________________
૪૨
પ્રવચન ક્રમાંક - ૭૦, ગાથા ક્યાંક-૯૯-૧ કે સુંગધ આવતી નથી. પણ નાકમાં બે ગોળીઓ ગંદકીની ભરેલી હોવાથી સુગંધ આવે કયાંથી? મને લાગે છે કે તમે પણ આમ જ કરતા હશો. જ્યાં જાવ ત્યાં બે ગોળી સાથે લઈ જાવ છો. એક રાગની અને એક દ્વેષની. એક અહંકારની અને એક મમત્વની, કદાચ ક્યાંય ન ફાવ્યું તો ? જ્યાં જાવ ત્યાં આ બે ગોળીઓ સાથે. પ્રોટેકશનનાં પગલાં. પણ એક અવસ્થા જીવનમાં એવી છે કે સમ્યગ્દર્શન થયા પછી તે જીવની ઇન્દ્રિયો વિષય તરફ જતી નથી. રોકવાની તો વાત જ નથી. જતી હતી એટલા માટે કે સુખના કેન્દ્રની ખબર ન હતી. સુખનું કેન્દ્ર જડી જાય પછી તે તરફ જવાની જરૂર પણ નથી. આવી દશાને, અવસ્થાને શાસ્ત્રો વિરતિ કહે છે. વિરતિ એટલે વિરામ પામવું, પાછા આવવું, અટકવું, વિષયોથી પાછા ફરવું.
વિરતિ જ્યારે થાય ત્યારે તેના કારણે કષાયો મંદ પડે છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધાનું બળ તૂટે, જોર ઘટે. વિપરીત બુદ્ધિ હશે અને અવિરતિ હશે તો કષાયો જોર કરશે. આખા સંસારમાં ચારે તરફ જુઓ તો કષાયનું સામ્રાજ્ય છે. ઘરમાં કષાયો, બહારમાં પણ કષાયો, મંદિરોમાં પણ કષાયો, સમાજમાં પણ કષાયો, ચારે તરફ કષાયોનું સામ્રાજ્ય છે. મોહ, ક્રોધ, અહંકાર, લોભ આ બધી લાગણીઓ જીવનમાં કામ કરે છે. પરંતુ સમ્યમ્ દર્શન થાય, વિરતિની દશા આવે એટલે કષાયો શાંત પડે. કષાયો શાંત થશે ત્યારે તમારા જીવનમાં ખરી શાંતિનો અનુભવ થશે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે “અશાંચ વત: સુરઉમ્ જે અશાંત છે તે અંદરથી સુખ અનુભવી શકતો નથી. સુખનો અનુભવ કરવો હોય તો શાંત અવસ્થા જોઈએ. શાંત અવસ્થા ત્યારે જ થાય કે કષાયો શમ્યા હોય. કષાયોનો લાવારસ અંદર વહેતો હશે, ક્રોધની તીવ્રતા, માયાની તીવ્રતા, અહંકાર અને લોભની તીવ્રતા હશે તો અશાંતિ જ હશે. નાની નાની બાબતોમાં કેટલાં દુઃખ ઊભા થાય છે ? એક વખત એક જાનનું સામૈયું કર્યું. માંડવા સુધી આવ્યા, પરંતુ વેવાઈ કંઈ કામમાં હશે તેથી પધારો એમ કહેવું જોઈએ તે ન કહ્યું, તો જાન પાછી ગઈ. અમે માંડવે આવ્યા અને તમે પધારો તેમ પણ ન કહ્યું, હવે લગ્ન નહિ થાય. આટલી વાતમાં આટલું મોટું કરવાનું? આ અહંકાર કરાવે છે. તેનો વાંક નથી, અહંકારનું ભૂત વળગ્યું છે. આપણને પણ કયારેક ક્રોધ, કયારેક લોભ, કયારેક માયા, કયારેક માન, કયારેક ઈર્ષ્યા, કયારેક વિષાદ હોય છે. આપણે કયારેય નોર્મલ અવસ્થામાં તો હોતા જ નથી, જ્યારે જુઓ ત્યારે એબનોર્મલ અવસ્થા જ હોય. કેટલા બોજા નીચે જીવીએ છીએ? આપણે જ ઉદ્ઘોષણા કરીએ છીએ કે આત્મા સિધ્ધ સમાન છે પરંતુ આપણી હાલત ઊલટી જ છે. તે પ્રકારની દશા આપણી નથી. તેનો છેદ કરવા અવસ્થા જોઈએ.
ચોથી વાત અપ્રમાદ અવસ્થા એટલે સંપૂર્ણ જાગૃતિ. સમગ્રપણે જાગીને જીવનમાં જીવવું જોઇએ. નરસિંહ મહેતાએ સરળ ભાષામાં કહ્યું કે –
જાગીને જોઉં તો જગત દિશે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે' જાગીને જોઈએ છીએ તો કાંઈ દેખાતું નથી. જનક વિદેહીને સ્વપ્ન આવ્યું. તેણે હાથમાં પાત્ર લીધું છે અને ભિક્ષા માગી રહ્યા છે. પછી તેમની ઊંઘ ઊડી ગઈ. તેમને થયું કે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org