________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૧
ક્ષયોપશમ સમક્તિ અને કોઇને ક્ષાયિક સમક્તિ એમ જુદા જુદા પ્રકારનાં સમક્તિ હોઇ શકે પરંતુ બધાને અનુભવ તો એક જ પ્રકારનો થાય. નામ જુદા જુદા પડે છે. કોઇને દર્શનમોહનો ઉપશમ, કોઇને દર્શનમોહનો ક્ષયોપશમ અને કોઇને દર્શનમોહનો ક્ષય, પણ બધાને આત્માનો અનુભવ એક સરખો થાય. એ અનુભવ જુદો જુદો નથી. બધાને આત્માનો જ અનુભવ છે. આત્માના અનુભવમાં કોઇ પક્ષ નથી, કોઇ ભેદ નથી. એટલા માટે કહ્યું કે પક્ષ અને ભેદ બંનેને દૂર કરો. વ્યવહાર સમક્તિમાં ભેદ હોઇ શકે. કોઇ પારસનાથને માને, કોઇ આદિનાથને માને, કોઇ શાંતિનાથને માને. શાસ્ત્રોમાં પણ કોઇ આચારાંગ અને કોઇ સૂયગડાંગને માને, વચનો ભિન્ન ભિન્ન હોય અને સદ્ગુરુની આજ્ઞા પણ ભિન્ન ભિન્ન હોય, ભક્તિ કરવામાં પણ ભેદ હોય પણ નિશ્ચય સમ્યક્ત્વમાં આત્માનો જે અનુભવ થાય છે, તેમાં કોઇ પણ જાતનો ભેદ પડતો નથી. અંબાલાલભાઇએ લખ્યું છે કે દિગંબરપણું કે શ્વેતામ્બરપણું ત્યાં મટી જાય છે.
૧૧૦મી ગાથા અમારી અપેક્ષાએ અત્યંત મહત્ત્વની છે. દેરાવાસી, દિગંબર કે તેરાપંથી અથવા સ્ત્રી કે પુરુષનો આત્મા એક સરખો જ આત્મઅનુભવ કરે છે. ત્યાં અનુભવમાં ભેદ કે પક્ષ નથી. ત્યાં આત્મતત્ત્વ જેવું છે તેવું જ બધાને એકસરખું જ અનુભવમાં આવે છે. વ્યવહાર સમક્તિના કાળમાં, સત્પુરુષોના ચરણોમાં રહીને, સત્શાસ્ત્રોનું શ્રવણ કરી, મનન કરી, ચિંતન ઘોલન કરીને આવો આત્મા છે એવો નિશ્ચયમાં લીધો છે, સમજણમાં લીધો છે, બુદ્ધિમાં લીધો છે અને શ્રદ્ધામાં લીધો છે પરંતુ જ્યાં સુધી દર્શનમોહનો ઉપશમ ન થાય અને કોઇ માને કે મેં આત્મા જોયો છે તો સાહેબ ! એ ઠંડા પહોરનું ગણ્યું છે. માની લેજો કે અનુભવ થયો નથી.
અનુભવ રસમેં રોગ ન શોકા, લોકવાદ સબ મેટા.
અનુભવ જ્યારે થશે ત્યારે તે જુદો હશે. લોખંડના દશ કિલોના ટુકડાને પારસમણિ અડે તો બધું જ લોખંડ સોનું થઇ જાય. થોડું સોનું અને થોડું લોખંડ એમ ન રહે. બધે એક સરખો જ સ્પર્શ થાય. આત્મા થોડો શુદ્ધ અને થોડો લિન એમ ન થાય. કોઇપણ જાતની ગરબડ અનુભૂતિમાં નથી. જેમ પારસમણિને અડ્યા પછી બધું જ લોખંડ કંચન થઇ જાય, તેમ દર્શનમોહનીયનો ક્ષય કે ઉપશમ થયા પછી તેને આત્માનો અનુભવ થાય. સમક્તિમાં ભેદ નથી. આવો આત્માનો અનુભવ થવો તે ધર્મ છે, આવો આત્માનો અનુભવ થવો તેનું નામ ધ્યાન છે અને તેનું નામ સમાધિ છે. ત્યાં કાંઇ જ ભેદ નથી. યાદ કરો એ પદ, ‘પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ....મૂળ મારગ સાંભળો જિનનો રે' આ જ્ઞાનાદિની શુદ્ધતા જ્યારે થાય ત્યારે તેમાં કોઇ જાતનો ભેદ રહેતો નથી. એવી અભેદ અનુભૂતિ જીવનમાં થાય છે.
તમારે મોક્ષમાં જવું જ હોય તો આત્મઅનુભવ કર્યા સિવાય મોક્ષમાં નહિ જવાય. અનુભવ અહીં થશે પછી જ મોક્ષમાં જવાશે. વીતરાગ અહીં બનશો પછી ત્યાં પ્રવેશ મળશે. સમજી લો. જે અહીં વીતરાગ થાય છે તે મોક્ષમાં જઇ શકે છે. એવું નથી કે સિદ્ધશીલા પર જઇને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org