________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૩
હું જનકવિદેહી તરીકે બેઠો છું તે સાચું કે ભીખ માંગી રહ્યો છું તે સાચું ? બીજે દિવસે રાજ્યભામા ગયાં, ત્યારે જે આવે તેને પૂછે કે આ સાચું છે કે તે સાચું ? પરંતુ જવાબ કોણ આપે ? એક જ્ઞાની પુરુષ રાજયસભામાં આવ્યા અને તેમણે કહ્યું કે આ સાચું હોય તો તે સાચું અને તે સાચું હોય તો આ સાચું. સમજાયું ? તમારું રાજ્ય સાચું હોય તો સ્વપ્નું પણ સાચું અને સ્વપ્નું સાચું હોય તો રાજ્ય પણ સાચું. જનકવિદેહીએ કહ્યું કે જવાબ બરાબર છે. સ્વપ્ન જેમ ખોટું છે, તેમ આ દેખાય છે તે પણ ખોટું છે. તમે તો એમ કહો છો કે સ્વપ્ન ખોટું છે પરંતુ જે દેખાય છે તે ખોટું નથી. જેમ સ્વપ્ન ખોટું છે તેમ જે દેખાય છે તે પણ ખોટું, એવું જાગરણ જીવનમાં આવે અને આવું જાગરણ પ્રાપ્ત કરી જીવનમાં જીવીએ તેને કહેવાય અપ્રમત્તદશા (સાવધાન દશા). જાગીને જીવવાનું છે. ભગવાન મહાવીરને પૂછ્યું કે, હું રે ? હૈં વિટ્ટે ? ∞દમાસે ? હંસગે ? હં મુંનતો ? માસંતો ? પાવળાં ન વંધરૂ | ૭ || નયં રે, નયં વિદે, નયમાસે નયં સગે । जयं भुंजतो भासतो, पावकम्मं न बंधइ ॥ ८ ॥ (દશવૈકાલિક સૂત્ર અ.ચોથું)
પ્રભુ અમારે કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઊભા રહેવું ? કેવી રીતે બેસવું ? કેવી રીતે શયન કરવું ? કેવી રીતે ભોજન કરવું ? અને કેવી રીતે બોલવું ? ભગવાન મહાવીરના ચૌદ હજાર શિષ્યો અને તે બધા જ જુદું જુદું પૂછે તો કઇ પદ્ધતિ આપે ? ભગવાને અદ્ભુત વાત કરી કે યતનાપૂર્વક ચાલો, યતનાપૂર્વક ઊભા રહો, યતનાપૂર્વક બેસો, યતનાપૂર્વક શયન કરો, યતનાપૂર્વક ભોજન કરો અને યતનાપૂર્વક બોલો. યતના એટલે જયણા- જાગૃતિ, સંપૂર્ણપણે જાગીને જીવવું. આનંદ તો આ છે. રસ્તામાં તમે ચાલ્યા જતા હો, વચમાં કોઇ જોવા જેવું ચિત્રનું બોર્ડ લગાડેલું હોય અને નજર ત્યાં જોવામાં ગઇ. કેળાની છાલ પણ નીચે આવી અને સાક્ષાત્ દંડવત પ્રણામ. શું થયું ? હોસ્પીટલમાં દાખલ અને બે પગ ઊંચા, શું થયું સાહેબ? કેળાની છાલ આવી. તું કયાં ગયો હતો ? પ્રમાદ, સાવધાન ન રહેવાયું.
અપ્રમત્ત અવસ્થામાં, સાવધાન અવસ્થામાં, જાગૃતઅવસ્થામાં આત્મસ્વરૂપમાં વર્તે એવી દશા, સમ્યગ્દર્શન પણ એક દશા, વિરતિ પણ એક દૃશા, મંદ કષાયને કષાય રહિત અવસ્થા પણ એક દશા, અપ્રમત્ત અવસ્થા તે પણ એક દશા, અને મન, વચન, કાયા આ ત્રણે સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો કે નિરોધ કરવો તે પણ એક દશા. આ પાંચે કારણો છેદક દશા છે. આ પાંચે સાધન કર્મબંધના કારણોને દૂર કરે. જરા પુનરાવૃત્તિ કરી લઇએ.
વિપરીત બુદ્ધિને (મિથ્યાત્વને) સમ્યગ્દર્શન દૂર કરે. અવિરતિને વિરતિ (સંયમ) દૂર કરે.
કષાયને અકષાય અથવા મંદ કષાય દૂર કરે.
પ્રમાદને (અજાગૃત દશાને) અપ્રમાદ દૂર કરે અને મન, વચન, કાયાના અશુભ યોગને
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International