________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૩ તો અદ્ભુત ખુમારી છે, કારણ ? તેને કંઈ જોઈતું નથી. આખી ધરતી સામે હાજર થાય, ત્રણ લોકના ભોગો સામે હાજર થાય અને વિનંતી કરે કે અમારી સામે તો જુઓ અને તે વખતે જેને આંખ ઉઘાડવાનું પણ મન ન થાય તેને કહેવાય છે ઉદાસીનતા. દુનિયાના ભોગો, વિષયો પ્રત્યે ઉદાસીનતા અથવા સંસારની અસારતાનું ભાન. તમારા શબ્દોમાં તો સંસારમાં સાર જેવું બીજું કાંઈ નથી. આટલું બધું કર્યું અને એક દિવસ આંખ મિંચાઈ ગઈ તો “સબ પડા રહા ઔર વો ચલા ગયા. જીવનકા ઠીકાના નહિ હૈ, એક દિન જગતસે જાના હૈ.” આને કહેવાય છે અસારતા. આટલી બધી મહેનત –મથામણ કરી મેળવ્યું, લોકો કહે છે, “ભાઈ! મરવાની પણ ફુરસદ નથી”. મોત આવશે ત્યારે કોઈ તમને પૂછશે નહિ કે ફુરસદ છે ? પટ ઉપાડી જશે. લોકો પણ કહેશે, જોતજોતામાં ગયો.
સંસારના ભોગોનો, વિષયનો, કામભોગનો રસ ઊડી જાય, ઉદાહરણ બરાબર નથી પણ સમજવા માટે લઈ શકાય. દીકરો ન હોય, પથ્થર તેટલા દેવ પૂજ્યા હોય, બધા સાધુઓ તથા મંત્રવાદીઓ પાસે જઈ આવ્યો હોય, કેટલાયે દોરાધાગા કર્યા હોય અને બનવાકાળ દીકરો થયો. મોટો થયો, યુવાન અને સુંદર થયો. રૂપાળો, બુદ્ધિમાન, નમ્ર વિવેકી અને પિતાનો માનીતો હતો. જાણે માતાપિતાને આંખનો તારો ! કરોડ રૂપિયાની સંપત્તિ પ્રાપ્ત કરી હતી, એને પરણાવ્યો, રંભા અપ્સરા જેવી વહુ ઘરમાં આવી. કેટલો આનંદ થતો હશે ? તે વખતે એમ થાય કે, ઓહોહો ! સંસારમાં મારા જેવું કોઈ સુખી નથી. તે વખતે અમે જો એમ કહીએ કે આ સંસાર અસાર છે તો કહેશે, મહારાજ ! તમે કયાં વિન્ન કરવા આવ્યા? અને અચાનક એ દીકરાનું હાર્ટફેઈલ થાય અને મૃત્યુનાં મોમાં ચાલ્યો જાય, પછી સંસારમાં રસ રહે ખરો? ઉપમા સમજાય છે ? સમજવા જેવી છે. હવે તેનો સંસારમાંથી રસ ઊડી ગયો. બસ, યુવાન દીકરો ગયો. ઘરમાં પુત્રવધુ વિધવા થઈ. કરોડની સંપત્તિ હોય તો પણ શું ? અને ન હોય તો પણ શું? રસ ઊડી ગયો. પછી તેને મકાનો, ભોજન, મીઠાઇઓ ગમે નહિ. આવું કંઈપણ બન્યું ન હોય, કોઇપણ દુઃખદ ઘટના બની ન હોય, બધું અનુકૂળ હોય છતાં સંસારમાંથી રસ ઊડી જાય તેને કહેવાય છે નિર્વેદ. ભોગો હોવા છતાં રસ ઊડી ગયો. આમાં નિરાશા, હતાશા, ગમગીની નથી. આમાં તો અંદરનું બળ છે. ચક્રવર્તીની સમૃદ્ધિ હાજર છે, પોતે સ્વતંત્ર ભોગવી શકે તેમ છે, પોતાની સત્તા મળે છે પણ અંદર જ્ઞાન છે. તન ધન સ્નેહ રહ્યો નહિ વાકું, ક્ષણમેં ભયો રે ઉદાસી, જાકું જ્ઞાનકળા ઘટાભાસી.
અંદર જ્યારે જ્ઞાન થાય ત્યારે આવી ઉદાસીનતા આવે. ગમગીની નહિ, બેચેની નહિ, નિરાશા, હતાશા, મૂંઝવણ નહિ. જ્યારે આવું હોય ત્યારે આપણે શું કહીએ ? અમારાં કરમ ફૂટેલાં છે. અહીં કોઈ વાત જ નથી. બસ એ જ મસ્તી, ઉલ્લાસ, આનંદ છે. આને સંસારનો રસ ઊડી ગયો, માત્ર રસ મોક્ષનો જ રહ્યો. આને કહેવાય છે માત્ર મોક્ષ અભિલાષ. - ત્રીજી વાત, સંસારના ભોગો પ્રત્યે ઉદાસીનતા, અને છેલ્લી મહત્ત્વની વાત ભક્તનું કે સાધકનું હૃદય સુકું નથી હોતું. કઠોર કે લાગણીશૂન્ય નથી હોતું. તે નઘરોળ નથી. એનું હૃદય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org