________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ ૭૩
પ્રવચન ક્રમાંક - ૮૫
ગાથા ક્રમાંક - ૧૧૧ પરભાવમાં જતી વૃત્તિને પલટાવો
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમક્તિ. (૧૧૧) ટીકા : આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમક્તિ છે.
અત્યંત અંતરની ગહન સૂક્ષ્મ વાત આ ૧૧૧મી ગાથામાં છે. તેના વિવેચનનો પ્રારંભ થાય છે.
બહારના સિદ્ધાંતો, બહારનાં સૂત્રો ઠીક ઠીક બુદ્ધિ હોય તો બરાબર સમજી શકાય છે. આપણે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ કરીએ છીએ અને એક એવા બિંદુ તરફ જઈ રહ્યા છીએ કે ગમે તેવી બુદ્ધિ હોય તો પણ બુદ્ધિના લેવલથી નહિ સમજાય, પણ એ સમજવા માટે અંતર પ્રજ્ઞા જોઈએ. શરીરમાં ચૈતન્ય છે, પણ ચૈતન્યમાં જે ઘટના ઘટે છે તેનું શરીર જાણતું નથી, ઈન્દ્રિયો જાણતી નથી અને ચૈતન્યમાં જે ઘટનાઓ ઘટે છે તેને મન પણ જાણી શકતું નથી. ઘટનાનું કેન્દ્ર અને પ્રાપ્ત થયેલ પરિધિ એ બે વચ્ચે ઠીક ઠીક અંતર છે. જ્યાં સુધી પરિધિ ઉપરથી વાત થશે, ત્યાં સુધી કેન્દ્ર સુધી પહોંચાશે નહિ. શબ્દો અને તર્ક આપણાં પોતાનાં નથી પણ ઉછીનાં છે, તેમાં આપણને રસ છે, તેનો આગ્રહ છે,તેનો આપણને અહંકાર છે અને તેના ઉપર મારાપણાનું લેબલ મારીને આપણે આપણી જાતને પંડિત, સ્વાધ્યાયકાર કહેવડાવીએ છીએ. ટાંકામાં પોતાનું પાણી નથી પરંતુ બહારથી ભરેલું છે તેમ આપણી પાસે પણ માથાના ટાંકામાં બહારથી ભરેલા શબ્દો છે. શબ્દો વિકલ્પો, આગ્રહ, મતાગ્રહ, માન્યતાઓ, વિવાદ, સંપ્રદાયો ઊભાં કરે છે. એક વખત આ શબ્દોનો મોહ છોડવો પડશે. કદાચ પદાર્થોની આસક્તિ છૂટશે પણ શબ્દોની આસકિત છોડવી ઘણી મુશ્કેલ છે. મારો કહેલ શબ્દ એ પરમ સત્ છે તેવો જે દાવો કરે છે તે સત્યથી હજારો માઈલ દૂર છે.
પરમકૃપાળુદેવને અંતરમાં બનતી ઘટના અને અંતરમાં પ્રાપ્ત થતી એક અવસ્થા તરફ અંગુલીનિર્દેશ કરવો છે. પૂરેપૂરું કહી નહિ શકાય કે વર્ણવી નહિ શકાય પરંતુ અંદર જે બને છે તેને ઠીક પ્રમાણમાં સાધકે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આજથી જે ગાથાની શરૂઆત થાય છે તેની આ ભૂમિકા છે.
જ્યાં સુધી આ વિચારણા ચાલે છે, ત્યાં સુધી તમારી સમજ, માહિતી, તમારો સંગ્રહ, જાણકારી બધું દૂર રાખશો તો મેળ પડશે. મોટા ભાગે તમે સાંભળતા નથી પણ તુલના કરો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org