________________
४०
પ્રવચન ક્રમાંક - ૭૦, ગાથા માંક-૯૯-૧ તો તમને ધર્મ યાદ આવશે, સપુરુષ - સદ્ગુરુ યાદ આવશે, સશાસ્ત્રો, ધ્યાન, યોગ, મંત્રજાપ, પ્રાણાયામ આ બધું જ યાદ આવશે. અત્યારે તો તમારા લીસ્ટમાં પૈસો, સત્તા, કુટુંબ, પરિવાર, માન, પ્રતિષ્ઠા, લાગવગ, ઓળખાણ આવું બધું હશે. લોકો મને પૂછે, મોટો કહે, માન આપે, આ બધું હશે પણ આ લીસ્ટમાં નહિ હોય. બંધાયેલા છીએ પણ બંધાયેલા રહેવું નથી એવો નિર્ણય થશે અને બંધન છોડવું હશે ત્યારે તમે બંધન છોડી શકશો. આટલી સ્વતંત્રતા તમારી પાસે છે. આપ હી બાંધે, આપ હી છોડે, નિજમતિ શક્તિ વિકાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી.
તને કોણે બાંધ્યો ? તને કોઈએ બાંધ્યો જ નથી. એક ભાઈ સાધુ મહારાજને કહેતા હતા કે, ગુરુદેવ ! મારે સંસારમાંથી છૂટવું છે, પરંતુ ઘરના માણસો છોડતા નથી. ગુરુદેવે એક મઝાના પ્રયોગની વાત કરી. એમણે એક માણસને કહ્યું કે તું મને ઝાડ સાથે મજબૂત બાંધી દે અને મજબૂત બંધાયા પછી તેણે બૂમ પાડી કે હું બંધાઈ ગયો છું, મને છોડાવો. પણ જે છોડાવવા આવે તેને ના પાડે કે તું મને અડીશ નહિ અને બૂમો પાડ્યા કરે કે મને છોડાવો. તેનો અર્થ એ થયો કે બંધાયેલો છું પણ છૂટવું નથી. માત્ર બૂમો જ પાડવી છે. સંસાર આપણને જોઈએ છે અને મોક્ષમાં જવાની બૂમ પાડીએ છીએ. જેને છૂટવું હોય તેને રોકનાર કોઈ નથી. પૂરેપૂરી સ્વતંત્રતા છે. જો બંધાવું હોય તો બંધાઈ શકો છો અને મુક્ત થવું હોય તો મુક્ત થઈ શકો છો.
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य ।
પ્પા મિત્તામમિત્ત , સુપ્પઢિયસુપઢિયો છે (ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦/૩૭). જૈનદર્શને આ મૌલિક વાત કરી. તમને કોઈ બાંધનાર નથી. આત્મા પોતે જ કર્મથી બંધાયેલો છે અને બંધાયેલ આત્મા પોતે મુક્ત થઈ શકે છે. જે ક્ષણે તમને ભાન થાય કે આપણે બંધનમાં છીએ અને હવે આ બંધન અમારે તોડવું છે તો તે માટે શકિત પણ તમારી પાસે છે, બંધાયા તે પણ તમારી શકિતથી અને છૂટશો તે પણ તમારી શકિતથી. તમારી શકિત બંને ધારામાં કામ કરે છે. બંધાવું હોય તો પણ શક્તિ કામ કરે છે અને છૂટવું હોય તો પણ શક્તિ કામ કરે છે. એને કહેવાય છે આત્માનું વીર્ય, આત્મામાં અનંત વીર્ય, અનંત શક્તિ અને અનંત સામર્થ્ય છે. આત્મા બંને કામ કરી શકે છે.
શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું કે : (૧) આત્મા છે. (૨) કર્મ છે. (૩) કર્મ અને આત્માનો સંયોગ છે. (૪) એ સંયોગ અનાદિનો છે અને (૫) એ સંયોગનો વિયોગ પણ થઈ શકે છે. એ વિયોગ કયારે થઈ શકે ? તો તમે જે ક્ષણે નિર્ણય કરો ત્યારે થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org