________________
૧૫૮
પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્રમાંક-૧૦૯ આ જીજ્ઞાસુ જીવોનું એક લક્ષણ.
બીજો શબ્દ છે ખેદ. ખેદ શબ્દ બરાબર સમજી લ્યો. ખેદ એટલે નિસાસા કે નિરાશા નહિ, ખેદ એટલે હતાશા નહિ. ખેદ એટલે સમજવા અને જાણવા છતાં, કડવા અનુભવો થવા છતાં તેનો ત્યાગ થઈ શકતો નથી અને કહેવાય છે ખેદ. સમજવા કોશિશ કરજો. જાણ્યું તો ખરું, સમજાયું તો ખરું કે ભોગોમાં, વિષયોમાં અને સંસારમાં સુખ નથી, પદાર્થોમાં સુખ નથી. સંયોગોમાં સુખ નથી પણ તેનાથી છૂટી શકાતું નથી. આ કષાયો કરવા જેવા નથી, રાગ દ્વેષ કરવાં જેવાં નથી તે જાણું છું, છતાં કરું છું. જાણું છું કે બધા સ્વાર્થના જ સંબંધો છે પણ રાખું છું. ભોગોમાં સુખ નથી છતાં છૂટી શકાતું નથી. ખાતો જાય અને કહેતો જાય કે આમાં સુખ નથી એટલું જ નહિં પણ ખેદ થાય કે અરે જીવ! તે આટલું સાંભળ્યું, વાચ્યું, સત્ પુરુષોનાં ચરણોમાં રહ્યો, અધ્યાત્મ શાસ્ત્રો વાંચ્યા, વિચાર્યા, મંથન કર્યું અને છતાં પણ તારી આસક્તિ અને કષાયો છૂટતા નથી, મોહ છૂટતો નથી, રાગ દ્વેષ છૂટતાં નથી, એવી જે પીડા થાય, તેને કહેવાય છે ખેદ. ખેદ નિરાશા નથી. તમે કહો છો ને કે આ જાણીને મને ઘણો ખેદ થયો, એ ખેદ જુદો, તેની કવોલીટી જુદી. પરંતુ અહીં જે ખેદ શબ્દ વાપર્યો છે તેની કવોલીટી જુદી છે.
પ્રાતઃકાળ થાય છે, કમળ ખીલે છે, ભમરો આવીને બેસે છે અને સ્વાદ લે છે. સ્વાદ લેતાં લેતાં તેમાં ડૂબી જાય છે, લીન થઈ જાય છે. સાંજે સૂર્યાસ્ત થાય છે અને કમળ બીડાઈ જાય છે. એ ભ્રમરના ડંખમાં શકિત છે, લાકડાં પણ કોતરી શકે છે, આવી શક્તિ હોવા છતાં તે મુલાયમ કમળને ભેદીને બહાર આવી શકતો નથી. હાથી આવે છે. કમળ પોતાના મુખમાં લે છે અને ભ્રમર તેમાં છુંદાઈ જાય છે. છૂંદાવા છતાં તેનામાં ગંધની આસક્તિના કારણે સમજણ આવતી નથી.
હું જાણું છું પણ કરી શકતો નથી, પોતાની જાત પ્રત્યે ખેદ. પોતાની જાત પ્રત્યે ઠપકો આપવાની વૃત્તિ તે ખેદ. માટે જ તે માને છે કે સંસાર ખરેખર કલેશરૂપ છે. આ સંસાર ઊભો કરું છું સાચવું છું, સંભાળું છું. જ્યારે વરઘોડે ચડીને, વાજતે ગાજતે સંસાર માંડયો હશે ત્યારે ખુશખુશાલ, આનંદ આનંદ. પછી ધીમે ધીમે માલુમ પડ ગયા કે ફંસ ગયે. ન નીકળી શકાય કે ન રહી શકે. સંસાર પ્રત્યે ખેદ એટલે સમજવું કે ભોગો પ્રત્યે નિરસતા છે.
છેલ્લી વાત, આના સંદર્ભમાં એક અદ્ભુત શબ્દ વાપર્યો છે. જે આપણી ગણત્રીમાં નથી. માત્ર દયા નહિ પણ અંતર દયા. દયા તો આખી દુનિયા કહે છે. દયા ઘરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટમેં પ્રાણ.
આ દયાની પાછળ અંતર શબ્દ મૂક્યો છે. દયાના પ્રકાર છે. એક બહારની દયા, ભૂખ્યો, તરસ્યો, ઠંડીમાં ઠરતો, રોગથી પીડાતો, કલેશ કરતો, મુંઝાયેલો, કુટપાથ ઉપર જીવન પસાર કરતો, કંટાળેલો, થાકેલો, ઘરમાં અપમાનિત, તિરસ્કાર પામેલો, પહેરવા કપડાં નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org