તો કષાયની ઉપશાંતતા, આ એક લક્ષણ. શાંત સ્વભાવનાં ચાર લક્ષણો છે. ક્રોધ મોળો, અહંકાર મોળો, માયા અને લોભ મોળાં અને આપણી પરિભાષામાં કહેવું હોય તો ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, આ ચાર જીવનમાં આવ્યા છે, અને રોજીંદા જીવનમાં જે આનો ઉપયોગ કરે છે, જે આ ગુણો સિદ્ધ કરે છે, તે જિજ્ઞાસુનું પહેલું લક્ષણ છે.
બીજું લક્ષણ આશય શુદ્ધિ. આશય એટલે અંદરનો ભાવ. જે કંઈ ધર્મ કે અનુષ્ઠાન કરે, જે કંઇપણ વ્રત, તપ, જપ, આદિ કરે, જે કંઈ ધ્યાન અથવા સ્વાધ્યાય આદિ કરે તેની પાછળ કોઈ ભૌતિક કામના ન હોવી જોઈએ. આ પ્રકારની મનની અવસ્થા તેને સંવેગ કહેવામાં આવે છે.
માત્ર મોક્ષની અભિલાષાની સાથે અંદરમાં અન્ય કોઇપણ જાતની કામના ન હોય. “નોય પૂજાદિની જો કામનારે, નોય વહાલું અંતર ભવ દુઃખ” જેના જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત થાય કે કોઈપણ જાતની કામના કે અંદરમાં કોઈપણ જાતની ભૌતિક ઇચ્છા ન હોય તે જ આ માર્ગ સાધી શકશે.
આપણું મન એક મોટું ગોડાઉન છે. દુનિયામાં સૌથી મોટું કોઈ ગોડાઉન હોય તો મન છે, તેમાં અનંત ઈચ્છાઓ રહેલી છે. ભગવાન એમ કહે છે કે રૂછીમો માસિસમા ગતીમા ઇચ્છાઓ આકાશ જેટલી અનંત છે. એક ફૂટપટ્ટી લઈને નીકળો તો આકાશનું માપ નહિ કાઢી શકો. ઇચ્છાઓ કદી પૂરી થતી નથી, અને જીવ ઈચ્છાઓ કર્યા વગર રહ્યો નથી. તમે ઈચ્છાને ટેલિફોન કરો છો કે વેલકમ અને દુઃખને કહો છો આવીશ નહિ, ડોન્ટ કમ. આ વેલકમની વાત બંધ કરો. દુઃખને બંધ કરવું હોય તો મથામણ કરવાની જરૂર નથી પણ માત્ર ઈચ્છાઓ બંધ કરો. દુઃખ એની મેળે જતું રહેશે.
કેટલાંક દુઃખો શારીરિક-પ્રાકૃતિક હોય છે. આપણે એમ ઇચ્છતા નથી કે હે ભગવાન!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org