________________
૧૫૪
પ્રવચન ક્રમાંક - ૮૨, ગાથા માંક-૧૦૮ તો પ્રેમથી છલકાતું હોય છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમનો સાગર વહેતો હોય છે. “પ્રાણીદયા’ - દયા એટલે જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતાના અંતરમાં પ્રેમનો સાગર છલોછલ લહેરાતો થાય. પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ. ભાઈ સાહેબ ! આ ધરતી ઉપર કેટલા દિવસ તમારે રહેવું છે? અમરપટ્ટો લખાવીને લાવ્યા છો ? થોડા કાળ માટે વેર ઝેર, મનામણાં, રીસામણાં, ઇર્ષ્યા, કલેશ, પ્રપંચ, ખટપટ, વેર, વૈમનસ્ય, વિરોધ, દુઃખ, મુશ્કેલી, પ્રતિકૂળતા, નિરાશા, હતાશા, ગમગીન થવું, પટાવવું, મનાવવું, શું ધંધો માંડ્યો છે ? “કબ તક રહેગા યહાં પર ? એક દિન જાના હૈ'. એના પહેલાં પણ પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમથી હૃદય ઠાલવજો. ભીનું હૃદય જોઇશે. સુકું અને કઠોર હૃદય નહિ ચાલે, આવેશવાળું હૈયું પણ નહિ ચાલે. મુલાયમ, શાંત, સ્વસ્થ, ગંભીર, ને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી છલકતું હૃદય, આવી જેની અવસ્થા થઈ છે તે આત્માર્થી બની શકે છે, તેને આત્માર્થ સિદ્ધ થાય છે.
આ થઈ સદ્ગુરુ મળતા પહેલાંની પૂર્વ તૈયારી. આવી અવસ્થા થયા પછી સદગુરુ મળે તો સદ્ગુરુને જોતાં તમને આનંદ થાય અને એમનો બોધ સાંભળવો ગમે. “સદ્ગુરુ બોધ સુહાય'.
હવે ૧૦૯મી ગાથામાં પરમકૃપાળુદેવ અદ્ભુત વાત કરવાના છે. આજે આટલી વાત કરી. સમગ્રપણે સાધક પૂર્ણ તૈયારી કરીને રહે. જેથી સરુની સાથે આત્મિક પ્રક્રિયાના કાર્યનો પ્રારંભ થાય.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org