________________
૧ ૫ ૨
પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા ક્યાંક-૧૦૮ મને કયારે રોગ થાય ? ઘણાને રોગ થાય છે પરંતુ મને કેમ બાકાત રાખે છે ? એવી ઈચ્છા કરી નથી. શારીરિક વ્યાધિઓ-દોષો છે. ધરતીકંપ થાય તેનો ઉપાય જ નથી. જમીન હલી જાય ત્યાં ઉપાય જ નથી. ઠંડી પડે અને ઠુંઠવાઈ જઈએ ત્યાં ઉપાય નથી, ત્યાં આપણું જોર ચાલતું નથી. આ પ્રાકૃતિક, સાહજિક, સ્વાભાવિક છે, એ બધું થાય, પરંતુ અંદરમાં જે જાતજાતની વૃત્તિઓ ઊઠે છે, તે આપણે કરીએ છીએ. ઈચ્છાઓ પૂરી થતી નથી અને જો પૂરી થાય છે તો ફરી નવી નવી જાગૃત થાય છે. આપણને એમ થાય કે આજે શેર બજારમાંથી પચાસ હજાર મળી જશે. પરંતુ પચ્ચીશ ખોયા. અથવા પચાશને બદલે ઓગણપચાશ મળ્યા. એક હજાર ઓછા મળ્યા. તમે ધારણા કરી હતી તેથી દુઃખી થયા. દુઃખનું મૂળ ઇચ્છા છે. જેના મનમાં ઈચ્છાઓનો અવિરત પ્રવાહ ચાલે છે, વિકલ્પના ધોધ ચાલે છે એવી અવસ્થામાં સાહેબ ! આસન વાળીને ધ્યાન કરવા બેસશો તો ધ્યાન નહિ થાય. આ ધ્યાન માટે સાધુઓ કેટલા બધા પ્રયત્નો કરવાનું કહી રહ્યા છે. પાંચ વાગે ઊઠો, આસન વાળો, ધ્યાન કરો, કપાળમાં ધ્યાન રાખો, પેટ તરફ જુઓ અને આંખો બંધ કરો. હલો નહિ. ૐ બોલો. શ્વાસ લો, પાછો લો, મધ્યમ લો, આ બધું જ કરીએ પણ ઈચ્છા કરી તો બધું ગયું. ઇચ્છા બધાને તોડે છે. હૈ ઈચ્છા દુઃખ મૂળ' અંદર ઇચ્છા કરીને દુઃખને આપણે નોતરીએ છીએ. ઇચ્છા કરીએ એટલે ઇચ્છા દેવી એમ કહે છે કે હું એકલી નહિ આવું. મારો પરિવાર સાથે આવશે. દુઃખ આવશે, ચિંતા આવશે, સંતાપ અને અણગમો આવશે. મૂંઝવણ, ટેન્શન, ડીપ્રેશન, ઇમોશન આવશે. આવેશ અને બ્લડપ્રેશર પણ આવશે. મને બોલાવશો તો હું બધાને સાથે લઈને આવીશ. મોટો પરિવાર છે મારે, તેથી સાધના ધ્યાન નહીં થાય.
પરમકૃપાળુદેવને અત્યંત મહત્ત્વની વાત કરવી છે. અંદર કોઈ અભિલાષા કે અપેક્ષા નહિ. સાદી ભાષામાં અંદર કોઇપણ જાતની ભૌતિક ઇચ્છા નહિ. વળી સાથે શબ્દ વાપર્યો માત્ર. માત્ર એટલે બીજું કશું જ નહિ પરંતુ માત્ર મોક્ષની જ અભિલાષા. (૩) ભવે ખેદ, તેને કહેવાય નિર્વેદ. નિર્વેદમાં શું થાય ?
निव्वेअणं दिव्वमाणुस्सतेरिच्छि असु कामभोगेसु
निव्वेअं हव्वमागच्छइ, सव्वविसअसु विरज्जइ । નિર્વેદ પ્રાપ્ત થતાંની સાથે જ ઇન્દ્રિયોના તમામ વિષયોથી તેનું મન પાછું વળે, પાછું હટે કે પાછું પડે તેમ નહિ, નિરાશ થયું તેમ અર્થ નથી પરંતુ પાછું વળે છે. દેવોના, મનુષ્યોના, પશુઓના જે કામ ભોગો છે તેના પ્રત્યે તેને આકર્ષણ, ખેંચાણ કે પ્રલોભન રહેતું નથી. એક શબ્દ વાપર્યો છે કે સંસારના ભોગો પ્રત્યે ઉદાસીનતા આવે છે. આ ઉદાસીનતા શબ્દ સાથે મારે દર વખતે ખુલાસો કરવો પડે છે કે ઉદાસીનતા એટલે પડેલું મોટું નહિ પણ ઉદાસીનતા તો બાદશાહી છે, ઉદાસીનતા તો જીવનની મસ્તી અને ખુમારી છે. જેના અંદરમાં કોઈ ઈચ્છા નથી. “જાકુ કછુ ન ચાહિયે, વો શાહન કો શાહ.' જેને કંઈ જ જોઈતું નથી તે બાદશાહોનો પણ બાદશાહ છે. બાદશાહ પડેલ મોઢાંવાળો કે ગમગીન હોય ? અરે ! એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org