________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૧
અમારું જીવન છે'. આવી ચેતનાઓ સાથે જીજ્ઞાસુઓ કનેકશન કરે છે. આ આંતરિક ઘટના છે. આંતરિક જગતમાં આવી રચના થતી હોય છે અને જીજ્ઞાસુ તથા સદ્ગુરુનું મિલન થાય છે, સંયોગ થાય છે, અનુબંધ થાય છે, ટ્યુનીંગ અને જોડાણ થાય છે. આ ચર્ચા છોડો કે સદ્ગુરુ છે કે નથી ? કેવા હોય ? કેમ ઓળખવા ? રહેવા દે, ભાઈ ! તું તને ઓળખ, પછી બધું થઈ પડશે. તું તૈયાર તો થા. ઘણી વખત સદ્ગુરુ તારા આંગણે આવ્યા અને તે તેને કાઢી મૂક્યા. શીરડીના સાંઇબાબા છે. તેમને એક ભક્ત ભોજન લેવા આવવાનું આમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું કે આવીશ. અને સવારે નવ વાગ્યે ભક્તના ઘેર ભોજન લેવા ગયા. એણે કૂતરાને આવતો જોયો અને ઠંડો મારી કાઢી મૂક્યો. પછી બપોરે બાર વાગ્યે ભિખારીનાં વેશમાં ગયા, તો કહ્યું કે, જા. અહીં જગ્યા નથી. સાંજના એક લંગડા માણસ તરીકે ગયા તો ત્યારે પણ કાઢી મૂક્યા. તે ભક્ત સાંજના પાછો બાબા પાસે ગયો કે મેં આપને કહ્યું હતું પરંતુ આપ પધાર્યા નહિ. તે કહે હું ત્રણ વખત આવ્યો હતો પરંતુ તે દંડા મારી કાઢી મૂક્યો. સદ્ગુરુ આવે છે પરંતુ તમે કાઢી મૂકો છો. સદ્ગુરુ નથી આવતા એમ કહેવું તે બિનજરૂરી ચર્ચા છે.
જગતમાં આવી ચેતનાઓ છે, જે ચેતનામાં બે ભાવની ધારા છે. એક વીતરાગતા તરફની ધારા છે અને બીજી ભાવ કરુણાની ધારા છે. તેઓને બીજું કંઇપણ કરવાનું નથી. તેઓ સંસારના કિનારે ઊભા છે. પોતે તરી રહ્યા છે અને ત્યાંથી જે આવે તેને તારવા છે. તારવાનો અહંકાર નથી. કરવાનો ભાવ નથી, કર્તાપણાની બુદ્ધિ નથી. પોતાનાં વખાણ કરતા નથી કે ઓળખાણ આપતા નથી પણ હાથ લાંબો જો કરો તો પકડીને સામે કિનારે મૂકી આવે. આવું કાર્ય જેમના જીવનમાં સહજ રીતે થઈ રહ્યું છે એમને કહેવાય છે સદ્ગુરુ. કેવું ભાષણ આપે છે, કેવાં કપડાં પહેરે છે, એ લક્ષણ નથી. બારમાં ગુણસ્થાને પહોંચ્યા કે તેનાથી આગળ વધ્યા તેમજ તેવાં ગપ્પાં મારવાં તે તેમનું લક્ષણ નથી. સદ્ગુરુ આંતરિક અવસ્થા છે. પોતાને પોતે જાણ્યો છે. જે ખજાનો પોતાને મળ્યો છે એવો ખજાનો સૌની પાસે છે તેમ આંગળી ચીંધવાનું કામ કરવું છે. કોઈ કાળ એવો નથી કે જગતમાં સદ્ગુરુ કે સંતપુરુષ ન હોય. સદ્ગુરુ છે જ અને આવશે. તમારા આંગણે આવશે. સામે ચાલીને આવશે. મા કરતાં વધારે દયાળુ છે. જેમ બાળક ફરતું થાય, ચાલે, પણ પડે એવું લાગે તો મા દોડતી જાય. મા અનુભવી છે. બાળક ઊભું થાય તો ઊભું થવા દે, ઊભું થતાં પડે તો પડવા દે. ધીમે ધીમે ચાલતું હોય તો ચાલવા દે પણ ચાલતાં ચાલતાં પડી જાય તો દોડીને પકડી લે. મા બાળકની કેટલી કાળજી રાખે છે! તેમ સદ્ગુરુ પણ જીજ્ઞાસુની કાળજી રાખે છે. મા કરતાં પણ અનંત વાત્સલ્ય તેમના હૃદયમાં છે.
પંઢરપુરમાં વિઠ્ઠોબાજી ઊભા છે. તેમની મૂર્તિ બહુ ભાવિક મૂર્તિ છે. તેઓ હાથ પહોળા કરીને ઊભા છે. સામે ચંદ્રભાગા નદી છે અને તેમાં ઊંડે સુધી પાણી છે. વિઠ્ઠોબાજીનો એક હાથ કેડ ઉપર છે અને તે કહે છે કે તું ચાલ્યો આવ. બહુ પાણી નથી. આ કેડ જેટલું જ પાણી છે. હું અહીં તારો હાથ પકડવા ઊભો છું. ચોવીસે કલાક હું તારું ધ્યાન રાખું છું. સદ્ગુરુ ઊભા છે. ચોવીસ કલાકની સર્વીસ છે એમની. બીજી વાત, સદ્ગુરુ મળ્યા સિવાય અને એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org