________________
૪૦૬
પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્યાંક-૧૪૦ જગતના પદાર્થો, હે જીવ ! તને કેમ ગમે છે? તું કેમ એ તરફ જાય છે ? જ્ઞાની આ સમજીને જગતના પદાર્થોમાં આસક્ત બનતો નથી. આને કહેવાય છે જ્ઞાનની દશા. તેઓ એમ કહે છે કે તમને જે મળે છે તે મૂળ વસ્તુ નથી. આ વધેલો એઠવાડ છે. રાજી થવું હોય તો થાવ અને ખાવું હોય તો ખાવ. આપણે રાજી થઈને ખાઈએ છીએ. આપણે મૂળ માલ ખાનાર નથી, એઠવાડ ઊપર જીવનાર છીએ. જ્ઞાની એઠવાડ સામે જોતો નથી અને અજ્ઞાની એઠવાડ વગર જીવી શકતો નથી. આમ બંનેની અવસ્થા જુદી જુદી છે. જગતના પદાર્થો ઉપર અરુચિ જો થઈ જાય, તો તેનું આકર્ષણ ટળી જાય.
જગત એઠવત છે. તે વાત પૂરી ન સમજાય તો કહે છે કે આખું જગત સ્વપ્ન સમાન છે. પરમકૃપાળુદેવે મજાનું ઉદાહરણ આપ્યું છે કે ભિખારી ભિક્ષા લઇ વૃક્ષ નીચે બેઠો હતો અને તેના ચણિયામાં જે કંઈ એઠવાડ વધેલો તે લાવેલો હતો, તેમાં મીઠાઈ પણ હતી. તે તેણે ખાધી, પછી ગંદુ પાણી જે હતું તે પીધું, ઊંઘ આવી અને ઝાડ નીચે સૂઈ ગયો. તેને સ્વપ્ન આવ્યું કે નગરના રાજાનું મૃત્યુ થયું છે. એને દીકરો ન હતો. મંત્રીએ કહ્યું કે હાથીની સૂંઢમાં કળશ લઈને બધે ફરો. જેના ઉપર કળશ ઢોળે તે રાજા બનશે. હું સૂતો છું અને રાજાનો હાથી મારી પાસે આવ્યો. મારા ઉપર તેણે કળશ ઢોળ્યો. મંત્રીએ કહ્યું કે સાહેબ ! આ રાજ્ય તમારું છે. મને લઈ ગયા. હજામત કરાવી, નવરાવ્યો અને ચોખ્ખાં નવાં નકોર કપડાં પહેરાવ્યાં. રાજયાભિષેક કર્યો, રાજગાદી ઉપર બેઠો. હીરામાણેક જડેલું સિંહાસન છે. ચારે બાજુ પંખા વિંઝાઈ રહ્યા છે અને ચામર ઢોળાઈ રહ્યા છે. સુંદર સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે. આ જોઈને મને આશ્ચર્ય થાય છે. બધા ખમા ખમા કરે છે, મારી ખબર પૂછે છે. મને આનંદ થાય છે. એટલામાં વિજળીનો કડાકો થયો. મેઘની ગર્જનાઓ થવા માંડી અને મારી આંખ ખૂલી ગઈ. જોયું તો ફાટેલી ઝોળી અને ચપનિયું પડ્યું હતું. ત્યારે તે રોવા લાગ્યો કે મારું બધું ગયું. રસ્તા ઊપરથી મુસાફર નીકળ્યો અને તેણે પૂછયું કે કેમ શું થયું, સાહેબ ! જેવું તેવું દુઃખ નથી પડ્યું, હું રાજા હતો, સિંહાસન પર બેઠેલો હતો. ચામરો વીંઝાતા હતાં, સંગીત ચાલતું હતું, નૃત્યો થઈ રહ્યાં હતાં અને અચાનક બધું ચાલ્યું ગયું. ત્યારે તું ક્યાં હતો? તો કહે, હું સ્વપ્નામાં હતો. મૂરખના સરદાર ! સ્વપ્ન સાચું હોય ? એક કહેવત છે કે “સ્વપ્નાની સુખડી ભૂખ ભાંગે નહિ જો.' સ્વપ્નામાં જો સુખડી ખાધી હોય અને ઊઠો ત્યારે ભૂખ મટી નથી જતી. ભૂખ તો હોય જ છે. આ જગત જે દેખાય છે તે સ્વપ્ના જેવું છે. આ ભિખારીને બધું સાચું લાગ્યું તેથી દુઃખ થયું. “જાગીને જોઉં તો જગત દિશે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે.” સ્વપ્નામાં દેખાય ત્યારે સારું લાગે પણ જાગીને જુએ ત્યારે દેખાતું નથી. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે સ્વપ્નામાં ભ્રાંતિ થાય છે અને ભ્રાંતિ થવાના પરિણામે એને સાચું માની લઈએ
છીએ.
આપણને આપણો સંસાર સાચો લાગે છે. કોઈ તમને કહે કે સ્વપ્નામાં તમારું ઘર તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org