________________
૧૫૬
પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્યાંક-૧૦૯ કાયમ ટકે છે. એવી ઘટના જેના પર બને છે એને કહેવાય છે સત્, તેને કહેવાય છે અસ્તિત્વ, તેને કહેવાય છે તત્ત્વ. આવું તત્ત્વ જાણવાની તાલાવેલી, સત્ જાણવાની તાલાવેલી તેને કહેવાય જિજ્ઞાસા. અત્યાર સુધી બાકી બધી જિજ્ઞાસા હતી. કેમ વ્યવહાર થાય? લોકો પૂછે છે અમારે
ત્યાં પ્રસંગ છે, અમારે વ્યવહાર શું કરવો? અમને કહો, અને ઓલો જ્યારે જવાબ આપે ત્યારે નમ્રતાપૂર્વક સાંભળે. જાણે મોટું કામ કર્યું, સાંભળીને ઘણો લાભ થયો એમ કહે. એ બધી
વ્યવહારની વાત થઈ. આ તો તત્ત્વની વાત છે. તત્ત્વ જાણવું છે, તત્ત્વની જીજ્ઞાસા છે. માટે કહ્યું જિજ્ઞાસા વ વિવેશ્વ, મમતા–નાશolધુમ મમતાનો નાશ કરનાર જિજ્ઞાસા અને વિવેક, એ સાધકની મોટામાં મોટી મૂડી છે. એવી મૂડી લઈને સાધક યાત્રાનો પ્રારંભ કરે છે. - જીજ્ઞાસા એટલે ? તત્ત્વને જાણવાની તાલાવેલી, અને તત્ત્વને જાણવાની ઇચ્છા અંદર તો થઈ પણ એમ તત્ત્વ પ્રાપ્ત ન થાય, યાદ રાખજો. વાંચવાથી બુદ્ધિને સંતોષ થશે, શબ્દોનો સંગ્રહ થશે, શબ્દોનો ખજાનો તમારી પાસે આવશે, બીજાને કહીને ઈમેસ કરી શકાશે, ઓરેટરી કરી શકાશે, પ્રવચનો આપી શકાશે, પણ અંદર ખાલી રહેવાશે, અંદર કશું જ નહિ. શબ્દો એકલાં શું કરશે ? શબ્દો કામ ન કરી શકે, તેના માટે અવસ્થા જોઇશે. એટલા માટે કહ્યું - આત્મજ્ઞાનનો તે સાચો ઇચ્છુક હોય. એક ઇચ્છા રહી, બાકી બધી ઈચ્છાઓ ગઈ. આત્માનો પ્રગટ અનુભવ કરવો છે, આત્માને જાણવો છે આવી રોમેરોમમાં ઇચ્છા જેને પ્રગટ થઈ છે તેને કહેવાય જીજ્ઞાસુ.
રીપીટ કરીને કહું છું, આત્માને જાણવો છે, યથાર્થપણે અને સમ્યક પ્રકારે જાણીને અનુભવવો છે તેના માટે આ ક્રમ છે. પહેલાં જાણવાનું કામ થશે પછી અનુભવવાનું કામ થશે. સીધું અંદર કામ નહિ થાય. જાણ્યા વગર અનુભવ કરશો કોનો ? જાણ્યા વગર જે કંઈ અનુભવ કરશો તે કદાચ ખોટો હોય, યથાર્થ નહીં હોય, સમ્યક નહીં હોય. આવી રીતે આત્મજ્ઞાનનીઅનુભવ કરવાની તાલાવેલી, ઇચ્છા જેનામાં જાગી છે તેને કહેવાય છે જિજ્ઞાસુ.
જિજ્ઞાસુ શું ક્રિયા કરે ? શું તેની કાર્યવાહી ? પહેલું કામ એ કષાયો ઘટાડે. જે કષાયો ઉત્પન્ન થાય છે તે કષાયોને ઘટાડતો હોય. અત્યાર સુધી કષાયોમાં તણાઈ જતો હતો, તે હવે તેમાં તણાતો નથી, તે સ્થિર રહે છે, કષાયોમાં જોડાતો નથી. કષાયો ઉત્પન્ન થવાનું કામ બંધ નહિ થાય પણ જોડાવાનું કામ બંધ થશે. કષાયો ઉત્પન્ન નહિ થાય તેવું ન બને, કષાયોનું દળ આપણી પાસે પડેલું છે તે સક્રિય થાય પણ જોડાવાનું કામ બંધ કરી શકાય. કષાયો ઉત્પન્ન થાય છતાં કષાયોમાં જોડાતો નથી તેવું કાર્ય નિરંતર કરે છે, તે બહુ મોટી સાધના છે. કોઈ આવીને એમ કહે કે ભાઈ ! તમારા જેવા માણસ તો દુનિયામાં નથી, તો હવે ભાઈને અંદર શું થાય છે તેની તે ભાઇને ખબર, પરંતુ તે વખતે કષાય ઉત્પન્ન થાય, અહંકાર થાય, આ કષાયો ઉત્પન્ન થાય એવા સંયોગોમાં પસાર થતી વખતે કષાયોમાં ન જોડાવું તેવી સાધના જિજ્ઞાસુ જીવ કરતો હોય. માત્ર શાસ્ત્રનું વાંચન કરે તે જિજ્ઞાસુ જીવ છે તે વ્યાખ્યા અધૂરી છે. કષાયોના પ્રસંગો તો જીવનમાં આવતા રહે પણ તે કષાયોને ઘટાડે. જગતમાં રહીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org