________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
४०७ મારું છે. આપણે કહીએ કે હોતું હશે ? સ્વપ્નામાં ખાધું પીધું તે પણ સ્વપ્ન જ છે. કોઈ સ્વપ્નામાં આપણી છાતી ઉપર ચડી બેસે અને બીકથી આપણે બૂમ પાડીએ, પછી કોઈ પૂછે કે અરે ! શું થયું? તો તુરંત જ કહો છો કે મારી છાતી ઉપર કોઈ બેઠું છે, તેવો ભ્રમ થયો. એક ભાઈ કહે મારા માટે રાજાની કુંવરી રાહ જોઇને બેઠી છે. અરે ! તારા માં સામે તો જો. ના, ના, મને સ્વપ્નામાં એવું લાગ્યું. ઘડીભર સારું લાગતું હશે પણ સ્વપ્ન સાચું નથી. જગત આપણને સાચું લાગે છે, પણ જગત સાચું નથી. એટલા માટે કહ્યું કે આપણે જગતને અને જગતના પદાર્થોને ઓળખી લઈએ.
આપણી સામે પદાર્થો આવે છે ત્યારે આપણો અહમ્ ભાવ અને મમત્વભાવ દૃઢ થાય છે, તેથી અનાદિ કાળના સંસ્કારના કારણે વારંવાર આપણે ત્યાં જ જઈએ છીએ. એક નાનકડા સૂત્રમાં કૃપાળુદેવે કહ્યું છે કે જાગૃતિમાં જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય એટલે જાગૃત અવસ્થામાં આપણો ઉપયોગ જેમ જેમ શુધ્ધ થાય તેમ તેમ મોહ અને આસકિત ઘટતી જાય, અજ્ઞાન ઘટતું જાય અને આપણો ઊપયોગ શુધ્ધ અને જાગૃત થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરિક્ષણપણું સંભવે છે અને તેમ તેમ સમજાતું જાય છે કે દેખાતું આ જગત જેને આપણે સાચું માનીએ છીએ તે તેમ નથી. એ વાતનું તારણ કાઢીએ તો જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જગતમાં સાવ સાચી અને શુધ્ધ વસ્તુ હોય તો તે એક માત્ર આત્મા છે. બાકી બધું અસાર અને એઠ છે, તે સાવ સાચી વાત છે. સ્વપ્નામાં જે સાચું લાગે તે જાગૃત અવસ્થામાં સાચું નથી, આત્મા માટે હિતકારી નથી. આમ હોય તો ઠીક અને તેમ હોય તો ઠીક, આ મળે તો સારું અને ન મળે તે નહિ સારું, આ બધા કંઢો તારામાં જે થાય છે તે સ્વપ્ન અવસ્થાને કારણે થાય છે. તો શું વાત આવી ? “સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન.” આ જો સમજાઈ જાય અને તે પ્રમાણે જીવે તો તેને જ્ઞાનદશા અથવા જ્ઞાનીની અવસ્થા કહેવાય અને આવી સમજણ ન હોય તો મહાપુરુષો કહે છે કે આ બધું વાચાજ્ઞાન છે. વાચાજ્ઞાન શબ્દ બહુ મહત્ત્વનો છે.
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી,
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. આ ગાથા મતાર્થીના લક્ષણમાં કૃપાળુદેવે કહી છે. નિશ્ચયનયની વાત કરે પણ જીવનમાં અનુભવ નથી. તે અનુભવ વગરનો જ્ઞાની પોતે તો ન તરે અને બીજાને પણ ન તારે અને ઘણી વખત તો બીજાને ડૂબાડી દે છે. કોઈએ એમ કહ્યું છે કે કોઈક ગુરુ લોઢાની નાવ જેવા હોય છે. પોતે તો ડૂબે ને બીજાને ય ડૂબાડે. તે જ્ઞાની નથી પણ વાચાજ્ઞાની છે. અનુભવ નથી, ડાહી ડાહી વાતો કરે છે કે બ્રહ્મ સત્ય છે, જગત અસાર છે પણ તેની નજર જગતના પદાર્થો ઉપર છે. હજી મોહ છૂટયો નથી. સમળી, ગીધ પક્ષી આકાશમાં ઊંચે ઊંચે ઊડે પણ તેની નજર ધરતી ઉપર હોય અને દૃષ્ટિ કયાં ? તો મરેલાં પ્રાણી ઉપર. ચડે છે ઊંચે આકાશમાં પણ નજર નીચે ધરતી ઉપર, મરેલા પ્રાણી ઉપર. તેમ વાચા જ્ઞાની જ્ઞાનની ઊંચામાં ઊંચી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org