________________
૧૭૦
પ્રવચન ક્રમાંક ૮૪, ગાથા ક્ર્માંક-૧૧૦ આત્માને જાણ્યો નથી અને સાક્ષીભાવની વાતો કરીએ છીએ. આત્માને તો પહેલાં જાણો, સાક્ષી કોણ રહેશે ? આ વ્યવહાર સમક્તિ તે નિશ્ચય સમક્તિ થવાનું અસાધારણ કારણ છે.
નિશ્ચય સમક્તિ એટલે શુદ્ધ આત્મ તત્ત્વની પ્રગટ અનુભૂતિ. શબ્દ ખ્યાલમાં લેજો, શુદ્ધ આત્મતત્ત્વની પ્રગટ અનુભૂતિ, નિર્વિલ્પ અનુભૂતિ. આ નિશ્ચય સમકિતની અનુભૂતિમાં વ્યવહાર સમકિત કારણ છે માટે કોઇ જ્ઞાની પુરુષના વચનોનું અવલંબન લેવું અનિવાર્ય છે. બારમા ગુણસ્થાન સુધી તેને અવલંબન જોઇએ. દશ ગુણઠાણા સુધી મોહનીય કર્મનો ઉદય હોય છે. આ વૃત્તિઓ કયારે જોર કરે કે ઉથલો મારે તે કહેવાય નહિ. મૂળ જગ્યા ઉપર લાવીને પણ મૂકી દે, કશું કહેવાય નહિ. આ વૃત્તિઓનો ભરોસો કરવા જેવો નથી. એ વૃત્તિઓને જો જીતવી હોય તો જ્ઞાની પુરુષના વચનના આશયનું અવલંબન કરતાં કરતાં અંદર શુદ્ધ આત્માના ઘોલનનો પ્રારંભ કરે. વ્યવહાર સમક્તિ પછી શુદ્ધ આત્માનું ઘોલન. ‘સહજાત્મ સ્વરૂપ-પરમ ગુરુ', આ મંત્ર નથી પણ ઘોલન છે. જરા સમજી લેજો. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એમ અંદર ઘોલન ચાલે છે કે સહજ આત્માનું સ્વરૂપ આવું છે એમ ઘોલન ચાલતાં ચાલતાં અંદર એક પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયાને કર્મતંત્રની પરિભાષામાં મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયનો ઉપશમ કહે છે. તે વખતે આત્માનો પ્રત્યક્ષ અનુભવ અંદરમાં થાય. લોકો પૂછે છે કે આત્મા છે તો દેખાતો કેમ નથી ?
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ ? બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવસ્વરૂપ.
ગુરુદેવ ત્યારે કશું બોલ્યા ન હતા પણ તેમણે આ ઠેકાણે કહ્યું કે તે એટલા માટે દૃષ્ટિમાં નથી આવતો કે દર્શનમોહનો ઉપશમ થયા સિવાય એ દૃષ્ટિમાં આવે તેમ નથી. દર્શનમોહનો જ્યારે ઉપશમ થાય ત્યારે પ્રત્યક્ષ અનુભવ થાય. એ અનુભવ વખતે વિકલ્પ, વિચાર, દ્વન્દ્વ, મૂંઝવણ, ચિંતા, ભય, ખેદ, આસક્તિ, મમત્વ, મોહ, મારાપણું, સંસાર, માન્યતા આ કશું જ હોતું નથી. માત્ર એક દૃઢ નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. સાંભળો છો ? શું કહેવાઇ રહ્યું છે ? કોઇપણ જાતના વિકલ્પો નહિ. જેવું ચેતનતત્ત્વ છે તેવું જ અનુભવાય પણ લાંબો ટાઇમ આ અનુભૂતિ ટકતી નથી. ટચ થાય છે. પારસમણિ લોખંડને અડવું જોઇએ, ઘસવાની જરૂર નથી. વીજળીનો કરંટ એક ઝાટકે લાગે છે, લાંબો ટાઇમ ટકાવવાની જરૂર નથી.
-
સમક્તિના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ પ્રકાર છે પણ અનુભવ તો એક સરખો જ થાય છે. કાળાદિની અપેક્ષાએ ભેદ થાય પણ અનુભવમાં કોઇ પક્ષ કે ભેદ નથી, કોઇ ઓછા વધતાપણું નથી. બાહ્ય ગમે તે અવસ્થા હોય છતાં અનુભવમાં ભેદ નથી. સ્વાદ એક સરખો જ છે. તેમાં કોઇ જાતિ, વર્ણ, વેશ કે આકૃતિ નથી. શુદ્ધાત્મા બધાથી રહિત છે. આ બધું આત્માથી બહાર છે. આ બધાને બાદ કરી, બધાથી રહિત અનુભવને નિશ્ચય સમક્તિ ક્યું છે. બધું જ બાદ કરી શકાશે પરંતુ અનુભવ કયારેય બાદ ન કરી શકાય. આત્માનો અનુભવ એક જ પ્રકારનો હોય. ધારો કે સો માણસો છે. તેમાં કોઇને ઉપશમ સમક્તિ, કોઇને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org