________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ ૬ ૩ અનુભવ્યો નથી, છતાં શ્રદ્ધા થઈ, તે પણ સમક્તિ છે, એક ઘટના છે. એટલા માટે પહ્માનંદજી આચાર્યે બહુ આનંદમાં આવીને કહ્યું કે ..
तत् प्रति प्रीतिचित्तेन, येन वार्तापि हि श्रुता । તેના પ્રત્યે પ્રેમ લાવીને, આત્માની વાર્તા પણ જેણે પ્રેમપૂર્વક સાંભળી છે, એ નિશ્ચિત ભવ્ય હોવો જોઈએ, ભવ્ય સિવાય આ વાત સાંભળી નહિ શકે. સમયસારમાં કુંદકુંદાચાર્યજી કહે છે, અરે ! અમે તમારા માટે આ ભેટ લાવ્યા છીએ. આ ખજાનો લાવ્યા છીએ. અહીં આવ ! સાંભળ તો ખરો ! આ તારી વાત તને કરવા અમે આવ્યા છીએ. કેટલો પ્રેમ ભર્યો છે ?! કેટલી કરુણા ભરી છે ?! કેટલી લાગણી છે ! તું સાંભળ અને લઈ જા ! “તો પામે સમક્તિને', આ છે વ્યવહાર સમકિત અને આવું સમકિત જ્યારે થાય ત્યારે તરત જ તેનું પરિણામ “વર્તે અંતર શોધ.” જીજ્ઞાસા થયા પછી સદ્ગુરુનો યોગ થાય અને બોધની પ્રાપ્તિ થાય. બોધની પ્રાપ્તિ થાય તેને કહેવાય સમ્યકત્વ. અને સમતિ થાય એટલે શું થાય ? “વર્તે અંતર શોધ'. અંતરની શોધમાં જવાનો એ પ્રારંભ કરે. હવે તેની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ
થાય.
અંબાલાલભાઈની ટીકા જોઈ વાત પૂરી કરીએ. આવો જીજ્ઞાસુ યોગ્ય જીવ હોય તેને સાચા જ્ઞાની સદ્ગુરુ મળે. આ લીટી અંબાલાલભાઈની છે અને પરમકૃપાળુદેવે તે વાંચી છે. તેમણે એમ નથી કહ્યું કે હવે સદગુરુ થવાના જ નથી. સદ્ગુરુ મળે જ અને સાચા સદ્ગુરુ મળે. મળે એટલે બોધ આપે, તેમનો બોધ પરિણમે તો સાચી શ્રદ્ધા થાય તે વ્યવહાર સમક્તિ. ત્યાર પછી અંદર કામ ચાલુ થાય. પોતાના દોષ શોધી શોધીને અંતર શુદ્ધ કરવા માટે તેની પ્રવૃત્તિનો પ્રારંભ થાય એટલે તે અંતરાત્મા બને. અને અંતરાત્મા બની ચારિત્ર મોહનીયનો નિકાલ કરવાના કામમાં એ લાગી જાય. આ ઘટના તેના અંતરમાં ઘટે છે.
૧૦૯મી. ગાથામાં, “તો પામે સમક્તિને’ એમ શબ્દો મૂક્યા. ૧૧૦મી ગાથામાં, “લહે શુદ્ધ સમક્તિ” એવા શબ્દો મૂકયા. સમકિત પૂર્વે શુદ્ધ એમ શબ્દ મૂકયો. શુદ્ધ સમકિત એટલે નિશ્ચય સમકિત, પરમાર્થ સમક્તિ અથવા નિર્વિકલ્પ આત્મ અનુભૂતિ.
તે જિજ્ઞાસુ જીવને, થાય સ ગુરુ બોધ;
તો પામે સમક્તિને, વર્તે અંતરશોધ. આ અંદર થતી પ્રક્રિયા છે. જેમ બીજ જમીનમાં ગયું અને પ્રક્રિયા ચાલુ, અનાજ પેટમાં ગયું અને ફેક્ટરીનું કામ ચાલુ અને તે અનાજમાંથી અનેક પરિણામ થાય. બાળક ગર્ભમાં આવ્યું કે એનું કામ ચાલુ થઈ જાય. કબીરજી કહે છે કે નવ નવ માસ બનનકો લાગા. આ ચાદર વણવામાં નવ નવ મહિના લાગ્યા. માને પણ ખબર નથી કે બાળક અંદરમાં કેવી રીતે કામ કરે છે? કેવી રીતે મોટું થાય છે ? - જીજ્ઞાસુ જીવમાં અંદરમાં કામનો પ્રારંભ થાય પરંતુ બીજાને ખબર ન પડે કે ભીતર કયા હો રહા હૈ! જેને અંદર બોધ થાય, સમક્તિ થાય, તે શોધી શોધીને પોતાના દોષો અને ઊણપો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org