________________
४४
પ્રવચન ક્રમાંક - ૭૦, ગાથા ક્રમાંક-૯૯-૧ અને શુભ યોગને, મન વચન કાયાની નિવૃત્તિ (યોગ નિરોધો દૂર કરે.
આવાં પાંચ કારણો તે મોક્ષના ઉપાયો છે. આ મોક્ષનો પંથ છે, તેથી ભવનો અંત આવે છે. આની શરૂઆત અહીંથી થાય છે. જેને સાધના કરવી છે તેને અહીંથી શરૂઆત કરવાની છે પણ આ વાત પૂરી નથી. ૧૦૦મી ગાથામાં કૃપાળુદેવ મધ્યમ કક્ષાના સાધકો માટે વાત
કરશે.
રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.(૧૦૦) મોક્ષનો માર્ગ અલગ અલગ નથી. વાટ તો એક જ છે. જે વાટે ભગવાન મહાવીર તર્યા, એ જ વાટે રાજા શ્રેણિક, સતી સુલસા વગેરે તરશે. રસ્તો તો એક જ છે પરંતુ પ્રક્રિયા જુદી જુદી હોય. ઉપાય ભિન્ન ભિન્ન હોઈ શકે. આ એકસોમી ગાથામાં જીવનની એક મૌલિક ઘટના છે, તેનું વર્ણન છે. પહેલાં રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેનું એકત્વ. એકત્વ એટલે શું? એકલા રાગની વાત નહિ, એકલા દ્વેષની વાત નહિ અને એકલા અજ્ઞાનની વાત નહિ, પરંતુ ત્રણે એક થઈ જાય તેવી એક અવસ્થા છે. એ ત્રણેનું એક થવું તેને કહેવાય છે ગાંઠ અથવા ગ્રંથિ. રાગનું એકલાનું પણ જોર નથી, દ્વેષનું એકલાનું પણ જોર નથી અને અજ્ઞાનનું એકલાનું પણ જોર નથી. આ ત્રણે જબરા અને બળિયા તો છે, પરંતુ જ્યારે એ ત્રણે ભેગાં થાય અને તેમાંથી જે રસાયણ તૈયાર થાય તેને કહેવાય છે ગ્રંથિ. તમે જ્યારે સાંભળતા હો છો કે ગ્રંથિભેદ કરવો છે, તો કઈ ગ્રંથિ ? રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેનું એકત્વ થઈ જાય, ત્રણે એકરૂપ થઈ જાય, ત્રણે જુદા પાડી ન શકાય. જ્યાં રાગ છે, ત્યાં દ્વેષ છે, ત્યાં અજ્ઞાન પણ છે. એ ત્રણે ભેગાં થઈ જે એક રસાયણ-એક પદાર્થ તૈયાર થયો તે ગ્રંથિ, તે ગાંઠથી કર્મબંધ થાય છે. આ ગાંઠ તોડવી પડશે ને ? જોવું પડશે કે ગાંઠ કયાં પડી છે? ઘા તો યોગ્ય જગ્યા ઉપર થવો જોઇએ. અત્યાર સુધી ગમે ત્યાં ઘા કર્યા છે. “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. આટલું બધું કર્યું, આટલા સાધનો કર્યા, પણ હજુ કંઈ ઠેકાણું પડ્યું નથી. વીર વિજયજી મહારાજે કહ્યું કે “સંસારની માયામાં મેં વલોવ્યું પાણીઅત્યાર સુધી સંસારની માયામાં પાણી વલોવ્યું પણ માખણ હાથ ન આવ્યું. આટલાં બધાં કામો કર્યા પણ ઘા યોગ્ય જગ્યા પર થયો નથી. કર્મબંધનાં ઘણાં કારણો અને તેને આવવાના દરવાજા પણ ઘણા હોઈ શકે. પરંતુ શાસ્ત્રીય પરિભાષામાં મુખ્ય બે જ કારણો. એક ચારિત્ર મોહનીય, તેમાંથી રાગ દ્વેષ આવે છે અને એક દર્શન મોહનીય, જેમાંથી અજ્ઞાન આવે છે. આગળ ગાથા આવવાની
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. (૧૦૨) કર્મો મુખ્ય આઠ છે, તેમાં મુખ્ય મોહનીય છે તેના બે ભાગ. ચારિત્રમોહનીય અને દર્શનમોહનીય. ચારિત્રમોહનીયમાંથી જે ધારા આવે છે તે રાગ, દ્વેષ, અને દર્શનમોહનીયમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org