________________
૩૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા નથી આવી, પણ હતી તે બહાર આવી, તેમ ચૈતન્યની સમગ્ર સત્તા, શકિત બહાર આવવી, એ અવસ્થા પ્રગટ થવી તેને કહેવાય છે મોક્ષ. મોક્ષ એટલે ચૈતન્ય દ્રવ્યની પૂરેપૂરી સ્વતંત્રતા એને પ્રાપ્ત થાય. આજે આપણે સ્વતંત્ર નથી. ન જનમવું હોય તો પણ જનમવું પડે અને ન મરવું હોય તો પણ મરવું પડે. પ્રતિકૂળતા જોઈતી નથી પણ સામે આવી જાય છે. ડાયાબીટીઝ રોગ પૂછ્યા વગર આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આ પરતંત્રતા અને પરાધીનતા છે. એ સમગ્ર પરાધીનતા દૂર થઈ, સ્વાધીનતા પ્રગટ થાય તેનું નામ મોક્ષ.
મોક્ષનો સંબંધ ક્ષેત્ર સાથે નથી, કાળ સાથે નથી, કોઈ અન્ય લોકની સાથે પણ નથી. મોક્ષની અનુભૂતિ આ દેહે આ ધરતી ઉપર આ ક્ષણે, આવી અવસ્થામાં કરવાની છે. એ અવસ્થા એવી છે કે તેમાં ચેતન તત્વ સંપૂર્ણપણે નિરાવરણ થાય, એની ક્ષમતા પૂરેપૂરી ખીલે. જેમ ફૂલ પૂરેપૂરું ખીલે અને સુંદર લાગે છે, બીજ પૂરેપૂરું ખીલે અને ઘટાદાર વૃક્ષ બને છે, ચંદ્ર પૂરેપૂરો ખીલે અને પૂર્ણિમા આપણને જોવા મળે છે, સૂર્ય પૂરેપૂરો ખીલે તો આકાશમાં મધ્યાહ્ન સમયે તપે છે, બાળક પૂરેપૂરો ખીલે તો પ્રતિભાશાળી વ્યકિત બને છે તેમ ચેતન પૂરેપૂરું ખીલે તો મુક્ત બને છે. આપણે પૂરા ખીલ્યા નથી. પૂરેપૂરા ખીલવાની ક્ષમતા આપણી અંદર છે, પરંતુ કર્મબંધનના કારણે ખીલી શકયા નથી. જે જે કારણો કર્મબંધનાં છે તે તે કર્મબંધનો માર્ગ છે અને તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, મોક્ષપંથ છે, જ્યાં ભવનો અંત આવે છે ત્યાં ફાઈલ કલીયર થઈ જાય છે, પછી ફાઇલમાં નવું કંઈ ઉમેરાતું નથી. રોજમેળ ખાતાવહી અહીં પૂરી થઈ જાય છે પરંતુ આપણે રોજ નવું ખાતું ખોલતાં જ જઈએ છીએ. કર્મબંધ થાય તે રીતે વર્તવું એ બંધ. કર્મો એની મેળે આવતાં નથી. કર્મોને આવવાનો કોઈ હેતુ કે ઇરાદો નથી કે અમુક વ્યકિત પાસે જઈ તેને બાંધી દઈએ. પરંતુ આપણે કર્મ બંધાય એ રીતે વર્તીએ, એ રીતે જીવીએ અને એવું કાર્ય કરીએ તો કર્મબંધ થાય છે. આ સંસારના પરિભ્રમણનો માર્ગ છે.
ફરી એક વખત જોઈ લઈએ કે કર્મબંધ કયા કારણોથી થાય છે ? (૧) વિપરીત બુદ્ધિ, ઊંધી માન્યતા. (અજ્ઞાન – મિથ્યાત્વ) (૨) ઈન્દ્રિયો અને મન ઉપર આપણો કાબૂ ન હોવો. (અવિરતિ) (૩) અંદરમાં સંયોગો અથવા પરિસ્થિતિના કારણે ઊઠતા આવેગો. (કષાય) (૪) બેહોશી, અસાવધાની (પ્રમાદ) (૫) મન, વચન કાયાની શુભ અથવા અશભ પ્રવૃત્તિ. (યોગ) આ પાંચે પાંચ કારણો બંધ થવામાં નિમિત્ત છે.
આ બંધના કારણોમાંથી છૂટવું હોય તો એક નિયમ સમજવો જરૂરી છે. (૧) આપણે બંધાયેલા છીએ પણ કાયમ બંધાયેલા નથી. (૨) બંધાયેલા રહેવું હોય તો ખુદ તીર્થકરો આવે તો પણ આપણને છોડાવી શકે નહિ. (૩) અને છૂટવું હોય તો કોઈ રોકી શકશે નહિ. નિર્ણય તમારે કરવાનો છે કે બંધાઈને રહેવું છે કે મુક્ત થવું છે ? જો નિર્ણય છૂટવાનો હશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org