________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૯ ખાવા અન્ન નથી, માંદો પડ્યો છે, દવા નથી, આવકનાં સાધનો નથી, ચારે તરફથી મુંઝાયેલો છે, તેના ઉપર દયા આવવી તે બહારની દયા. એટલા માટે ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું, ઠંડીમાં ઠરતો હોય તેને ધાબળો ઓઢાડવો, અસહાય હોય તેને સહાય કરવી. રોગીને દવા આપવી અને એટલા માટે હોસ્પીટલો છે. શિક્ષણ કેન્દ્રો, મોટી મોટી યોજનાઓ પણ છે. કરોડો રૂપિયા ખર્ચાય છે. શાસ્ત્ર એમ કહે છે કે આ જે દયા છે તે દ્રવ્ય દયા છે, બહારની દયા છે, પરંતુ કરવા જેવી છે, બીજી દયા, તે અંતરદયા છે. જગતનાં જીવો વારંવાર મોહના કારણે, અજ્ઞાનના કારણે, રાગ દ્વેષના કારણે દુઃખી થાય છે. કર્મથી બંધાય છે. સંસારમાં સપડાય છે. પરિભ્રમણ કરે છે. જન્મ મરણનું દુઃખ અનુભવતાં હોય છે. રાગ દ્વેષથી પીડાતા હોય છે, કષાયોમાં તણાતાં હોય છે, મોહના અંધકારમાં અથડાતાં હોય છે. એ બધામાંથી આ જગતનાં જીવો ક્યારે મુકત થાય? એ પ્રકારની દયા તેને કહેવાય છે અંતર
દયા.
જ્ઞાની પુરુષો જાણે છે કે અમને સુખ મળ્યું છે તે અમારા આત્મામાંથી મળ્યું છે, અમને સમાધિ મળી છે, તે અમારા આત્મામાંથી મળી છે, અમને આનંદનો ખજાનો મળ્યો છે, તે અમારા આત્મામાંથી મળ્યો છે. પરંતુ સાથે એમને એવો પણ ભાવ થાય છે કે જેવો ખજાનો અમારી પાસે છે તેવો ખજાનો જગતના સૌ જીવો પાસે છે પણ તેઓ પોતાના ખજાનાને જાણતા નથી, તેના કારણે દુઃખી થાય છે. તેવા દુઃખી પ્રત્યે જે દયા, તેને કહેવાય અંતરદયા.
આ વાત જરા વિચિત્ર લાગે એવી છે. કોઈ ભૂખ્યો હોય અને માંગતો હોય, માબાપ એક રોટલાનો કટકો કે કંઈક પૈસા આપોને ? તમારી ગાડી ઊભી હોય ત્યાં હાથ લાંબો કરી કહેશે કે આપો ને સાહેબ ! પાંચિયું, આપણે કહીશું કે લે. દયામાં પણ છણકો. આ દયા કહેવાય? વૈભવશાળી હોય, ચમકતી લાખો રૂપિયાની ગાડી હોય, કરોડોનાં ઘરેણાં પહેર્યા હોય, ઠસ્સાથી બેઠો હોય, લોકો સલામ કરતા હોય, ઘેરી વળતા હોય, બાજુમાં પદ્મિની જેવી સ્ત્રી બેઠી હોય, ભોગોનાં સાધનો હોય, તેને જોઈ તમને એમ થાય ખરું કે આ પણ દયાને પાત્ર છે? કોઈ તેને કહે કે સાહેબ ! અમને તમારી દયા આવે છે. તો સાહેબ શું કરે ? એક તમાચો મારે ને ! મારી દયા ? મને ઓળખે છે કે હું કોણ છું ? લીસ્ટ તને આપું ? મારે આટલો ધંધો, આટલા નોકરો, આવી સરસ ગાડી, આ બાળકો, આ સંપત્તિ, તું શું તારા મનમાં માને છે ? દયા મારી ખાય છે ? પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે સમ્યગ્દર્શનથી રહિત છ ખંડનો માલિક ચક્રવર્તી પણ દયાને પાત્ર છે અને સમ્યગદર્શનથી સહિત પુણીયો શ્રાવક એ ભક્તિને પાત્ર છે. શ્રેણિકરાજા ત્યાં જઈ માથું નમાવે છે. ભગવાન મહાવીર તો વંદન કરવા જેવા છે જ, પરંતુ આ પણ વંદન કરવા જેવો છે. આટલો મોટો સમ્રાટ તેના ચરણે માથું મૂકે છે. દરિદ્ર હોય, અંગ ઉપર ફાટેલાં કપડાં હોય અને ભોજન માટે સામગ્રી ન હોય પરંતુ અંદરમાં જો સમ્યગ્ગ દર્શન હોય તો જગતમાં તેના જેવો શ્રેષ્ઠ અને સુખી કોઈ નથી. સમ્યગ્દષ્ટિ આત્મા આવા ભૌતિક સમૃદ્ધિવાળા જીવને જોઈ વિચારે કે આ બિચારો ખોઈ બેઠો છે, એ કયારે પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org