________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આનંદઘનજીએ પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં કહ્યું કે
કનકાપલવત્ પયડી પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ,
અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ધરતીમાં સોનું અને માટી બંને ભેગાં છે. સોની તેને લાવીને તેજાબ છાંટી, પ્રયોગ કરી સોનું છૂટું પાડે છે અને માટીને પણ જુદી કરે છે, તેમ કર્મ અને આત્માને જુદા પાડવાની પ્રક્રિયા કરવી તેનું નામ સાધના છે. તેમાં શું કરવાનું ? આંખો બંધ કરી બેસી રહેવાનું ? માળા ગણીએ, જાપ કરીએ, એકાગ્રતા કરીએ, ધ્યાન કરીએ, આ બધું શા માટે કરવાનું ? આ બંનેને જુદા પાડવા. આત્મા અને કર્મને જુદાં કરવાં હોય તો બે વસ્તુ જાણવી પડશે. શેનાથી કર્મ બંધાય છે ? અને શું કરવાથી એ બંધન તૂટી શકે છે ? - પાંચ કારણો આપણને બાંધનારાં છે, તે કારણો છેદક દશા પણ છે. એ પાંચ કારણો જે આપણને બાંધનારા છે, તે બાંધનારાં કારણો છેદાય તેવી જે દશા તે મોક્ષપંથ છે. શબ્દો મઝાના છે. આવી એક અવસ્થા અંદર પ્રગટ થવી જોઈએ. સમ્યગદર્શન એક અવસ્થા છે. વિપરીત બુદ્ધિને દૂર કરનાર સમ્યગ્રદર્શન છે. વિપરીત બુદ્ધિ બંધનું કારણ અને સમ્યગદર્શન મોક્ષનું સાધન છે. વિપરીત બુદ્ધિનો છેદ સમ્યગદર્શનથી થાય છે. પરંતુ તે કોઈ ક્રિયા, કાર્ય કે બનાવ નથી. સમ્યગદર્શન એ ચેતનાની અવસ્થા છે. જ્યારે દર્શનમોહનીય અથવા મિથ્યાત્વનો ઉપશમ થાય છે, ત્યારે ચેતનામાં ઘટના ઘટે છે, અને એ નિર્વિકલ્પ અવસ્થામાં ચેતનાની અનુભૂતિ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન આત્મામાં થતી એક પ્રક્રિયા છે, તે શરીર ઈન્દ્રિયો વાણી કે મનમાં નહિ થાય પરંતુ મનની પેલી પાર ગયા પછી ચૈતન્યમાં આ ઘટના ઘટે છે. જુઓ એક શરીર જે સ્થૂળ બહાર દેખાય છે તે, એક મન જેનાથી વિચાર કરીએ છીએ તે, અને એક વાણી જેનો ઉપયોગ કરીએ છીએ, તે ત્રણેનો આપણને પરિચય છે. પરંતુ એ ત્રણેની પેલી પાર જે ખરેખર આપણે છીએ, તે ચૈતન્ય તત્ત્વ આપણને દેખાતું નથી. જે આપણે પોતે છીએ એવું ચૈતન્ય તત્ત્વ, તેની અનુભૂતિ જીવનમાં થાય તેનું નામ સમ્યગ્દર્શન. આ અનુભવ થયા પછી જીવનમાં એક બીજી ઘટના ઘટે છે, આપણી ઇન્દ્રિયો, આપણું શરીર, આપણી વૃત્તિઓ વિષયોથી વિરામ પામે છે. અત્યારે આપણે ગમે તેટલું સમજીએ કે વિષયોમાં સુખ નથી, છતાં જઈએ છીએ પાછા વિષયો પાસે જ.
ગંદકીમાં રહેલ કીડાની બગીચામાં રહેલ ભ્રમર સાથે દોસ્તી થઈ. બંને વચ્ચે સંબંધ થયો. ગંદકીના કીડાને બગીચાના ભ્રમરે કહ્યું કે દોસ્ત ! તું આમાં ને આમાં પડ્યો રહે છે, આ વાસ સહન થાય તેવી નથી. તું મારી સાથે ચાલ અને જો તો ખરો કે ફૂલની કેવી સુગંધ છે ? બહુ આગ્રહ કર્યો એટલે ગંદકીનો કીડો તૈયાર થયો, પણ તેને લાગ્યું કે ત્યાં ગયા પછી મને ત્યાંની ગંધ નહિ ફાવે તો, માટે સાવચેતીનાં પગલાં ભરવાં સારાં. ઉકરડામાંથી બે ગોળીઓ તૈયાર કરી અને નાકમાં ભરાવીને તે ગયો. બગીચાનો ભ્રમર કહે છે કે દોસ્ત ! આ ગુલાબના ફૂલની સુગંધ કેવી સરસ આવે છે. અને ચંપાની પણ કેવી સરસ સુંગધ છે. તે ના પાડે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org