________________
૧૬૦
પ્રવચન ક્રમાંક ૮૩, ગાથા ક્ર્માંક-૧૦૯ આત્માને જાણશે ? એવી લાગણી અંતરમાં અનુભવે તે છે અંતરદયા.
સંસારના ત્રિવિધ તાપથી આત્મા દુઃખી થઇ રહ્યો છે. સંત તુકારામે તેમની મરાઠી ભાષામાં એમ કહ્યું કે ‘સંસાર ત્રી તાપાચી સગડી'. સગડીમાં કોલસા નાખી પેટાવો તો ખૂબ જ લાગે. આવે. તુકારામ એમ કહે છે કે આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રણ તાપની સગડી છે. આવા ત્રણ તાપથી પીડાતા જગતના જીવોને જોઇને, પરમશાંતિનું ધામ પોતા પાસે છે છતાં એ જાણતા નથી એ પ્રકારની લાગણી થવી આને કહેવાય છે અંતર દયા. આને કહેવાય છે પ્રેમ, આને કહેવાય છે કરુણા, આને કહેવાય છે ભાવદયા. આવી ભાવદયા જેનામાં હોય તેને કહેવાય છે જીજ્ઞાસુ. એટલું નહિ પણ આ જાણ્યા પછી તેને એમ થાય કે હું પણ કર્મના બંધનમાંથી કયારે મુક્ત થાઉં ? મારા આત્માને બંધનમાંથી કેમ મુક્ત કરું ? અને જગતના બધા જ જીવો કર્મબંધનમાંથી મુક્ત બને, એવી ભાવના અંતરમાં થાય તેને કહેવાય છે અંતરદયા.
કષાયની ઉપશાંતતા, મોક્ષની જ અભિલાષા, ભવનો ખેદ અને અંતરદયા, આ ચાર ગુણોસાધનો લઇ જીજ્ઞાસુ જીવ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરે છે. આઘ્યાત્મિક વર્તુળમાં; આધ્યાત્મિક ઝોનમાં પ્રવેશ કરવાનો અધિકાર જીજ્ઞાસુ જીવને જ છે. પ્રત્યેક શબ્દ ખોલી ખોલીને સમજો. બીજો ઉપાય જ નથી. કેરીનો રસ છાલની અંદર હોય, ખુલ્લો તો હોય જ નહિ. છાલ સાચવવી અને જાળવવી પણ પડે. બજારમાં તમે જાવ ત્યારે છાલ સાથે કેરીનો રસ લેવો પડે. છાલ પાછી લે અને રસ આપો તેમ ન બને. શબ્દ એ છાલ છે અને અંદર ભરેલો રસ બ્રહ્મજ્ઞાન છે. એ છાલ તમારે લેવી પડશે ને ખોલવી પણ પડશે. કેરીને ઘોળી ઘોળીને રસ કાઢો છો અને અંતે છાલ ફેંકી દો છો, તેમ શબ્દોને સમજીને મૂકવાના છે અને ભાવને ગ્રહણ કરવાનો છે. જીજ્ઞાસુ જીવ ભાવને ગ્રહણ કરે છે.
એ જીજ્ઞાસુ જીવને એક મોટું કામ હવે કરવાનું છે, હવે એ તૈયાર થયો, પાત્ર થયો, અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે તે ખબર નથી. એક બીજ જમીનમાં પડ્યું. તમને શું ખબર એ કેવી રીતે ખીલે છે ? આપણને ખબર પડતી નથી કે માના પેટમાં બાળક કઇ રીતે વિકાસ પામે છે. પૂર્ણિમાનો ચંદ્ર કેવી રીતે ખીલ્યો તે આપણને ખબર પડતી નથી. એમ સાધક જીવની યાત્રા કેવા ક્રમે થાય છે તેની આપણને ખબર જ નથી, જે યાત્રા કરે તે જાણે. જીજ્ઞાસુ જીવને સદ્ગુરુની પ્રાપ્તિ થાય જ. ધ્યાનથી સમજજો કે જગતમાં એવી ચેતનાઓ છે, તેઓનું કાર્ય
આ જ છે. પોતાને કંઇ કરવાનું બાકી નથી. જેમ નદીના કિનારે નાવિક ઊભા જ હોય છે. તમે ગયા અને તુરત જ તમને નાવમાં બેસાડી સામે પાર લઇ જાય છે. એ જ તેમનું કામ છે, તેમ આ જગતમાં કેટલાક તારુઓ એટલે તારનારાઓ છે, તેઓ જીજ્ઞાસુઓને તારે છે. तिण्णाणं तारयाणं, बुद्धाणं बोहयाणं, मुत्ताणं मोअगाणं ।
આમ રોજ ગગડાઓ છો ને ? તારુ
તારનાર, તેઓ તારક છે, તારે છે. તેમની ચેતનામાં એક કરુણાનો ભાવ છે કે ‘જગતના જીવો જન્મ અને મરણથી મુક્ત થવા માટે વીતરાગ પરમાત્માના ધર્મને પ્રાપ્ત કરે. ધર્મની સમજ અમારે એમને-જીજ્ઞાસુને આપવી છે, એ માટે
Jain Education International
–
–
For Personal & Private Use Only
www.jainelibrary.org