________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ પપ
પ્રવચન ક્રમાંક - ૮૩
ગાથા ક્રમાંક - ૧૦૯ જિજ્ઞાસુનું કાર્ય
તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ;
તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ. (૧૦૮). ટીકા : તે જીજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમક્તિને પામે, અને અંતરની શોધમાં વર્તે. (૧૦)
ગાથા ૧૦૮, ૧૦૯, ૧૧૦ માં પરમાર્થ માર્ગની સાધનાના પ્રારંભમાં સાધકને કેવા થવું પડે? તેના માટે પરમકૃપાળુદેવે એક શબ્દ આપ્યો કે તેને જિજ્ઞાસુ થવું પડે. જિજ્ઞાસા એ આંતરિક વિકાસનું સૂચક ચિન્હ છે. તવં જ્ઞાતું છા’ તત્ત્વને જાણવાની ઇચ્છા તેનું નામ જિજ્ઞાસા. જાણવાની ઇચ્છા તો આપણને થાય છે કે પૈસા કઈ રીતે મળે? સત્તા કઈ રીતે પ્રાપ્ત થાય? સંબંધો કઈ રીતે જળવાય? પરીક્ષામાં પાસ કેવી રીતે થવાય ? શેરના ભાવ કેવી રીતે વધે? એ જિજ્ઞાસા આપણામાં છે પણ તે તત્ત્વ જિજ્ઞાસા નથી, તે વ્યાકુળતા છે. જિજ્ઞાસા એટલે તત્ત્વને જાણવાની આંતરિક ઈચ્છા. સામાયિક, પ્રતિક્રમણ, દેવવંદન, ગુરુવંદન પચ્ચખાણ વિગેરે કર્મકાંડ શાસ્ત્રોએ જ કહ્યાં છે પરંતુ શાસ્ત્રોનું કહેવું છે કે એ સ્થૂળભાગ છે. બહારનો ભાગ છે. અંદરનો ભાગ છે તત્ત્વની તીવ્ર જિજ્ઞાસા. તીર્થકર દેવો ગણધરને દીક્ષા આપે છે. ગણધર ભગવંતો ઉત્તમ કોટિના મહાપુરુષો છે. તીર્થકરો પછીનું સ્થાન ગણધરોનું છે. અરિહંત પ્રભુના મુખેથી નીકળેલી વાણીને ગુંથવાનું કામ ગણધર ભગવંતો કરે છે. એ ઉત્તમ કળા છે, અદ્ભુત કળા છે. દીક્ષા ગ્રહણ કરી ભગવાનને પ્રદક્ષિણા કરી નમ્ર બનીને ભગવાનનાં ચરણોમાં મસ્તક મૂકી પૂછે છે કે પ્રભુ ! વિતવમ્ ? ત્યારે ભગવાન કહે છે ૩પ વા ઉત્પન્ન થાય છે. ભગવાન મૌન રહ્યા. તેમનામાં મંથન જાગ્યું, ઉત્પન્ન થાય છે, જગતમાં નાશ પણ જોવા મળે છે ? બીજી પ્રદક્ષિણા આપી, ફરી પૂછે છે. ભગવાન કહે છે વિનામે વા એટલે નાશ પણ થાય છે અને તેનું મંથન કરતાં લાગે છે કે જગતમાં કંઈક સ્થિર પણ છે. આ ખેલ દરિયામાં દેખાય છે. દરિયાનાં મોજાં ઊઠશે કયાં? જો દરિયો ન હોય તો મોજાં નહિ ઊઠે. દરિયો હોવો જોઈએ તેમ સ્થિર તત્ત્વ હોવું જોઈએ. સોનામાંથી ઘાટ ઘડાય છે, અલંકારો બને છે, પણ સોનું તો એનું એ જ રહે છે. સોનું જો ન ટકે તો ઘાટ ઘડાશે કેમ ? ત્રીજી પ્રદક્ષિણા આપી ફરી પૂછે છે પ્રભુ ! જિં તત્ત્વમ્ ?’ ભગવાન કહે છે કુવે વા
આમાંથી એક સૂત્ર આવ્યું ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુતં સત્ ! આ જૈન દર્શનનો પાયાનો સિદ્ધાંત છે. સત્ કેવું હોય ? સત્ની વ્યાખ્યા શું? સન્ની વ્યાખ્યા ન થઈ શકે. પણ સત્ની આજુબાજુનું થોડું વર્ણન થઈ શકે. જેમાં ઉત્પત્તિ પણ થાય છે, નાશ પણ થાય છે, છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org