________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ ૫૭ સાધના કરવાની છે. સાધકો માટે જગતથી અલગ નવી દુનિયા, નવી વસાહતો ઊભી નહીં કરી શકાય. વસાહતો ઊભી કરશો ત્યાં પણ સંસાર આવવાનો. સંસારમાં રહીને જ્યારે કષાયો ઉત્પન્ન થાય ત્યારે તે કષાયોને ઘટાડવા તે જીજ્ઞાસુનું પહેલું કાર્ય છે.
અત્યાર સુધી એવી માન્યતા હતી કે સુખ જો હોય તો સંસારમાં છે,જ્ઞાનીઓ તેને ભ્રમણા કહે છે. સંસારીનું સુખ બન્નેમાં, ભોગમાં અને પરિગ્રહમાં. કંચનમાં અને કામિનીમાં અને તેથી જ આ આરંભ અને પરિગ્રહ છે. ભોગ માટે પરિગ્રહ જોઈએ. પરિગ્રહ માટે આરંભ અને આરંભ માટે આયોજન જોઈએ, વ્યવસ્થા જોઈએ. તે માટે સાધનો જોઇએ અને સાધનો માટે કરેજ જોઈએ અને આરંભ કરવો પડે. આટલી મોટી જંજાળમાં સંસારીને રહેવું પડે છે કારણ કે સંસારમાં સુખ છે એમ માનીને તે ચાલે છે. જગતમાં કોઈને પણ પૂછો, થોડાં માણસોને બાદ કરી બધાને પૂછો, ભાઈ! સુખ શેમાં છે ? તેઓ કહેશે કે મૂર્ખ છો તેથી પૂછો છો ? સુખ તો સંસારમાં, પૈસામાં, ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં, પદાર્થો મેળવવા, સાચવવા અને સંગ્રહ કરવામાં છે, કોઈ માને નહિ તેને સીધો કરવામાં, ઠેકાણે પાડવામાં એમ જાતજાતના સુખો છે. તે વખતે ભાન ન થાય કે મારી આ ભ્રમણા છે.
ખરેખર સંસારમાં સુખ નથી પણ સુખનું કેન્દ્ર બીજું છે. સુખની ધારા કોઈ બીજી જગ્યાએથી આવે છે. એવું સમજવું જોઈએ. એ સમજતાં સમજતા એને કંઈ જડી આવે. ઓહો ! સુખ તો મોક્ષમાં છે, ત્યારે મોક્ષ શબ્દ નજર સમક્ષ આવે છે. અત્યારે મોક્ષ શબ્દ ભ્રમમાં ઓધસંજ્ઞાએ, ટેવ મુજબ, ચાલુ પરંપરા મુજબ બોલીએ છીએ. હવે મોક્ષ શબ્દ જે આવ્યો તે સમજણપૂર્વક આવ્યો કે સંસારમાં સુખ નથી. સર્વ પ્રકારનાં અશુભ કર્મો અને સર્વ પ્રકારનાં શુભ કર્મો છેદીને પછી જ સુખ પ્રાપ્ત થાય, તેથી તે માટે તત્પરતા અને પ્રયત્ન આ બીજું કામ છે. કષાય ઘટાડવા એ પહેલું કામ અને શુભ અશુભ કર્મો છેદીને મોક્ષ મેળવવાની તત્પરતા જાગી છે, ને પુરુષાર્થ કરે છે તે બીજું કામ. પાપનો ક્ષય કરવાનો છે અને પુણ્યનો પણ ક્ષય કરવાનો છે. બંને આસ્રવો છે. જ્યારે મોક્ષ સંવર, નિર્જરાથી છે. આ પુણ્ય-ભૌતિક સુખ છોડવા જેવું એને લાગે છે.
પ્રામાણિક રહો, દાન આપો, તપ કરો, મંદિરમાં જાવ, સમાજ સેવા કરો, લોકોનું ભલું કરો તેમ આખી દુનિયા અને દુનિયાના ધર્મો કહે છે. પરંતુ એક વાત મહત્ત્વની છે કે તેની ઉપર એક અવસ્થા છે, અને તે શુદ્ધ અવસ્થા છે. તેમાં ઝંપલાવવાનું છે એમ વીતરાગ દર્શન કહે છે. વીતરાગ દર્શન એમ કહે છે કે આ શુભ છોડી શુદ્ધમાં કૂદકો મારો. આવું કામ કરવાનો જેણે પ્રારંભ કર્યો છે અથવા હવે કરવાનો છે તેને અમે જીજ્ઞાસુ કહીએ છીએ. સંસાર અર્થે હવે જીજ્ઞાસુને કંઈ કરવું નથી અને બીજું સંસારના અર્થે તમે જે કંઈ પણ કરશો તે પણ કર્યતંત્રમાં જેમ નક્કી થયું હશે તેમ જ થશે. સૌને વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ બનવું છે. દર મહિને લાખો રૂપિયા રોકડા હાથમાં આવે. કેમ ન ગમે ? પરંતુ જીજ્ઞાસુને હવે ભવ-સંસાર અર્થે કંઈ કરવું નથી. જેટલો પુરુષાર્થ કરવો છે તે મોક્ષ અર્થે જ કરવો છે અને તેમાં દૃઢતાપૂર્વક વર્તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org