________________
૧૭૨
પ્રવચન ક્રમાંક - ૮૪, ગાથા ક્રમાંક-૧૧૦ વીતરાગ થવાય. વીતરાગ જેને થવું છે તેને આત્મ અનુભૂતિ કરવી પડશે. આત્મ અનુભૂતિ જેને કરવી હશે તેને નિશ્ચય સમક્તિ જોઇએ. નિશ્ચય સમકિત જેને લેવું છે તેને વ્યવહાર સમક્તિ દઢ કરવું પડશે અને વ્યવહાર સમક્તિ દૃઢ કરવા સદ્ગુરુ પ્રાપ્ત કરવા પડશે. સદ્ગુરુ પ્રાપ્ત કરવા હશે તેને જીજ્ઞાસુ બનવું પડશે અને જીજ્ઞાસુ બનવા, વ્યવહાર સમક્તિ પ્રાપ્ત કરવા, શ્રદ્ધાપૂર્વક આત્મતત્વનો સ્વીકાર કરવો પડશે. આવી ઘટનાઓનો જીવનમાં સ્વીકાર ન થાય ત્યાં સુધી કંઈ ન થાય.
ગાથા ફરીથી યાદ કરીએ, “મત દર્શન આગ્રહ ત્યજી' સૌથી મોટી હિંમત આ મતદર્શનનો આગ્રહ છોડવા માટે જોઇશે. નહિ તો આ આગ્રહ નડશે. તમને આત્મઅનુભવ થશે નહિ અને ભ્રમમાં રહેશો. જેણે આત્માને જોયો, તેનો આગ્રહ છૂટી ગયો. મને આત્માનુભવ થયો છે અને હું કટ્ટર શ્વેતાંબર છું, એ બે શબ્દોનો મેળ પડતો નથી.બધા ભેદો અને પક્ષો મટી ગયા.બધી માન્યતાઓ અને બધા આગ્રહો પણ ગયા. આત્મ અનુભવ થવો તેનું નામ નિશ્ચય સમ્ય દર્શન, તે સાચું, ખરું, અસલ અને પરિપક્વ છે. હવે ખીચડી પાકી ગઈ, હવે કાચી નથી. કપાળુદેવ કહે છે કે હવે મોક્ષ માગવાની જરૂર નથી
नादंसणिस्स नाणं, नाणेन विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥
(ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮ શ્લોક ૩૦) જ્ઞાન સવળું, ચારિત્ર સવળું અને તપ સવળું. લોટમાં ગોળ ભળે એટલે લાડવો ગળ્યો થઈ જાય. ગોળ ગળ્યો છે તેમ સમ્યગ્દર્શન પોતે સુંદર છે. એ જ્ઞાનને સુંદર બનાવે છે અને ચારિત્રને પણ સુંદર બનાવે છે.
૧૧૦મી ગાથામાં આવી અલૌકિક વાત પરમકૃપાળુદેવે કરી છે. આગળની ગાથાઓ ઘણી જ રહસ્ય ભરેલી છે. હું જ્યારે કહ્યું કે માત્ર પાઠ કરવાથી કામ નહિ થાય ત્યારે પાઠ છોડી દેવો તેવો અર્થ ન કરવો પણ પાઠ કે મંત્રજાપ યંત્રવત ન કરવો. યંત્રવત ન કરવું હોય તો તેના શબ્દોનું ભાવન કરવું. ભાવન કરવું એટલે પોતાના આત્માને તેનાથી વાસિત કરવો. આ વારંવાર પાઠ કરવાનો અર્થ આત્માને ભાવિત કરવો, એવી ગાથા ૧૧૧થી શરૂ થાય છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org