________________
૧૭૪
પ્રવચન ક્રમાંક - ૮૫, ગાથા ક્યાંક-૧૧૧ છો. આપણે આપણને સાંભળીએ છીએ. જ્યાં સુધી તમે તમારું જ સાંભળશો ત્યાં સુધી તીર્થકર દેવ આવશે તો પણ તમે તેમને સાંભળી નહીં શકો. એક વખત આપણને સાંભળવાનું બંધ કરી દઈએ. આ ઘટના જે ઘટે છે તે અંદરની છે, તેના તરફ જોઇએ.
આ સૂત્રથી બહુ ચર્ચિત એવું સમક્તિ અથવા સમ્યગ્રદર્શનને સમજવાનો પ્રારંભ થાય છે. કોઈ પણ રીતે સમ્યગદર્શનની સ્પષ્ટતા થઈ શકે તેમ નથી. તે સંપૂર્ણ આંતરિક ઘટના છે. જે વખતે અનુભવ થાય છે તે વખતે અનુભવ કરનાર હાજર નથી. કોઈ નોંધ કરનાર નથી. અનુભવ થયા પછી તે સ્થૂળ ભૂમિકા ઉપર આવે છે, ત્યારે એ અનુભવને સ્મૃતિમાં લાવવો પડે છે. એ કઠિન વાત છે. શાસ્ત્રનો પાયો, આધ્યાત્મિકતાનો પાયો, સાધનાનો પાયો આ સમક્તિ ઉપર ઊભો છે. તમે કહો છો કે વૃક્ષ માટે બીજ અનિવાર્ય છે. બીજ વગર કંઈપણ નહિ થાય. જેની પાસે બીજ છે તેની પાસે આખું વૃક્ષ છે. વૃક્ષ બીજમાં છુપાયેલું છે, તિરોભૂત છે. બીજમાં વૃક્ષ છે તેને ખીલવાની પ્રક્રિયા કરવાની છે. અંદર રહેલા બીજને ખીલવા આપણા તરફથી પૂરેપૂરો સહકાર મળે તેનું નામ સાધના. સાધક બીજને ખીલવા માટેની અનુકૂળતા કરી આપે છે. સમગ્ર સાધનાનો, આધ્યાત્મિકતાનો પાયો, જ્ઞાનનો આધાર, ચારિત્રનો આધાર, યોગ અને ધ્યાનનો આધાર અને વીતરાગતા તથા કેવળજ્ઞાનનો આધાર, પાયો તે સમ્યગ્દર્શન.
ભગવાન મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્ર, તેના ૨૮મા અધ્યાયમાં, આ ત્રીશમી ગાથામાં પરમાર્થ નિર્ણય તીર્થંકરદેવે આપ્યો છે.
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा,
अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ ३० ॥ આ સુપ્રીમકોર્ટનો નિર્ણય ફેરવી નહી શકાય. સમ્યગદર્શન વગર સમ્યજ્ઞાન હોઈ શકે નહિ. શરૂઆત દર્શનથી કરી. તત્ત્વાર્થધિગમ સૂત્રમાં પહેલું સૂત્ર જ્યારે આવ્યું ત્યારે શરૂઆત સમ્ય દર્શનથી કરી. સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. કોઈ કોઈ ઠેકાણે શરૂઆત જ્ઞાનથી કરી છે, પરંતુ અનુભવી એમ કહે છે કે સમ્યગદર્શન એ જ્ઞાનનો ભાગ નથી, એ શ્રદ્ધાનો ભાગ છે. જ્ઞાનને સ્વચ્છ કરવાનું કામ સમ્યગ્રદર્શન કરે છે. જ્ઞાન આપણી પાસે છે, પરંતુ સમ્ય દર્શન નથી. જ્ઞાન ઉપાધિ ઉત્પન્ન કરે છે. બહુ વિચિત્ર આ વાત છે, આટલું જ્ઞાન ન હોત તો જગતમાં આટલા મતભેદો ન હોત. ધર્મના નામે, તત્ત્વના નામે, દર્શનના નામે, ધ્યાનના નામે, યોગના નામે રોજ એક નવી દુકાનનું ઉદ્ઘાટન થાય છે. વ્યાપારીઓ એટલા વધ્યા છે કે ઘરાકો માટે તાણાતાણી થાય છે. માલ લીધા પછી ખબર પડે છે કે માલ બોગસ છે. લેનાર અને દેનાર પણ બોગસ છે.
જ્ઞાન તો છે પણ એ જ્ઞાનને શુદ્ધ કરવું પડશે. તમને આશ્ચર્ય લાગશે, એ જ્ઞાનને પરિમાર્જન કરવાનું કાર્ય સમ્યગદર્શન કરે છે. જ્ઞાનને શુદ્ધ કરવા સમ્યગ્દર્શનની જરૂર છે. મને ખ્યાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org