________________
૧૬ ૨
પ્રવચન ક્રમાંક - ૮૩, ગાથા ક્યાંક-૧૦૯ તમારો હાથ ન પકડે ત્યાં સુધી ગમે તેમ કૂદકા મારો તો યે મોક્ષ નહિ મળે. હું ગુસ્સાથી નહીં પણ બહુ પ્રેમથી કહું છું.
જીજ્ઞાસુ બન્યા સિવાય આ અવસ્થા પ્રાપ્ત નહિ થાય. તમે જીજ્ઞાસુ બનો, જીજ્ઞાસુ બનશો તો કોક તમારો હાથ પકડશે. તમારા સદ્ગુરુ જ્યારે હાથ પકડે ત્યારે હાથમાંથી હાથ છોડાવશો નહિ. કદાચ એવું બને કે હાથ પકડનારા ખોટા પણ હોય, પણ તમે જીજ્ઞાસુ હશો તો ખોટાએ હાથ પકડ્યો હશે તો તેમાંથી મુક્ત થઈ જશો. કદાચ અસગુરુના હાથમાં ભૂલમાં સપડાઈ ગયા હશો તો તમારું કોન્સીયસ બાઈટ થશે જ, અંદરથી અવાજ આવશે કે “કુછ કમ હૈ, કુછ કમ હૈ,” “ઉતાવળ નથી. આ જગ્યા બરાબર નથી' એમ તમારો અંતરાત્મા ડંખશે અને સદ્ગુરુ તમારી પાસે અવશ્ય આવશે. તમે જીજ્ઞાસુ બનો. જીજ્ઞાસુ જીવને શું થાય ? તેને સદ્ગુરુનો યોગ મળે જ. આ આધ્યાત્મિક ઘટના છે. જેમ કન્યા માટે વર શોધો છો ને ? ઠેક ઠેકાણે જુઓ છો. વર માટે કન્યા શોધતા હો તો કેટલાં ઠેકાણે જુઓ છો ? વ્યવહારમાં વર શોધો છો તેમ સદ્ગુરુને શોધો. સદ્ગુરુ મળે જ અને મળે તો ઓળખાણ પણ થાય અને હૈયું ભરાઈ જાય કે જેને શોધતો હતો તે મળી ગયા. મને પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ થયા પછી તેનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દે છે. તે વખતે સદ્ગુરુ તેને જે આપે છે, આને કહેવાય છે બોધ. ચિલાતીપુત્રને ત્રણ શબ્દોમાં બોધ મળ્યો, ઉપશમ, સંવર અને વિવેક આ બોધ મળ્યો. ભગવાન મહાવીર જંગલમાં ગયા અને ચંડકૌશિક સાપને કહ્યું કે બુઝ, બુઝ,ચંડકોશિયા ! બસ, આટલું જ કહ્યું, બીજું બોલ્યા નથી. બોધ એટલે લાંબુ લેકચર આપવું પડે કે કલાકો સુધી ભાષણ આપવું પડે એવું નથી. બોધ વસ્તુ જ જુદી છે. બે શબ્દો પણ હોઈ શકે, મોન પણ હોઈ શકે. કંઈ પણ ન બોલે અને હાજર હોય ત્યારે અંદર ફીલીંગ થાય, અંદર ઘટના ઘટે, અંદર સળવળ થાય, અંદર ક્રાંતિ થાય અને ક્રાંતિ થાય તે વખતે તેને જે કંઈ મળે તે બોધ. આવા જીજ્ઞાસુ જીવને સગુનો બોધ થાય. બોધ એટલે જ્ઞાન નહિ પણ આંતરિક અવસ્થાનું સમ્યગ્દર્શન. તું આ છો, તું આ છો. તું તને ભૂલી ગયો છે.
શુદ્ધોશિ, વૃદ્ધોરિ, નિરંગનોડસિ, સંસારમાયારિવર્તિતોરા તું આ છો, એમ હાથ મૂકી એક વખત બતાવે તત્વમસિ ! તે તું છો, એમ ઉદ્ઘોષણા કરીને જાગૃત કરે. જીવને ઉપદેશ આપે, બોધ થાય. બોધ તેને સુંદર અને પ્રિય લાગે, મંગળ અને કલ્યાણકારી લાગે. તેના પ્રત્યે ભાવ અને ભક્તિ થાય, તેના પ્રત્યે શ્રદ્ધા થાય. આને કહેવાય છે સમક્તિ. “તો પામે સમક્તિને આ તેર મણનો તો. આ ૧૦૮મી ગાથામાં જે વર્ણવ્યું છે તેવો થયો હોય તો સદ્ગુરુનો બોધ તેને પ્રાપ્ત થાય. લીંક સમજાઈ ૧૦૮મી ગાથાને યાદ કરો, તેને જાણો, તેને સમજો “તો પામે સમક્તિને’ આ પહેલું સમક્તિ અને આને શાસ્ત્રોમાં વ્યવહાર સમક્તિ કહ્યું છે. હજુ નિશ્ચય સમક્તિ, પારમાર્થિક સમક્તિ બાકી છે. અનુભવ બાકી છે. આત્મા સાંભળ્યો, જાણ્યો, અનુભવ્યો નથી. મુંબઈનું શબ્દોથી વર્ણન સાંભળ્યું, જાણ્યું, નક્શામાં જોયું, ગમ્યું, માન્યું પણ નજરે જોયું નથી. હવે આત્મા જાણ્યો, પ્રેરણા થઈ, ગમ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org